________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭
૨૬૯ બોધથી મહાત્મા ઉચિત પ્રવૃત્તિ કરીને કેવલજ્ઞાન કેવલ દર્શનને પ્રાપ્ત કરીને સર્વકર્મોથી મુક્ત થાય છે.
હવે તત્વાર્થસૂત્રના દશમા અધ્યાયમાં કહેલા પદાર્થોને સ્પષ્ટ કરીને વર્તમાનકાળમાં તત્વાર્થસૂત્રના બળથી જેઓ મોક્ષમાં જઈ શકે તેમ નથી, તેઓને પણ પ્રસ્તુત સૂત્ર દ્વારા કઈ રીતે ઉપકાર થાય છે? તે બતાવવા અર્થે કહે છે –
ભાષ્ય :
एवं तत्त्वपरिज्ञानाद्, विरक्तस्यात्मनो भृशम् । निरास्त्रवत्वाच्छिन्नायां, नवायां कर्मसन्ततौ ।।१।। पूर्वार्जितं क्षपयतो, यथोक्तैः क्षयहेतुभिः । संसारबीजं कार्येन, मोहनीयं प्रहीयते ।।२।। ततोऽन्तरायज्ञानघ्नदर्शनघ्नान्यनन्तरम् ।
प्रहीयन्तेऽस्य युगपत्, त्रीणि कर्माण्यशेषतः ।।३।। ભાષ્યાર્થ:
તત્વાથધિગમસૂત્રમાં જે પ્રમાણે જીવ આદિ સાત તત્વો બતાવ્યાં, તે પ્રમાણે તત્ત્વના પરિજ્ઞાનથી અત્યંત વિરક્ત થયેલા આત્માનું અત્યંત નિરાશ્રવપણું હોવાને કારણે, નવી કર્મની સંતતિ છેદાયે છતે, જે પ્રમાણે પૂર્વમાં કહ્યા એવા કર્મક્ષયના હેતુથી પૂર્વમાં અર્જત કરાયેલા કર્મને નાશ કરતા જીવનું, સંસારનું બીજ એવું મોહનીયકર્મ સંપૂર્ણ નાશ પામે છે. ત્યારપછી આ જીવતાં અંતરાય, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયરૂપ ત્રણેય કર્મો એકસાથે સંપૂર્ણ નાશ પામે છે. ૧થી ૩ના ભાષ્ય :
गर्भसूच्यां विनष्टायां, यथा तालो विनश्यति । तथा कर्म क्षयं याति, मोहनीये क्षयं गते ।।४।। ભાષ્યાર્થ -
જે પ્રમાણે ગર્ભસૂચિ વિનષ્ટ થયે છn=મસ્તકનો ભાગ વિનાશ થયે છતે, તાડવૃક્ષ નાશ પામે છે, તે રીતે મોહનીયકર્મ ક્ષય થયે છતે કર્મ ક્ષયને પામે છે–ત્રણે ઘાતિક ક્ષય પામે છે. જો ભાષ્યઃ
ततः क्षीणचतुष्कर्मा, प्राप्तोऽथाख्यातसंयमम् । बीजबन्धननिर्मुक्तः, स्नातकः परमेश्वरः ।।५।। शेषकर्मफलापेक्षः, शुद्धो बुद्धो निरामयः ।। સર્વઃ સર્વવ , નિનો ભવતિ વેવની ગાદા