________________
૨૬૦
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ / અધ્યાય-૧૦ | સૂગ-૭ સતત મોક્ષ પ્રાપ્ત કરનારા સિદ્ધો સંખ્યાતગુણા છે. તેઓના કરતાં બે સમય સુધી સતત મોક્ષ પ્રાપ્ત કરનારા સિદ્ધો સંખ્યાતગુણા છે.
ત્યારપછી એક સમય મોક્ષ પ્રાપ્ત કરનારા જીવોની અનંતરતાની પ્રાપ્તિ નથી; કેમ કે એ સમય સુધી અંતર વગર જનારામાં જ અનંતરની પ્રાપ્તિ થાય છે.
આ રીતેઅનંતરદ્વારમાં પૂર્વમાં બતાવ્યું એ રીતે, સાંતર મોક્ષ જનારામાં પણ અલ્પબદુત્વ કહેવું જોઈએ. તેથી સાંતરદ્વારમાં અલ્પબદુત્વ બતાવે છે –
સર્વ થોડા છ મહિનાના અંતરે સિદ્ધ થનારા જીવો છે. તેથી એ પ્રાપ્ત થાય કે અત્યાર સુધી જે સિદ્ધના જીવો છે અને તેમાંથી જેઓ અંતર સહિત ગયા છે તેવા જીવોમાંથી જે છ મહિનાના અંતરે મોક્ષ પામ્યા તેવા જીવોની સંખ્યા અનંતની છે, તે સંખ્યા અન્ય આંતરાવાળા જીવો કરતાં સૌથી અલ્પ છે. તેના કરતાં એક સમયના આંતરાથી સિદ્ધ થયેલા સંખ્યાતગુણા છે. વળી યવમધ્યમાં રહેલા આંતરાથી સિદ્ધ થનારા સંખ્યયગુણા છે. તેના કરતાં યવમધ્યથી નીચેમાં રહેલા આંતરાથી સિદ્ધ થનારા જીવો સંખ્યાતગુણા છે અને યવમધ્યથી ઉપરમાં રહેલા આંતરાથી સિદ્ધ થનારા જીવો વિશેષાધિક છે.
તેથી એ પ્રાપ્ત થાય કે છ મહિનાના અંતરે જે સિદ્ધ થનારા છે તેના મધ્યભાગમાં સિદ્ધ થનારા જીવો યવમધ્યમાં રહેલા સાંતરસિદ્ધ કહેવાય અર્થાત્ ત્રણ માસ આંતરાવાળા સિદ્ધ કહેવાય. યવમધ્યથી નીચેના ભાગમાં રહેલા આંતરાવાળા યવમધ્યભાગના આંતરાવાળા કરતાં સંખ્યાતગુણા છે અને યવમધ્યથી ઉપરના ભાગમાં રહેલા તેના કરતાં વિશેષાધિક છે. યવમધ્યમાં નીચેના ભાગમાં રહેલા–ત્રણ મહિનાથી માંડીને બે સમયના આંતરાવાળા સિદ્ધમાં જનારા જીવો છે, તેઓ યવમધ્યના આંતરાવાળા જીવો કરતાં સંખ્યાતગુણા છે અને ત્રણ મહિનાથી માંડીને છ મહિનાથી એક સમય ન્યૂન એવા આંતરાવાળા યવમધ્યના ઉપરના આંતરાવાળા સિદ્ધના જીવો છે તે વિશેષાધિક છે અને યવમધ્યના ઉપરના આંતરાવાળા સિદ્ધ કરતાં સર્વ સિદ્ધના જીવો વિશેષાધિક છે. તેથી યવમધ્યના ઉપરના આંતરાવાળા સિદ્ધના જીવોમાં અન્ય સર્વ આંતરાવાળા કે આંતરા વગર સિદ્ધ થયેલા જીવોનો પ્રક્ષેપ કરવામાં આવે તોપણ યવમધ્યના ઉપરના સિદ્ધાં કરતાં દ્વિગુણ પ્રાપ્ત થતા નથી, પરંતુ યવમધ્યના ઉપરના સિદ્ધો કરતાં કાંઈક અધિક પ્રાપ્ત થાય છે. II ભાષ્ય :
सङ्ख्या । सर्वस्तोका अष्टोत्तरशतसिद्धाः, विपरीतक्रमात् सप्तोत्तरशतसिद्धादयो यावत् पञ्चाशदित्यनन्तगुणाः । एकोनपञ्चाशदादयो यावत् पञ्चविंशतिरित्यसङ्ख्येयगुणाः । चतुर्विंशत्यादयो यावदेक इति सङ्ख्येयगुणाः । विपरीतहानिर्यथा - सर्वस्तोका अनन्तगुणहानिसिद्धाः, असङ्ख्येयगुणहानिसिद्धा अनन्तगुणाः, सङ्ख्येयगुणहानिसिद्धाः सङ्ख्येयगुणा इति । ભાષ્યાર્થ:સંધ્યા ... રતિ | સંખ્યા=સિદ્ધ થતારા જીવોના સંખ્યા દ્વારને આશ્રયીને અલ્પબદુત્વ બતાવે