________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭
૨૬૧ છે – સર્વ થોડા ૧૦૮ સિદ્ધ થનારા છે. વિપરીત ક્રમથી=૧૦૮ પછી ૧૦૯ આદિ કરતાં વિપરીત એવા ૧૦૭ આદિના ક્રમથી, ૧૦૭ સિદ્ધ થનારા આદિ પચાસ સુધી અનંતગુણા છે. ૪૯થી માંડીને ૨૫ સુધી અસંખ્યગુણા છે એક સાથે ૫૦ જીવો મોક્ષમાં જનાર હોય તેના કરતા એક સમયમાં ૪૯ જીવો મોક્ષમાં જનાર હોય તેવા અસંખ્યાતગુણા છે. તેના કરતાં ૪૮ એક સાથે જનારા અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે ૨૫ સુધી અસંખ્યાતગુણા જાણવા. વળી ૨૪થી માંડીને એક સુધી સંખ્યયગુણા જાણવા. વિપરીત હાનિ આ પ્રમાણે છે – સર્વ થોડા અનંતગુણહારિસિદ્ધ છે, અસંખ્યગુણહારિસિદ્ધો અનંતગુણા છે, સંખ્યયગુણહાલિસિદ્ધો સંખ્યયગુણા છે.
તિ' શબ્દ સૂત્રસ્પર્શી ભાષની સમાપ્તિ અર્થે છે. II ભાવાર્થ :સંખ્યાહારને આશ્રયીને અલ્પબદુત્વઃ
એક સમયમાં સિદ્ધ થનારા ૫૦થી માંડીને ઉત્કૃષ્ટ એક સમયે સિદ્ધ થનારા ૧૦૮ની પ્રાપ્તિ થાય છે. તેમાં એક સાથે ૧૦૮ સિદ્ધ થનારા જીવો કરતાં એક સાથે ૧૦૭ સિદ્ધ થનારા અનંતગુણા છે અને તે એક સાથે ૫૦ સિદ્ધ થનારા સુધી ઉત્તર-ઉત્તરના અનંતગુણા છે. તેથી અર્થથી એ ફલિત થાય કે એક સાથે ૫૦ સિદ્ધ થનારા જીવો કરતાં એક સાથે ૫૧ સિદ્ધ થનારા જીવો અનંતગુણહીન છે. તેથી એ પ્રાપ્ત થાય કે સામાન્યથી એક સાથે ૫૦ સિદ્ધ થનારા જીવો અનંતા મોક્ષમાં જાય ત્યારે એક સાથે ૫૧ સિદ્ધ થનારા જીવો પ્રાપ્ત થાય. આથી અત્યાર સુધી મોક્ષમાં ગયેલા જે જીવો છે, તેમાં એક સાથે ૫૦ ગયેલા જીવોની જે સંખ્યા છે તેનાથી અનંતમો ભાગ એક સાથે ૫૧ જનારા જીવોની સંખ્યા છે. તેથી કોઈક કાળમાં એક સાથે ૫૧ સિદ્ધ થનારા ૨-૪ પ્રાપ્ત થાય તોપણ બહુલતાએ અનંતકાળ પછી જ એક સાથે ૫૧ સિદ્ધ થનારાની પ્રાપ્તિ થતી હોય છે. તે રીતે બાવનથી માંડીને ૧૦૮ સુધી અનંત-અનંતગુણહાનિ છે. તેથી પૂર્વની સંખ્યાવાળા એક સાથે સિદ્ધ થનારા કરતાં ઉત્તરની સંખ્યાવાળા સિદ્ધ થનારા અનંતગુણહીન હોવાને કારણે અનંતકાળ પછી તે તે સંખ્યાની પ્રાપ્તિ થાય છે. તેથી એક સાથે ૧૦૮ સિદ્ધ થનારા સહુથી થોડા છે. માટે ઘણા અનંતકાળના આંતરે ૧૦૮ એક સાથે સિદ્ધ થનારાની પ્રાપ્તિ છે, તેમ સામાન્યથી નિયમ પ્રાપ્ત થાય.
વળી ૧૦૮થી માંડીને ૫૦ એક સાથે સિદ્ધ થનારામાં વિપરીત ક્રમથી અનંતગુણ-અનંતગુણવૃદ્ધિની પ્રાપ્તિ છે. તેમ ૪૯થી માંડીને એક સાથે ૨૫ સિદ્ધ થનારાની સંખ્યામાં અસંખ્યગુણ-અસંખ્યગુણવૃદ્ધિની પ્રાપ્તિ છે. તેથી ૨૫ એક સમયે સિદ્ધ થનારા કરતાં એક સમયે ૨૯ સિદ્ધ થનારા અસંખ્યાતકાળે પ્રાપ્ત થાય. એ જ રીતે ૨૦ કરતાં ૨૭ આદિમાં પણ અસંખ્યકાળનું આંતરું બહુલતાએ પ્રાપ્ત થાય.
વળી એક સાથે ૨૪ સિદ્ધ થનારા, ર૩ સિદ્ધ થનારા ઇત્યાદિથી માંડીને એક સુધી એક સાથે સિદ્ધ થનારા સંખ્યયગુણા છે. તેથી એ પ્રાપ્ત થાય કે સૌથી વધારે એક સમયમાં એક સિદ્ધ થનારાની જ સંખ્યા છે. એક સાથે બે થનારાની સંખ્યા સંખ્યાતગુણહીન છે. આ ક્રમથી ૧૦૮ સિદ્ધ થનારા સૌથી અલ્પ મળે છે. વળી વિપરીત હાનિ પૂર્વના ત્રણ વિભાગોમાં કઈ રીતે છે ? તે બતાવે છે –