Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 287
________________ ૨૭૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ / સૂત્ર-૭ ભાષ્યાર્થ ઃ તેથી ક્ષીણ ચાર કર્મોવાળા, પ્રાપ્ત થયેલા યથાખ્યાત સંયમવાળા, બીજબંધનથી નિર્યુક્ત=સંસારના બીજરૂપ ઘાતિકર્મોના બંધનથી મુક્ત થયેલા, સ્નાતક, પરમેશ્વર, શેષ કર્મફળની અપેક્ષાવાળા=અઘાતી એવા શેષ કર્મના ફળની અપેક્ષાવાળા, શુદ્ધ, બુદ્ધ, નિરામય=ભાવરોગ રહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિન કેવલી થાય છે. પ-૬॥ ભાષ્ય : कृत्स्नकर्मक्षयादूर्ध्वं, निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धनो वह्निर्निरुपादानसन्ततिः ।।७।। ભાષ્યાર્થ ઃ જે પ્રમાણે બળેલા ઇંધણવાળો અગ્નિ ઉપાદાન સંતતિ વગરનો છે=ઇંધણના અભાવને કારણે ઓલવાયેલો છે, તે પ્રમાણે સંપૂર્ણ કર્મક્ષયથી ઊર્ધ્વ નિર્વાણને પામે છે=કેવલી નિર્વાણને પામે છે. ।।૭।ા ભાષ્ય : दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्घे, नारोहति भवाङ्कुरः ।।८।। ભાષ્યાર્થ ઃ જે પ્રમાણે બીજ અત્યંત દગ્ધ થયે છતે અંકુરો પ્રાદુર્ભાવ પામતો નથી, તે પ્રમાણે કર્મબીજ દગ્ધ થયે છતે=કર્મબંધનું કારણ એવો સંગનો પરિણામ નાશ થયે છતે, ભવતો અંકુરો પ્રાદુર્ભાવ પામતો નથી. IILII ભાષ્યઃ तदनन्तरमेवोर्ध्वमालोकान्तात् स गच्छति । पूर्वप्रयोगासङ्गत्वबन्धच्छेदोर्ध्वगौरवैः ।।९।। ભાષ્યાર્થ : (૧) પૂર્વપ્રયોગને કારણે, (૨) અસંગપણાને કારણે, (૩) બંધનો છેદ થવાને કારણે અને (૪) ઊર્ધ્વ જવાનો ગૌરવ સ્વભાવ હોવાને કારણે તદ્ અનંતર નિર્વાણ પામતાંની સાથે જ, નિર્વાણ પામનાર આત્મા આલોકના અંત સુધી ઊર્ધ્વમાં જાય છે. ।।૯।। ભાષ્ય : कुलालचक्रे दोलायामिषौ वापि यथेष्यते । पूर्वप्रयोगात् कर्मेह, तथा सिद्धिगतिः स्मृता । । १० ।।

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298