________________
૨૫૩
તત્ત્વાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ ભાષ્યાર્થ:
તીર્થ.... કૃતિ | તીર્થ=સિદ્ધ થનારા જીવોના તીર્થદ્વારને આશ્રયીને અલ્પબદુત્વ બતાવે છે – તીર્થકરના તીર્થમાં સર્વ થોડા તીર્થંકરસિદ્ધ છે. તોતીર્થંકરસિદ્ધ-તીર્થકર થયા વગરના સિદ્ધો, સંખ્યાતગુણા
છે.
ત્તિ” શબ્દ તીર્થને આશ્રયીને સર્વ સિદ્ધોના ભેદની સમાપ્તિ માટે છે. પૂર્વમાં નોતીર્થંકરસિદ્ધ તીર્થંકરસિદ્ધ કરતાં સંખ્યાતગુણા છે, તેમ કહ્યું. હવે તે નોતીર્થંકરસિદ્ધના જ ભેદને આશ્રયીને ત્રણ અવાંતર ભેદો સ્વીકારીને અલ્પબદુત્વ બતાવે છે –
તીર્થકરના તીર્થમાં સિદ્ધ થનારા નપુંસકો સંખ્યયગુણા છે=તીર્થંકરસિદ્ધ કરતાં નપુંસકલિંગસિદ્ધો સંખ્યયગુણા છે. તીર્થકરના તીર્થમાં સિદ્ધ થનારી સ્ત્રીઓ સંખ્યયગુણી છે=નપુંસકલિંગસિદ્ધ કરતાં સ્ત્રીલિંગસિદ્ધો સંખ્યયગુણી છે. તીર્થકરના તીર્થમાં સિદ્ધ થનારા પુરુષો સંખ્યયગુણા છે= સ્ત્રીલિંગસિદ્ધ કરતાં પુંલિંગસિદ્ધ સંખ્યયગુણા છે.
તિ' શબ્દ તીર્થને આશ્રયીને અલ્પબદુત્વની સમાપ્તિ માટે છે. NI. ભાવાર્થ :તીર્થદ્વારને આશ્રયીને અલ્પબદુત્વઃ
અહીં સર્વ સ્તોક તીર્થંકરસિદ્ધો છે તેમ ન કહેતાં તીર્થકરના તીર્થમાં સર્વ સ્તોક તીર્થંકરસિદ્ધ છે તેમ કહેવાનું પ્રયોજન તીર્થદ્વાર છે. તેથી તીર્થકરનું તીર્થ સ્થાપન થયા પછી જેઓ સિદ્ધ થાય છે તેઓની જ તીર્થદ્વારમાં વિવક્ષા છે, અતીર્થમાં સિદ્ધ થનારા જીવોની વિવક્ષા નથી.
વળી, પૂર્વે વર્ણવેલ તીર્થદ્વારમાં તીર્થકર, નોતીર્થકર, અતીર્થકર અને તીર્થકરીનું ગ્રહણ હતું. તેમાં નોતીર્થકર અંતર્ગત “નો' શબ્દ દેશનિષેધવાચી અને અતીર્થકર અંતર્ગત “અ” શબ્દ સર્વનિષેધવાચી પ્રાપ્ત થયેલો, તેથી નોતીર્થંકર શબ્દથી પ્રત્યેકબુદ્ધસિદ્ધનું ગ્રહણ કરેલ. જ્યારે અહીં તીર્થકર અને નોતીર્થંકર એમ બે ભેદો જ પાડેલ છે. તેથી નોતીર્થકર શબ્દથી તીર્થંકર સિવાયના સર્વ સિદ્ધોનું ગ્રહણ છે, એવો અર્થ અમને ભાસે છે, તત્ત્વ બહુશ્રુતો વિચારે. ભાષ્ય :
चारित्रम् । अत्रापि नयौ द्वौ. - प्रत्युत्पन्नभावप्रज्ञापनीयश्च पूर्वभावप्रज्ञापनीयश्च । प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्य नोचारित्री नोऽचारित्री सिध्यति, नास्त्यल्पबहुत्वम् । पूर्वभावप्रज्ञापनीयस्य व्यञ्जिते चाव्यञ्जिते च । अव्यञ्जिते सर्वस्तोकाः पञ्चचारित्रसिद्धाः, चतुश्चारित्रसिद्धाः सङ्ख्येयगुणाः, त्रिचारित्रसिद्धाः सङ्ख्येयगुणाः । व्यजिते सर्वस्तोकाः सामायिकच्छेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्मसम्पराययथाख्यातचारित्रसिद्धाः, छेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्मसम्पराययथाख्यातचारित्रसिद्धाः