________________
૨૫૬
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ આ સર્વ કથનથી એ પ્રાપ્ત થાય કે બાવીશ તીર્થકરના કાળમાં સાધુઓ અવશ્ય સામાયિકચારિત્રવાળા હોય છે. સામાયિકચારિત્રને છોડીને છેદોપસ્થાપ્યચારિત્ર આદિ ત્રણ ચારિત્રની પ્રાપ્તિ મૂલપ્રાયશ્ચિત્ત વગર સંભવે નહીં. પહેલા તથા છેલ્લા તીર્થકરના કાળમાં છેદોપસ્થાપ્યચારિત્ર હોય છે તો પણ તે સામાયિકચારિત્રપૂર્વક જ હોય છે, તેથી જેઓએ મૂલપ્રાયશ્ચિત્ત પ્રાપ્ત કર્યું છે તેઓને જ સામાયિકચારિત્ર અને પૂર્વનું છેદોપસ્થાપ્યચારિત્ર નાશ પામે છે અને નવું અપાયેલું છેદોપસ્થાપ્યચારિત્ર પ્રાપ્ત થાય છે.
જેઓ ગૃહસ્થ-લિંગમાં કે અન્યલિંગમાં સિદ્ધ થાય છે તેઓ પણ ભાવથી સામાયિકચારિત્રને પ્રાપ્ત કરે છે અને ક્ષપકશ્રેણિ કાળમાં સૂક્ષ્મસંપરાયચારિત્રને અને યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત કરે છે. જેઓ મૂલપ્રાયશ્ચિત્ત પામ્યા છે તેઓને પણ છેદોપસ્થાપ્યચારિત્ર કાળમાં ભાવથી સામાયિકનો પરિણામ હોય છે તો પણ તે સામાયિકના પરિણામનો અંતર્ભાવ છેદોપસ્થાપ્યચારિત્રમાં થાય છે. તેથી છેદોપસ્થાપ્યચારિત્રથી સામાયિકની પૃથર્ ગણના કરેલ નથી. II ભાષ્ય :
प्रत्येकबुद्धबोधितः । सर्वस्तोकाः प्रत्येकबुद्धसिद्धाः, बुद्धबोधितसिद्धा नपुंसकाः सङ्ख्येयगुणाः, बुद्धबोधितसिद्धाः स्त्रियः सङ्ख्येयगुणाः, बुद्धबोधितसिद्धाः पुमांसः सङ्ख्येयगुणा इति । ભાષ્યાર્થ :પ્રવૃદ્ધોધિતઃ તિ | પ્રત્યેકબુદ્ધબોધિત=સિદ્ધ થનારા જીવોના પ્રત્યેકબુદ્ધબોધિત દ્વારને આશ્રયીને અલ્પબદુત્વ બતાવે છે – સર્વ થોડા પ્રત્યેકબુદ્ધસિદ્ધ છે. તપુંસક એવા બુદ્ધબોધિતસિદ્ધો તેનાથી સંખ્યયગુણા છે. સ્ત્રી એવા બુદ્ધબોધિતસિદ્ધો તેનાથી સંખ્યયગુણા છે. પુરુષ એવા બુદ્ધબોધિતસિદ્ધો તેનાથી સંખ્યયગુણા છે.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. II ભાવાર્થ :પ્રત્યેકબુદ્ધબોધિતહારમાં અલ્પબદુત્વઃ
પ્રત્યેકબુદ્ધ હંમેશાં પુરુષ જ હોય છે. બુદ્ધબોધિત=બુદ્ધ પુરુષોથી બોધિત, જીવો ઘણા હોય છે. તેમાં લિંગને આશ્રયીને અલ્પબદુત્વ બતાવેલ છે, જે સુગમ છે. II ભાષ્ય :
ज्ञानम् । कः केन ज्ञानेन युक्तः सिध्यति ? प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्य सर्वः केवली सिध्यति । नास्त्यल्पबहुत्वम् । पूर्वभावप्रज्ञापनीयस्य सर्वस्तोका द्विज्ञानसिद्धाः, चतुर्ज्ञानसिद्धाः सङ्ख्येयगुणाः, त्रिज्ञानसिद्धाः सङ्ख्येयगुणाः, एवं तावदव्यजिते । व्यजितेऽपि सर्वस्तोका मतिश्रुतज्ञानसिद्धाः, मतिश्रुतावधिमनःपर्यायज्ञानसिद्धाः सङ्ख्येयगुणाः, मतिश्रुतावधिज्ञानसिद्धाः सङ्ख्येयगुणा इति ।