Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 285
________________ ૨૧૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ ભાવાર્થ = પૂર્વમાં સમ્યગ્દર્શનથી માંડીને ઉત્તર ઉત્તરની ઉચિત પ્રવૃત્તિઓ દ્વારા મહાત્મા ક્ષપકશ્રેણિને તત્ત્વાર્થસૂત્રમાં વર્ણન કરાયેલા પદાર્થના ક્રમના અનુસાર કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તેનું વર્ણન કર્યું. તે પ્રમાણે ઉચિત પ્રયત્ન કરનારા મહાત્માને શુક્લધ્યાનકાળમાં અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન અત્યાર સુધી કર્યું. તે સર્વ ઋદ્ધિઓ પ્રત્યે તૃષ્ણા વગરના તે મહાત્મા હોવાથી તે લબ્ધિઓ માત્ર શક્તિરૂપે જ તેઓને પ્રાપ્ત થાય છે, પરંતુ તે લબ્ધિઓમાં કોઈ પ્રકારનો રાગભાવ તેઓને નથી, તેથી મને આ લબ્ધિ થઈ છે તે પ્રકારના હર્ષને પામીને તે લબ્ધિનો ઉપયોગ કરવા માટે તે મહાત્મા કોઈ પ્રયત્ન કરતા નથી; પરંતુ મોહના ઉન્મૂલન માટે જ મહાપરાક્રમ ફોરવે છે, જેના બળથી તેઓશ્રી મોહનીયકર્મની ૨૮ ઉત્તરકર્મપ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ કરે છે ત્યારે છદ્મસ્થવીતરાગભાવને પ્રાપ્ત કરે છે. ત્યારપછી અંતર્મુહૂર્તની સાધના દ્વારા જ્ઞાનાવરણીયકર્મને, દર્શનાવરણીયકર્મને અને અંતરાયકર્મને એકસાથે સંપૂર્ણ નાશ કરે છે. તેથી સંસારના બીજના બંધનથી તેઓ મુક્ત બને છે=સંસારના બીજનું બંધન જે ઘાતિકર્મ છે તેનાથી તેઓ મુક્ત થાય છે, અને અઘાતિકર્મો જે વિદ્યમાન છે તેના ફલરૂપે જે દેહ વગેરેનું બંધન છે તેનાથી મુક્ત થવાની અપેક્ષાવાળા છે અર્થાત્ મારે મુક્ત થવું છે તેવા ઔત્સુક્યવાળા નથી; પરંતુ ઉચિતકાળે તેના નાશ માટે ઉચિત યત્ન કરે તેવા પરિણામવાળા તે યોગી છે, તેથી ફલના બંધનથી મોક્ષની અપેક્ષાવાળા છે. અધ્યાય-૧૦ / સૂત્ર-૭ વળી, તે મહાત્મા યથાખ્યાતસંયત છે=મોહની અનાકુળતારૂપ જીવના પરિણામ સ્વરૂપ જે યથાખ્યાતસંયમ છે તે સંયમવાળા છે; જિન છેરાગદ્વેષથી રહિત છે; કેવલી છે=માત્ર જ્ઞાનવાળા જ છે, અજ્ઞાનવાળા નથી અર્થાત્ કેવલ જ્ઞાન જ છે, અજ્ઞાન નથી એવા કેવલી છે; સર્વજ્ઞ છે; સર્વદર્શી છે=સર્વ પદાર્થોને યથાર્થ જાણનારા છે અને યથાર્થ જોનારા છે; શુદ્ધ છેઘાતિકર્મના વિગમનથી શુદ્ધ છે; બુદ્ધ છેઅજ્ઞાનના અભાવને કારણે બુદ્ધ છે; કૃતકૃત્ય છેઘાતિકર્મના નાશરૂપ જે કૃત્ય તેને પૂર્ણ કરેલ હોવાથી કૃતકૃત્ય છે. વળી, સ્નાત છે=ઘાતિકર્મનો નાશ કરેલ હોવાથી ભાવમલ રહિત હોવાથી સ્નાન કરેલા છે=મળ વગરના છે. વેદનીયકર્મના, નામકર્મના, ગોત્રકર્મના અને આયુષ્યકર્મના ક્ષયથી ફલબંધનથી મુકાયેલા=અથાતિકર્મના ફળના બંધનથી મુકાયેલા, નિર્દગ્ધ પૂર્વમાં ઉપાત્ત એવા ઇંધનવાળા=પૂર્વમાં બાંધેલાં કર્મરૂપી ઇંધન જેમણે બાળી નાખ્યાં છે એવા, મુક્તિની પ્રથમ ક્ષણવાળા તે મહાત્મા નિરુપાદાનવાળા છે=અક્રિય થયેલા હોવાથી નવા કર્મના ગ્રહણના અભાવવાળા છે તેથી ઉપાદાન વગરના અગ્નિ જેવા છે અર્થાત્ ઉપાદાન વગરનો અગ્નિ ઓલવાઈ જાય છે, તેમ તેમનો કર્મના સંયોગરૂપ સંસાર નામનો અગ્નિ ઓલવાઈ જાય છે; કેમ કે પૂર્વ ઉપાત્ત ભવનો વિયોગ થાય છે અને નવા ભવની પ્રાપ્તિના હેતુનો અભાવ છે. તેથી ઉત્તરના ભવનો અપ્રાદુર્ભાવ હોવાથી શાંત થયેલા ભવરૂપ અગ્નિવાળા છે. વળી સંસારસુખને ઓળંગીને આત્યન્તિક=સદા રહેનાર, એકાન્તિક=દુઃખના સ્પર્શ વગરના, નિરુપમ, નિરતિશય એવા નિત્ય નિર્વાણ સુખને પ્રાપ્ત કરે છે. In અવતરણિકા : આ રીતે તત્ત્વાર્થસૂત્રના કથનનો ઉપસંહાર કરીને બતાવ્યું કે તત્ત્વાર્થસૂત્રના વચનના સમ્યગ્

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298