Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 293
________________ ૨૭૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ ભાષ્યાર્થ ઃ (૩) પુણ્યકર્મના વિપાકથી ઇષ્ટ એવા ઇન્દ્રિયોના વિષયોથી થનારું સુખ લોકમાં ‘સુખ’ શબ્દથી કહેવાય છે. (૪) કર્મકૃત ક્લેશના વિશેષરૂપે=સંપૂર્ણરૂપે મોક્ષથી, મોક્ષમાં અનુત્તમ સુખ કહેવાય છે. આશય એ છે કે પુણ્યકર્મનો વિપાક હોય છે ત્યારે પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોથી સુખ થાય છે, ત્યારે આ જીવ સુખી છે એ પ્રકારનો વ્યવહાર થાય છે. તેથી કર્મના વિપાકમાં ‘સુખ’ શબ્દનો પ્રયોગ થાય છે. સંસારમાં જીવને કર્મકૃત ક્લેશ પ્રાપ્ત થાય છે, અને જ્યારે જીવ કર્મથી રહિત થાય છે ત્યારે કર્મના ક્લેશનો અભાવ થાય છે. તેથી કર્મકૃત ક્લેશના વિમોક્ષથી મોક્ષમાં અનુત્તમ કોટિનું સુખ છે. ।।૨૭।। ભાષ્ય - सुखप्रसुप्तवत् केचिदिच्छन्ति परिनिर्वृतिम् । तदयुक्तं क्रियावत्त्वात्, सुखानुशयतस्तथा ।।२८।। ભાષ્યાર્થ ઃ સિદ્ધના સુખનું વર્ણન કરતાં કેટલાક કહે છે કે સુખપૂર્વક ઊંઘતા પુરુષને જેવું સુખ છે તેવું સુખ મોક્ષમાં છે, પરંતુ તે વચન અયુક્ત છે; કેમ કે સુખપૂર્વક ઊંઘતા પુરુષમાં ઊંઘવાની ક્રિયા છે અને સુખનો અનુશય છે=સુખની તરતમતા છે. જ્યારે સિદ્ધઅવસ્થામાં તો ક્રિયા નથી અને સુખની તરતમતા નથી, પરંતુ સદા પ્રકૃષ્ટ સુખ છે. ।।૨૮। ભાષ્યઃ श्रमक्लममदव्याधिमदनेभ्यश्च सम्भवात् । મોહોત્પત્તવિપાળાન્ય, વર્ઝનનસ્ય જર્મનઃ ।।।। ભાષ્યાર્થ : વળી, શ્રમથી ઊંઘનો સંભવ છે, ક્લમથીગ્લાનિથી ઊંઘનો સંભવ છે, મદથી=મદ્યપાનથી ઊંઘનો સંભવ છે, વ્યાધિથી=જ્વરથી ઊંઘનો સંભવ છે, મદનથી=કામના સેવનથી ઊંઘનો સંભવ છે, મોહની ઉત્પત્તિને કારણે ઊંઘનો સંભવ છે અને દર્શનાવરણીય કર્મના વિપાકથી (ઉદયથી) ઊંઘનો સંભવ છે અને મોક્ષમાં આ સર્વ કારણોનો અભાવ છે. તેથી ઊંઘના જેવું મોક્ષનું સુખ નથી, પરંતુ સંસારનાં સર્વ સુખોથી વિલક્ષણ અને પ્રકર્ષવાળું એવું સહજ સુખ મોક્ષમાં છે એમ યોજન છે. ।।૨૯।ા ભાષ્યઃ लोके तत्सदृशो ह्यर्थः, कृत्स्नेऽप्यन्यो न विद्यते । उपगीयेत तद् येन तस्मान्निरुपमं सुखम् ।। ३० ।

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298