________________
૨પ૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂગ-૭ ભાષ્ય :
लिङ्गम् । प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्य व्यपगतवेदः सिध्यति, नास्त्यल्पबहुत्वम् । पूर्वभावप्रज्ञापनीयस्य सर्वस्तोका नपुंसकलिङ्गसिद्धाः, स्त्रीलिङ्गसिद्धाः सङ्ख्येयगुणाः, पुंल्लिगसिद्धाः सङ्ख्येयમુ તિ .. ભાષ્યાર્થ:નિમ્ ... રિ I લિંગ=સિદ્ધ થનારા જીવોના લિંગદ્વારને આશ્રયીને અલ્પબદુત્વ બતાવે છે – પ્રત્યુત્પણભાવપ્રજ્ઞાપનીયતયના મતે વ્યપગત વેદવાળો સિદ્ધ થાય છે અવેદી સિદ્ધ થાય છે. તેથી તે નયના મતે અલ્પબદુત્વ નથી. (જ્યારે) પૂર્વભાવપ્રજ્ઞાપતીયાયની દૃષ્ટિથી સર્વ થોડા નપુંસકલિંગસિદ્ધો છે, સ્ત્રીલિંગસિદ્ધો સંખ્યયગુણા છે, પુંલિંગસિદ્ધો સંખ્યયગુણા છે.
“ત્તિ' શબ્દ લિંગને આશ્રયીને અલ્પબદુત્વની સમાપ્તિ અર્થે છે. | ભાવાર્થ - લિંગદ્વારને આશ્રયીને અલ્પબદુત્વ :
પ્રસ્તુતમાં લિંગ શબ્દથી વેદના ઉદયની વિવેક્ષા છે. જ્યારે સર્વ કર્મ રહિત જીવ થાય છે ત્યારે વેદ વગરના હોવાથી પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી અપગત વેદવાળા જ સિદ્ધ થાય છે, સિદ્ધિગતિની પ્રાપ્તિકાળમાં અન્ય કોઈ વેદનો વિકલ્પ નહીં હોવાથી તે જીવો સાથે અલ્પબદુત્વનો વિકલ્પ સંભવતો નથી.
વળી પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી દેહ સાથે વેદનો ઉદય બહુલતાએ સંકળાયેલો હોવાથી નપુંસકલિંગવાળા સિદ્ધો અલ્પ થાય છે. જેઓને નપુંસકશરીર મળેલ છે તેથી બહુલતાએ તેઓને તે વેદનો ઉદય વર્તે છે. વળી જન્મથી નપુંસક જીવો છે તેઓ સિદ્ધ થતા નથી તોપણ કૃત્રિમ નપુંસકો સિદ્ધ થાય છે તેઓને પણ શરીરને આશ્રયીને બહુલતાએ નપુંસકવેદનો ઉદય વર્તે છે. આવા જીવો ત્રણે વેદોમાંથી સિદ્ધ થનારાઓમાં સૌથી અલ્પ હોય છે. સ્ત્રીલિંગસિદ્ધો તેના કરતાં સંખ્યાતગુણા છે; કેમ કે નપુંસકલિંગની જેમ
સ્ત્રીલિંગ મોક્ષમાં અતિબાધક નથી. તેથી તેના બળથી સિદ્ધ થનારા સંખ્યાતગુણા પ્રાપ્ત થાય છે. વળી પુલિંગસિદ્ધો સંખ્યાતગુણા છે સ્ત્રીલિંગથી સિદ્ધ થનારા જીવો કરતાં પુરુષના લિંગથી સિદ્ધ થનારા જીવો કોઈ એક કાળમાં સમાન કે અધિક પ્રાપ્ત થાય તેવું બને; તોપણ સામાન્યથી જે મોક્ષમાં ગયા છે તેઓ સ્ત્રીશરીરથી મોક્ષમાં જનાર કરતાં પુરુષ શરીરથી મોક્ષમાં જનારા સંખ્યાતગુણા છે. II ભાષ્ય :
तीर्थम् । सर्वस्तोकास्तीर्थकरसिद्धाः तीर्थकरतीर्थे, नोतीर्थकरसिद्धाः सङ्ख्येयगुणा इति । तीर्थकरतीर्थसिद्धा नपुंसकाः सङ्ख्येयगुणाः । तीर्थकरतीर्थसिद्धाः स्त्रियः सङ्ख्येयगुणाः । तीर्थकरतीर्थसिद्धा पुमांसः सङ्ख्येयगुणा इति ।