________________
૨૭૩
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૧૦ | સૂગ-૭ ભાષ્યાર્થ :
જીવોની નીચી, તિર્થો અને ઊર્ધ્વગતિ કર્મથી થાય છે. ક્ષીણકર્મવાળા જીવોની ઊર્ધ્વ જ ગતિ તેના ધર્મવાળી છે=જીવતા સ્વભાવવાળી ગતિ છે. II૧૬ ભાષ્ય :द्रव्यस्य कर्मणो यद्वदुत्पत्त्यारम्भवीतयः ।
समं तथैव सिद्धस्य, गतिमोक्षभवक्षयाः ।।१७।। ભાષ્યાર્થ -
જેમ પરમાણુ આદિ દ્રવ્યના કર્મની=ક્રિયાની, ઉત્પત્તિ આરંભ અને વીતિ=ગતિ, સાથે થાય છે–પરમાણુ આદિ દ્રવ્યમાં ક્રિયાની ઉત્પત્તિ થાય છે, ત્યારે જ તેના ગમનનો આરંભ થાય છે અને ત્યારે જ સ્થાનાંતરની પ્રાપ્તિરૂપ ગતિ પણ થાય છે, તેમ આત્મા સિદ્ધ થાય છે ત્યારે સિદ્ધશિલા તરફની ગતિ, મોક્ષ અને ભવક્ષય એક સમયમાં થાય છે.
જેમ કોઈક જીવ કોઈક સ્થાનથી ઍવીને વિગ્રહ ગતિ વગર જન્મ લે ત્યારે આઠમા સમયમાં વેલો હોય તો નવમા સમયે ઉત્પત્તિસ્થાનમાં ગતિ થાય છે, અને નવમા સમયે જ નવા ભવની ઉત્પત્તિ થાય છે, નવમા સમયે જ શરીર બનાવવાની ક્રિયાનો આરંભ થાય છે; તેમ જે સમયે જીવના સર્વ કર્મોનો ક્ષય થાય છે તે જ સમયે જીવનું સિદ્ધશિલા ઉપર ગમન થાય છે. જેમ આઠમા સમયે સંપૂર્ણ કર્મનો ક્ષય થયો હોય તો આઠમા સમયે જ સિદ્ધશિલા ઉપર ગમન થાય છે, અને આઠમા જ સમયે આત્મા સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે અને આઠમા સમયે જ મનુષ્યભવનો ક્ષય પ્રાપ્ત થાય છે. ll૧૭ના ભાષ્ય :उत्पत्तिश्च विनाशश्च, प्रकाशतमसोरिह ।
युगपद् भवतो यद्वत्, तथा निर्वाणकर्मणोः ।।१८।। ભાષ્યાર્થ
જેમ અહીં પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારનો વિનાશ એકીસાથે થાય છે, તેમ નિવણની ઉત્પત્તિ અને કર્મનો નાશ એકસાથે થાય છે. I૧૮ ભાષ્ય :
तन्वी मनोज्ञा सुरभिः, पुण्या परमभास्वरा । प्राग्भारा नाम वसुधा, लोकमूर्ध्नि व्यवस्थिता ।।१९।।