________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭
૨પ૧ સિદ્ધ થતારા જીવો તિર્યંચરૂપ અનંતરગતિથી સિદ્ધ થનાર કરતાં સંખ્યયગુણા છે. તારકથી અનંતરગતિસિદ્ધ સંખ્યાતગુણા =પૂર્વમાં સરકભવમાં હોય ત્યાંથી મનુષ્ય થઈને સિદ્ધ થનારા સંખ્યયગુણા છે=મનુષ્ય અનંતરગતિસિદ્ધ કરતાં સંખ્યયગુણા છે. દેવોથી અનંતરગતિસિદ્ધ સંખ્યયગુણા છે–દેવગતિથી ચ્યવીને મનુષ્ય થઈને સિદ્ધ થનારા તારકથી અનંતરગતિસિદ્ધ કરતાં સંખ્યયગુણા છે.
ત્તિ' શબ્દ ગતિને આશ્રયીને અલ્પબદુત્વની સમાપ્તિ અર્થે છે. || ભાવાર્થ:ગતિદ્વારને આશ્રયીને અાબદુત્વઃ
પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી ચારે ગતિમાં કોઈ સિદ્ધ થતું નથી; પરંતુ સિદ્ધિગતિમાં જ જીવ સિદ્ધ થાય છે, કેમ કે સિદ્ધિગતિના પ્રાપ્તિકાળમાં તેઓ સિદ્ધિગતિમાં જ હોય છે, અન્ય કોઈ ગતિમાં હોતા નથી. તેથી એકગતિ હોવાને કારણે ગતિને આશ્રયીને અલ્પબદુત્વ નથી.
વળી પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિમાંથી અનંતરપશ્ચાદ્ભુત નયની દૃષ્ટિથી વિચારીએ તો સિદ્ધિગતિની પ્રાપ્તિનો ભવ મનુષ્યગતિ છે, અન્ય ગતિ નથી. તેથી એક મનુષ્યગતિમાંથી જ બધા સિદ્ધ થાય છે. તેથી તે નયને આશ્રયીને પણ ગતિને આશ્રયીને અલ્પબદુત્વ નથી.
વળી, પરંપરાપશ્ચાત્કૃતનયની દૃષ્ટિથી વિચારીએ તો ચરમભવથી પૂર્વના ભવને આશ્રયીને ચારે ગતિમાંથી સિદ્ધત્વની પ્રાપ્તિ છે. સિદ્ધ થનારા જીવો પરિમિત સંખ્યાવાળા છે તેથી તિર્યંચગતિમાંથી મનુષ્યભવને પામીને સિદ્ધ થનારા જીવો કોઈક વિવક્ષિત કાળની અપેક્ષાએ સંખ્યાતા પ્રાપ્ત થાય છે અને અનંતકાળની અપેક્ષાએ અનંતા પ્રાપ્ત થાય છે. તેના કરતાં મનુષ્યગતિમાંથી નીકળીને ફરી મનુષ્યગતિ પામીને સિદ્ધ થનારા સંખ્યાતગુણા છે. તેથી વર્તમાનમાં સિદ્ધિને તેવા જીવો પામનારા પરિમિત સંખ્યાવાળા હોવા છતાં અનંતકાળની અપેક્ષાએ અનંતા છે; તોપણ તિર્યંચગતિમાંથી આવીને મોક્ષમાં ગયેલા જીવો કરતાં મનુષ્યગતિમાંથી મનુષ્યગતિમાં આવીને સિદ્ધ થનારા જીવો સંખ્યાતગુણા પ્રાપ્ત થાય છે. વળી નારકીના ભવમાંથી મનુષ્યભવ પામીને સિદ્ધ થનારા જીવો મનુષ્યમાંથી મનુષ્ય થઈને સિદ્ધ થનારા જીવો કરતાં સંખ્યાતગુણા છે તથા વર્તમાનમાં તેવા સિદ્ધમાં જનારા જીવો પરિમિત સંખ્યામાં પ્રાપ્ત થવા છતાં અનંત કાળની અપેક્ષાએ અનંતા છે. દેવભવમાંથી મનુષ્યગતિમાં આવીને સિદ્ધિગતિમાં જનારા જીવો નારકીના ભવમાંથી મનુષ્યભવ પામીને સિદ્ધ થનારા કરતાં સંખ્યાતગુણા છે અને વર્તમાનમાં પરિમિત સંખ્યામાં તેઓની પ્રાપ્તિ હોવા છતાં અનંતકાળમાં અનંતા દેવગતિમાંથી આવીને મનુષ્યભવ પામીને મોક્ષમાં ગયા છે.
આ સર્વની વિચારણા કરવાથી સિદ્ધિગતિને અનુકૂળ ઉત્તમ ભાવો અનંતર એવી મનુષ્યગતિમાં વર્તે છે અને કંઈક અંશે ચારેગતિઓમાં પણ પ્રાપ્ત થાય છે તેવો બોધ થવાથી સિદ્ધઅવસ્થા પ્રત્યે જેઓને રાગ છે તેઓને તે અવસ્થા પ્રત્યેની પ્રાપ્તિના કારણે એવી તે તે ગતિઓમાં વર્તતા મોક્ષને અનુકૂળ ભાવો પ્રત્યે પણ બહુમાનભાવ થાય છે; કેમ કે સિદ્ધઅવસ્થાને અનુકૂળ સાક્ષાત્ કે પરંપરાએ તે ગતિ પણ કારણ બને છે. જેનાથી સુંદરભાવો થવાને કારણે સિદ્ધઅવસ્થા પ્રત્યેની ભક્તિ વૃદ્ધિ પામે છે. I