Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 274
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ ભાષ્યાર્થ ઃ ज्ञानम् કૃતિ ।। જ્ઞાન=સિદ્ધ થનારા જીવોના જ્ઞાનદ્વારને આશ્રયીને અલ્પબહુત્વ બતાવે છે કયા મહાત્મા કયા જ્ઞાનથી સિદ્ધ થાય છે? એ પ્રકારનો પ્રશ્ન છે. પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયના મતે સર્વ કેવલી સિદ્ધ થાય છે. (તેથી તેના મતે) અલ્પબહુત્વ નથી. પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયના મતે સર્વ થોડા દ્વિજ્ઞાનસિદ્ધો છે. તેનાથી ચતુર્દાસિદ્ધો સંખ્યેયગુણા છે. તેનાથી ત્રિજ્ઞાનસિદ્ધો સંખ્યયગુણા છે. આ રીતે તાવત્ અવ્યંજિત કહેવાયા=અવ્યંજિત જ્ઞાનમાં સિદ્ધ થનાર વિષયક અલ્પબહુત્વ કહેવાયું. વ્યંજિતમાં પણ=વ્યંજિત જ્ઞાનોમાં પણ અલ્પબહુત્વ બતાવે છે સર્વ થોડા મતિશ્રુતજ્ઞાનસિદ્ધો છે. તેના કરતાં મતિ-શ્રુત-અવધિ-મનઃપર્યવજ્ઞાનસિદ્ધો સંખ્યાતગુણા છે. તેના કરતાં મતિ-શ્રુત-અવધિજ્ઞાનસિદ્ધો સંખ્યયગુણા છે. ‘કૃતિ' શબ્દ જ્ઞાનદ્વારની સમાપ્તિ અર્થે છે. ।। ..... ૨૫૭ - = ભાવાર્થ: જ્ઞાનદ્વારને આશ્રયીને અલ્પબહુત્વ : મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન મોક્ષપ્રાપ્તિ પ્રત્યે કારણ હોવા છતાં માત્ર મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના બળથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કે વીતરાગપણાની પ્રાપ્તિ દુષ્કર છે તેથી મતિ-શ્રુતજ્ઞાન સિદ્ધો થોડા છે અર્થાત્ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન દ્વારા કેવલજ્ઞાન પામીને સિદ્ધ થનારા જીવો સહુથી થોડા છે. વળી, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન એ ચારે જ્ઞાનો સિદ્ધ થવામાં અતિ ઉ૫કા૨ક છે. તેથી તે ચારે જ્ઞાનોને પામીને વીતરાગ થવું કાંઈક સુલભ છે. તેથી તે ચારે જ્ઞાનો દ્વારા કેવલજ્ઞાનને પામીને મોક્ષમાં જનારા સંખ્યાતગુણા છે. વળી, મન:પર્યવજ્ઞાન સંયમના વિશિષ્ટ સ્થાનને સ્પર્શનારા મહાત્માને જ થાય છે. તેથી મનઃપર્યવજ્ઞાનને પામ્યા વગર મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના બળથી કેવલજ્ઞાનને પામીને સિદ્ધ થનારા જીવો સંખ્યાતગુણા છે. II ભાષ્યઃ अवगाहना । सर्वस्तोका जघन्यावगाहनासिद्धाः, उत्कृष्टावगाहनासिद्धास्ततोऽसङ्ख्येयगुणाः, यवमध्यसिद्धा असङ्ख्येयगुणाः, यवमध्योपरिसिद्धा असङ्ख्येयगुणाः, यवमध्याधस्तात् सिद्धा विशेषाથિા, સર્વે વિશેષાધિાઃ 1 ભાષ્યાર્થ : ..... अवगाहना , વિશેષાધિશઃ ।। અવગાહના=સિદ્ધ થનારા જીવોના અવગાહનાદ્વારને આશ્રયીને અલ્પબહુત્વ બતાવે છે સર્વ થોડા જઘન્ય અવગાહનાવાળા સિદ્ધ છે, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સિદ્ધ તેનાથી અસંખ્યગુણા છે=જઘન્ય અવગાહવાવાળા જીવો કરતાં અસંખ્યગુણા છે. યવમધ્યસિદ્ધ=

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298