________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૧૦ | સૂત્ર-૭ ભાષ્યાર્થ:
સકલ પણ લોકમાં મોક્ષના સુખ જેવો અન્ય અર્થ વિદ્યમાન નથી, જેના વડે તે=મોક્ષનું સુખ, બતાવી શકાય અર્થાત્ કોઈ ઉપમાથી બતાવી ન શકાય તેવું સુખ છે. તે કારણથી મોક્ષનું સુખ તિરુપમ સુખ છે. પ૩૦થા ભાષ્ય :लिङ्गप्रसिद्धेः प्रामाण्यादनुमानोपमानयोः ।
अत्यन्तं चाप्रसिद्धं तद्, यत् तेनानुपमं स्मृतम् ।।३१।। ભાષ્યાર્થ :વળી, મોક્ષનું સુખ અનુપમ કેમ છે? તેમાં યુક્તિ આપે છે –
અનુમાનના અને ઉપમાનના લિંગની પ્રસિદ્ધિથી પ્રમાણપણું હોવાના કારણે અને ચ=જે કારણથી, તે=મોક્ષના સુખની સિદ્ધિનું લિંગ, અત્યંત અપ્રસિદ્ધ છે=જગતમાં ક્યાંય પ્રસિદ્ધ નથી, તે કારણથી, અનુપમ કહેવાયું છે=મોક્ષનું સુખ અનુપમ કહેવાયું છે.
આશય એ છે કે અનુમાન અને ઉપમાન પ્રમાણ લિંગ દ્વારા સાધ્યના ગમક બને છે અને સંસારમાં ક્યાંય પણ મોક્ષના સુખને બતાવનાર લિંગ પ્રસિદ્ધ નથી. તેથી ફલિત થાય છે કે સંસારનાં સર્વ સુખોથી અતિશય સુખ મોક્ષમાં છે માટે મોક્ષનું સુખ અનુપમ છેaઉપમા ન આપી શકાય એવું છે. li૩૧II.
ભાષ્ય :
प्रत्यक्षं तद् भगवतामर्हतां तैश्च भाषितम् ।
गृह्यतेऽस्तीत्यतः प्राज्ञैर्न छद्मस्थपरीक्षया ॥३२।। इति । ભાષ્યાર્થઅહીં પ્રશ્ન થાય કે મોક્ષમાં સુખ છે એ કઈ રીતે નક્કી થાય? તેથી કહે છે –
અરિહંત ભગવંતોને તે મોક્ષનું સુખ, પ્રત્યક્ષ છે. અને તેઓના વડે મોક્ષનું સુખ કહેવાયેલું છે. આથી મોક્ષમાં સુખ છે. એ પ્રમાણે પ્રાણ પુરુષ વડે ગ્રહણ કરાય છે. પરંતુ છ સ્થની પરીક્ષાથી મોક્ષમાં સુખ છે એમ ગ્રહણ કરાતું નથી. ૩રા
તિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે.
ભાગ - ૧
यस्त्विदानीं सम्यग्दर्शनज्ञानचरणसम्पन्नो भिक्षुर्मोक्षाय घटमानः कालसंहननायुर्दोषादल्पशक्तिः कर्मणां चातिगुरुत्वादकृतार्थ एवोपरमति स सौधर्मादीनां सर्वार्थसिद्धान्तानां कल्पविमानविशे