________________
૨૫૪
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ / અધ્યાય-૧૦ | સૂત્ર-૭ सङ्ख्येयगुणाः, सामायिकछेदोपस्थाप्यसूक्ष्मसम्पराययथाख्यातसिद्धाः सङ्ख्येयगुणाः, (सामायिकपरिहारविशुद्धिसूक्ष्मसम्पराययथाख्यातसिद्धाः सङ्ख्येयगुणाः,) सामायिकसूक्ष्मसम्पराययथाख्यातचारित्रसिद्धाः सङ्ख्येयगुणाः, छेदोपस्थाप्यसूक्ष्मसम्पराययथाख्यातचारित्रसिद्धाः सङ्ख्येयगुणाः ।
જ કૌંસનો વિકલ્પ ઉચિત જણાતો નથી, પૂર્વમુદ્રિત સિદ્ધસેનગણિવાળી ટીકાના પુસ્તકમાં પણ કૌંસમાં જ છે. ભાષ્યાર્થઃ
વારિત્રમ્ ... સયેયપુI | ચારિત્ર=સિદ્ધ થનારા જીવોના ચારિત્રદ્વારને આશ્રયીને અલ્પબહુત્વ બતાવે છે – અહીં પણ=ચારિત્રદ્વારમાં પણ, બે વયો છેઃ (૧) પ્રત્યુત્પણભાવપ્રજ્ઞાપનીય અને (૨) પૂર્વભાવપ્રજ્ઞાપનીય. પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયતયના મતે વોચારિત્રીનોઅચારિત્રી સિદ્ધ થાય છે, તેથી અલ્પબદુત્વ નથી. પૂર્વભાવપ્રજ્ઞાપનીયતયના મતમાં વ્યંજિતચારિત્રમાં સિદ્ધ થાય છે અને અવ્યંજિતચારિત્રમાં સિદ્ધ થાય છે. અત્યંજિતચારિત્રમાં પાંચ ચારિત્રવાળા સિદ્ધો સર્વસ્તોક છે. ચાર ચારિત્રવાળા સિદ્ધો તેનાથી સંખ્યયગુણા છે. ત્રણ ચારિત્રવાળા સિદ્ધો તેનાથી સંખ્યયગુણા છે.
વ્યંજિતમાં=વ્યંજિતચારિત્રમાં, સર્વ થોડા સામાયિકચારિત્ર-છેદોપસ્થાપ્યચારિત્ર-પરિહારવિશુદ્ધિચારિત્ર-સૂક્ષ્મસંપરાયચારિત્ર-વ્યથાખ્યાતચારિત્રસિદ્ધ છે. તેનાથી સંખ્યાતગુણા છેદોપસ્થાપ્યચારિત્રપરિહારવિશુદ્ધિચારિત્ર-સૂક્ષ્મસંપરાયચારિત્ર-યથાખ્યાતચારિત્રસિદ્ધ છે. (વળી તેનાથી સંખ્યાતગુણા સામાયિકચારિત્ર-પરિહારવિશુદ્ધિચારિત્ર-સૂક્ષ્મસંપરાયચારિત્રયથાવાતચારિત્રસિદ્ધ છે.) તેનાથી સંખ્યાતગુણા સામાયિકચારિત્ર-સૂક્ષ્મસંપરાયચારિત્ર-યથાખ્યાતચારિત્રસિદ્ધ છે. તેનાથી સંખ્યાતગુણા છેદોપસ્થાપ્યચારિત્ર-સૂક્ષ્મસંપરા ચારિત્ર-વ્યથાખ્યાતચારિત્રસિદ્ધ છે. | ભાવાર્થ :ચારિત્રદ્વારને આશ્રયીને અલ્પબદુત્વ :ચારિત્રદ્વારમાં અલ્પબદુત્વ બતાવે છે –
બે કે બેથી અધિક સ્થાનો હોય ત્યારે જ અલ્પબદુત્વ પ્રાપ્ત થાય. પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયથી જીવ સિદ્ધઅવસ્થાને પ્રાપ્ત કરે છે તે સમયે જ સિદ્ધ થાય છે. તે વખતે નિર્જરાના કારણભૂત ચૌદે ગુણસ્થાનકમાં વર્તતું ચારિત્ર તે સમયમાં નથી અને અવિરતિરૂપ અચારિત્ર પણ નથી. તેથી નોચારિત્રીનોઅચારિત્રી સિદ્ધ થાય છે. તેના વિષયમાં એક જ સ્થાન હોવાથી અલ્પબદુત્વ નથી.
વળી પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી ચારિત્રદ્વારમાં અલ્પબદુત્વની વિચારણા કરવામાં આવે ત્યારે વ્યંજિત અને અત્યંજિત એમ બે ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ત્યાં અચંજિતચારિત્ર એટલે સંખ્યાથી ચારિત્રની ગણના કરી, નામોલ્લેખથી ચારિત્રની ગણના કરી નથી. તેમાં પાંચ ચારિત્રથી સૌથી થોડા જીવો સિદ્ધ થાય છે, ચાર ચારિત્રથી સંખ્યાતગુણા જીવો સિદ્ધ થાય છે અને ત્રણ ચારિત્રથી તેનાથી સંખ્યાતગુણા જીવો સિદ્ધ થાય છે.