Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 284
________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૧૦ | સૂત્ર-૭ ૨૬૭ અગ્નિની શિખા, ધૂમ, બરફ, અવાયરઝાકળ, મધ, વારિધારા, મર્કટના તંતુ=કોળિયાનાં જાળાં, જ્યોતિષ્કના રશ્મિ=સૂર્યનાં કિરણો, વાયુ - આમાંથી અત્યતમને ગ્રહણ કરીને આકાશમાં જાય છે. આકાશમાં ગતિચારીપણું જેનાથી=જે લબ્ધિથી, આકાશમાં ભૂમિની જેમ જાય અને શકુનિની જેમ પ્રડીન આવડીન અને ગમન કરે=સમડીની જેમ ક્યારેક ઉપર જાય, ક્યારેક નીચે જાય તો ક્યારેક તિર્જી ગમન કરે. અપ્રતિઘાતિપણું: પર્વતના મધ્યથી આકાશની જેમ જાય. અત્તર્ધાન: અદશ્ય થાય. કામરૂપીપણુંઃ જુદા જુદા આશ્રયથી અનેક રૂપનું ધારણ એક સાથે પણ કરે. તેજોનિસર્ગમાં સામર્થક તેજોલેશ્યા પ્રયોગ કરવાનું સામર્થ્ય, એ વગેરે લબ્ધિઓ છે. રૂતિ’ શબ્દ બાહ્ય લબ્ધિઓની સમાપ્તિ માટે છે. ઈન્દ્રિયોમાં મતિજ્ઞાનની વિશુદ્ધિના વિશેષથી સ્પર્શન, સ્વાદન, ઘાણ, દર્શન, શ્રવણરૂપ વિષયોને દૂરથી ગ્રહણ કરે. સંભિવજ્ઞાનત્વ : એક સાથે અનેક=અનેક ઇંદ્રિય, વિષયક પરિજ્ઞાન એ વગેરે ઈન્દ્રિયના વિષયવાળી લબ્ધિઓ છે. વળી કોબુદ્ધિપણું, બીજબુદ્ધિપણું, પદ-પ્રકરણ-ઉદ્દેશ્ય-અધ્યાય-પ્રાકૃત-વસ્તુ-પૂર્વાગ અનુસારીપણું, ઋજુમતિપણું, વિપુલમતિપણું, પરિચિતનું જ્ઞાન, અભિલષિત અર્થની પ્રાપ્તિ, અનિષ્ટ અર્થતી અપ્રાપ્તિ એ વગેરે માસ લબ્ધિઓ છે. વાચિકલબ્ધિ, ક્ષીરાસવિત્વ, મધુરાઋવિત્વ, વાદિપણું, સર્વ શબ્દોનું જ્ઞાનપણું, સર્વ જીવોનું અવબોધત એ વગેરે વાચિક લબ્ધિઓ છે. અને વિદ્યાધરત્વ, આશીવિષત્વ, ભિન્નભિન્ન અક્ષરવાળાચોદપૂર્વધરપણું. ‘તિ” શબ્દ ક્ષપકશ્રેણિમાં પ્રાપ્ત થતી ઋદ્ધિઓની સમાપ્તિ માટે છે. ત્યારપછી=પૂર્વમાં વર્ણન કર્યું એવી લબ્ધિઓ પ્રાપ્ત થયા પછી, આનું–ક્ષપકશ્રેણિવાળા મહાત્માનું, વિસ્તૃષ્ણપણું હોવાથી તેઓમાં=પ્રાપ્ત થયેલી લબ્ધિઓમાં, અનભિષક્ત ચિત્તવાળા મોહના ક્ષપક પરિણામની અવસ્થાવાળા તે મહાત્માનું ૨૮ પ્રકારનું મોહનીય સંપૂર્ણપણાથી નાશ પામે છે. ત્યારપછી છદ્મસ્થવીતરાગપણાને પામેલા તે મહાત્માના અંતર્મુહૂર્તથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એક સાથે અશેષથી નાશ પામે છે. તેથી સંસારના બીજના બંધનથી તિર્મુક્ત ફળબંધનના મોક્ષની અપેક્ષાવાળા=અઘાતી કર્મના ફળરૂપે જે દેહાદિ બંધન છે તેનાથી મુક્ત થવાની અપેક્ષાવાળા, યથાખ્યાત સંયત, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી, શુદ્ધ, બુદ્ધ, કૃતકૃત્ય સ્નાતક થાય છે. ત્યારપછી વેદનીય, નામ, ગોત્ર, આયુષ્યના ક્ષયથી ફલબંધનથી વિમુક્ત=જન્મના ફલવાળા કર્મના બંધનથી મુક્ત, નિદગ્ધપૂર્વોપાતઇંધનવાળા=પૂર્વમાં બાંધેલાં કર્મરૂપી ઇંધન જેમણે સંપૂર્ણપણે બાળી નાખ્યાં છે એવા, નિરુપાદાન અગ્નિની જેમ=જેમાં નવાં કર્મ બાંધવાની શક્તિ નાશ પામી છે તેવા નિરુપાદાન અગ્નિ જેવા, પૂર્વોપાત્ત ભવતા વિયોગથી અને ઉત્તરના હેતુના અભાવથી ઉત્તરના ભવના હેતુના અભાવથી, અપ્રાદુર્ભાવ થવાને કારણે શાંત, સંસાર સુખને ઓળંગીને આત્યંતિક, એકાંતિક, તિરુપમ, નિરતિશય નિત્ય નિર્વાણસુખને પ્રાપ્ત કરે છે.

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298