________________
તત્ત્વાર્થાપિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૧૦ | સુત્ર-૭
૨૫ અનુપ્રેક્ષણ દ્વારા પોતાનો અનભિન્કંગભાવ અત્યંત સ્થિર કરવો જોઈએ. આ રીતે અનભિન્કંગભાવ અત્યંત સ્થિર કર્યા પછી તે મહાત્મા સંવૃત પરિણામવાળા હોય છે, નિરાશ્રવ પરિણામવાળા હોય છે, વિરક્ત પરિણામવાળા હોય છે અને તૃષ્ણા વગરના હોય છે, તેથી નવા કર્મબંધના ઉપચયને કરતા નથી.
વળી પરિષદના જયથી=શીતાદિના પરિષદના નિમિત્તને પામીને પણ સમભાવની વૃદ્ધિમાં યત્ન કરીને પરિષદના જયથી, અને બાહ્ય-અત્યંતર તપ અનુષ્ઠાનના સેવનથી અને અનુભાવથી=ક્ષયોપશમભાવના કર્મના વિપાકથી, અવિરતસમ્યગ્દષ્ટિથી માંડીને જિન પર્યન્તના પરિણામના અધ્યવસાયના વિશુદ્ધ સ્થાનાંતરો વિષયક અસંખ્યગુણ ઉત્કર્ષની પ્રાપ્તિ દ્વારા પૂર્વ ઉપચિત કર્મની નિર્જરા કરનારા તે મહાત્મા બને છે અર્થાત્ નિસ્તૃષ્ણ આદિ ભાવો કર્યા પછી પરિષહજયમાં યત્ન કરીને ગુણસ્થાનકની વૃદ્ધિમાં તે મહાત્મા યત્ન કરે છે. સંયમનાં બાહ્ય અનુષ્ઠાનો અંતરંગભાવોની વૃદ્ધિનાં કારણ બને તે રીતે સેવે છે અને કર્મોનો વિપાક ક્ષયોપશમભાવરૂપે વર્તે તે રીતે યત્ન કરે છે. પોતે સમ્યગ્દર્શનથી માંડીને જિન અવસ્થા સુધીના પરિણામના અધ્યવસાયવિશુદ્ધિનાં સ્થાનો પૈકી જે સ્થાનોમાં જઈ શકે તેમ હોય તે સ્થાનોની પ્રાપ્તિને અનુકૂળ અપ્રમાદથી યત્ન કરીને અસંખ્યગુણના ઉત્કર્ષની પ્રાપ્તિથી પૂર્વોપચિત કર્મની નિર્જરા કરે છે, જેનાથી સતત ઉપર ઉપરનાં સંયમસ્થાનોને અનુકૂળ સંચિતવીર્યવાળા તે મહાત્મા બને છે. તેથી સામાયિકચારિત્રથી માંડીને સૂક્ષ્મસંપરાયચારિત્ર સુધીના સંયમનાં વિશુદ્ધસ્થાનોને ઉત્તર ઉત્તર પ્રાપ્ત કરે છે.
વળી, પુલાકનિગ્રંથ આદિના સંયમપાલનના વિશુદ્ધ સ્થાનવિશેષોને ઉત્તર ઉત્તર પ્રાપ્ત કરીને યત્ન કરતા તે મહાત્મા અત્યંત ક્ષીણ થયેલા આર્તધ્યાન, રૌદ્રધ્યાનવાળા બને છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્મા પોતાની શક્તિ અનુસાર ઉત્તર-ઉત્તરની ભૂમિકામાં જવા માટેના અંતરંગ પરિણામોનો ઉત્કર્ષ થાય તે રીતે બહિરંગ સર્વ ઉચિત આચરણાઓ કરે છે તેઓ પુલાક આદિ નિગ્રંથોમાંથી જે નિગ્રંથ અવસ્થાને પામેલ હોય તેના વિશુદ્ધ સ્થાનવિશેષોને ઉત્તર ઉત્તર પ્રાપ્ત કરે છે અને તે રીતે ચેષ્ટા કરતાં-કરતાં તે મહાત્મા આર્તધ્યાન, રૌદ્રધ્યાનના પરિણામની શક્તિને અત્યંત ક્ષણ કરે છે અને ધર્મધ્યાનને પોતાની પ્રકૃતિરૂપે કરીને તેના બળથી પ્રાપ્ત થયેલા સમાધિબળવાળા થાય છે. જેના બળથી પૃથક્વવિતર્ક અને એકત્વવિતર્ક નામના શુક્લધ્યાનમાંથી અન્યતર શુક્લધ્યાનમાં વર્તતા એવા મહાત્મા અનેક પ્રકારની વિશેષ ઋદ્ધિઓને પ્રાપ્ત કરે છે. II
ભાષ્ય :
तद्यथा - आमर्शाषधित्वं विगुडौषधित्वं सर्वोषधित्वं शापानुग्रहसामर्थ्यजननीमभिव्याहारसिद्धिमीशित्वं वशित्वं अवधिज्ञानं शारीरविकरणाङ्गप्राप्तितामणिमानं लघिमानं महिमानं अणुत्वम् । अणिमा बिसच्छिद्रमपि प्रविश्यासीत । लघुत्वं नाम लघिमा वायोरपि लघुतरः स्यात् । महत्त्वं महिमा मेरोरपि महत्तरं शरीरं विकुर्वीत । प्राप्तिभूमिष्ठोऽङ्गुल्यग्रेण मेरुशिखरभास्करादीनपि स्पृशेत् । प्राकाम्यमप्सु भूमाविव गच्छेत्, भूमावप्स्विव निमज्जेदुन्मज्जेच्च । जयाचारणत्वं येनाग्निशिखाधूमनीहारावश्यायमेघवारिधारामर्कटतन्तुज्योतिष्करश्मिवायूनामन्यतममप्युपादाय वियति