________________
૨૫૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ ઉત્કૃષ્ટ અને જઘન્યથી મધ્યમ અવગાહનાવાળા સિદ્ધો અસંખ્યગુણા છે. યવમધ્યના ઉપરિ સિદ્ધ તેનાથી અસંખ્યગુણા છે. યવમધ્યથી નીચેના સિદ્ધ વિશેષાધિક છે, સર્વ સિદ્ધો વિશેષાધિક છે. I ભાવાર્થ:અવગાહનાદ્વારને આશ્રયીને અલ્પબહુત્વ ઃ
સર્વ થોડા જઘન્યઅવગાહનાસિદ્ધ છે; કેમ કે વીરપ્રભુના કાળમાં સિદ્ધ થનારા જીવો જ જઘન્ય અવગાહનામાં સિદ્ધ થાય છે. તેથી અનંત કાળમાં અનંતા સિદ્ધો જઘન્ય અવગાહનામાં સિદ્ધ થયેલા હોવા છતાં સર્વ જઘન્ય સંખ્યા જઘન્યઅવગાહનાથી સિદ્ધ થનારાની છે. તેના કરતાં ઉત્કૃષ્ટઅવગાહનાથી સિદ્ધ થનારા જીવો અસંખ્યગુણા છે; કેમ કે પ્રથમ તીર્થંકરના કાળમાં અને મહાવિદેહમાં ઉત્કૃષ્ટઅવગાહનાથી સિદ્ધ થનારા કેટલાક જીવો પ્રાપ્ત થાય છે. જેઓ ૫૦૦ ધનુષ્યથી અધિક ધનુષ પૃથક્ક્સ માનવાળા છે.
ઉત્કૃષ્ટઅવગાહનાસિદ્ધ કરતાં યવમધ્યસિદ્ધ અસંખ્ય ગુણા છે; કેમ કે ઋષભદેવ ભગવાનના કાળમાં પણ જેઓ જન્મ્યા પછી ૫૦૦ ધનુષની કાયા સુધી પહોંચ્યા નથી; પરંતુ જઘન્ય અને ઉત્કૃષ્ટની વચમાં ૨૫૦ ધનુષની આસપાસની અવગાહનાવાળા છે તેવા સિદ્ધ થનારા જીવો અસંખ્યાતગુણા પ્રાપ્ત છે; કેમ કે ઋષભદેવ ભગવાનના કાળમાં પણ જેઓની કાયા લાખ પૂર્વાદિના કાળ સુધીમાં જ વિકસેલી છે અને કેવલજ્ઞાનને પામીને સિદ્ધ થાય છે. તેથી ૫૦૦ ધનુષની અપેક્ષાએ અડધાની આસપાસની કાયાની પણ પ્રાપ્તિ છે અને અનેક તીર્થંકરોના કાળમાં=પાંચ ભરતક્ષેત્રમાં અને પાંચ ઐરવતક્ષેત્રમાં ઋષભદેવ ભગવાનથી અન્ય તીર્થંકરોના કાળમાં, જેઓ ૨૫૦ ધનુષની આસપાસના છે અને સિદ્ધ થાય છે તે સર્વની યવમધ્યમાં પ્રાપ્તિ છે. તેથી અસંખ્યાતગુણાની પ્રાપ્તિ છે; કેમ કે ઋષભદેવ પ્રભુના કાળમાં પણ જેઓ નાની ઉંમરમાં કેવળજ્ઞાન પામે છે અને લાખપૂર્વાદિના આયુષ્યવાળા છે તેઓ બાલ્યકાલ આદિની અવસ્થામાં જ સિદ્ધ થનારા છે. તેથી ૫૦૦ ધનુષ કરતાં અડધી ઊંચાઈવાળા મહાવિદેહક્ષેત્રમાં તથા ઋષભદેવ આદિ અન્ય તીર્થંકરોના કાળમાં પ્રાપ્ત થાય છે.
વળી યવમધ્યથી ઉ૫૨માં સિદ્ધ થનારા અસંખ્યાતગુણા છે; કેમ કે ઉત્કૃષ્ટ અવગાહના સિવાયના અને મધ્યમ અવગાહનાથી ઉપરના સર્વ જીવોનું આમાં ગ્રહણ છે. તેથી મહાવિદેહક્ષેત્રમાં પણ ૫૦૦ ધનુષની કાયાવાળા કે તેનાથી નીચેની કાયાવાળા સર્વનો સંગ્રહ યવમધ્યઉપરિ સિદ્ધોમાં છે. તેથી તેમાં અસંખ્યાતગુણાની પ્રાપ્તિ છે.
વળી યવમધ્યની નીચેમાં સિદ્ધ થનારા વિશેષાધિક છે; કેમ કે યવમધ્યના ઉપરિમાં સિદ્ધ થનારા કરતાં યવમધ્ય નીચેના=૫૦૦ ધનુષ્યના અડધાથી નીચેના અને જઘન્યથી ઉપરના મહાવિદેહક્ષેત્ર આદિમાં પણ નાની ઉંમરમાં સિદ્ધ થનારા જીવોની પ્રાપ્તિ થઈ શકે છે. ત્યાં પણ ૮ કે ૯ વર્ષે કેવળજ્ઞાન પામેલા અને ૧૦૦૦ | ૨૦૦૦ કે લાખ વર્ષ જીવનારા સર્વે યવમધ્યની નીચેની અવગાહનાવાળા જ પ્રાપ્ત થશે. તેથી યવમધ્યના ઉપરિ કરતાં વિશેષાધિક યવમધ્યની નીચેના છે. તેમાં જઘન્ય અવગાહનાવાળાદિ સર્વનો સંગ્રહ ક૨વામાં આવે તો તેનાથી પણ વિશેષાધિક પ્રાપ્ત થાય. II