________________
૨૭૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ ભાષ્ય - ऊर्ध्वगौरवधर्माणो, जीवा इति जिनोत्तमैः ।
अधोगौरवधर्माणः, पुद्गला इति चोदितम् ।।१३।। ભાષ્યાર્થ:
ઊર્ધ્વગૌરવધર્મવાળા=ઊર્ધ્વગમન કરે એવા ગૌરવ ધર્મવાળા, જીવો છે, અને અધોગૌરવ ધર્મવાળા પુદ્ગલો છે, એ પ્રમાણે ભગવાન વડે કહેવાયું છે. ll૧૩ ભાષ્ય :यथाऽधस्तिर्यगूर्ध्वं च, लोष्टवाय्वग्निवीतयः ।
स्वभावतः प्रवर्तन्ते, तथोर्ध्वं गतिरात्मनाम् ।।१४।। ભાષ્યાર્થ :
જે પ્રમાણે લોષ્ટનું ટેકાનું, અધોગમન, વાયુનું તિÚગમન અને અગ્નિનું ઊર્ધ્વગમન સ્વભાવથી પ્રવર્તે છે, તે પ્રમાણે આત્માની ઊર્ધ્વગતિ છે. ૧૪ ભાષ્ય -
अतस्तु गतिवैकृत्यमेषां यदुपलभ्यते । कर्मणः प्रतिघाताच्च, प्रयोगाच्च तदिष्यते ।।१५।। ભાષ્યાર્થ:
આથી જીવોની ગતિનું વિકૃતપણું=ઊર્ધ્વગતિથી અન્ય પ્રકારનું ગતિપણું, જે પ્રાપ્ત થાય છે, તે કર્મના પ્રતિઘાતના કારણે કે પ્રયોગના કારણે જીવવા પ્રયત્નના કારણે ઇચ્છાય છે.
આશય એ છે કે જીવનો ઊર્ધ્વગમનનો સ્વભાવ છે, તેથી પ્રયત્ન વગર કર્મથી મુક્ત થયેલા આત્માઓનું ઊર્ધ્વગમન થાય છે; પરંતુ સંસારી જીવોમાં જે ગતિનું વિકૃતપણું પ્રાપ્ત થાય છે અર્થાત્ કેટલાક સંસારી જીવો નરકમાં જાય છે ત્યારે અધોગમન કરે છે, દેવલોકમાં જાય છે ત્યારે ઊર્ધ્વગમન કરે છે, તો વળી ક્યારેક કોઈક ભવમાં જાય છે ત્યારે તિÚગમન કરે છે, તે સર્વ ગમતની પ્રવૃત્તિ કર્મના પ્રતિઘાતથી ઈચ્છાય છે અને સંસારી ત્રસજીવો ઈચ્છાનુસાર ગમન કરે છે તે જીવતા પ્રયોગથી ઇચ્છાય છે. ૧૫
ભાષ્ય :
अधस्तिर्यगथोर्ध्वं च, जीवानां कर्मजा गतिः । ऊर्ध्वमेव तु तद्धर्मा, भवति क्षीणकर्मणाम् ।।१६।।