________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ / સૂત્ર-૭
૨૪૯
ભાષ્યઃ
काल इति त्रिविध विभागो भवति अवसर्पिणी, उत्सर्पिणी, अनवसर्पिण्युत्सर्पिणीति । अत्र सिद्धानां व्यञ्जिताव्यञ्जितविशेषयुक्तोऽल्पबहुत्वानुगमः कर्तव्यः । पूर्वभावप्रज्ञापनीयस्य सर्वस्तोका उत्सर्पिणीसिद्धाः, अवसर्पिणीसिद्धा विशेषाधिकाः, अनवसर्पिण्युत्सर्पिणीसिद्धाः सङ्ख्येयगुणा इति । प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्याकाले सिध्यति, नास्त्यल्पबहुत्वम् ।
-
ભાષ્યાર્થ :
काल નાસ્ત્વત્વવત્તુત્વમ્ ।। કાલ એ પ્રમાણે ત્રિવિધ વિભાગ છે ઃ અવસર્પિણી, ઉત્સર્પિણી, અનવસર્પિણીઉત્સર્પિણી=અવસર્પિણી પણ નહીં અને ઉત્સર્પિણી પણ નહીં.
‘કૃતિ’ શબ્દ કાળના ત્રણ વિભાગની સમાપ્તિ અર્થે છે.
અહીં=અવસર્પિણી આદિ કાળના વિભાગમાં, સિદ્ધોના વ્યંજિત, અવ્યંજિત વિશેષયુક્ત અલ્પબહુત્વનો અનુગમ કરવો જોઈએ. પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયના મતે સર્વથી થોડા ઉત્સર્પિણીસિદ્ધ છે, અવસર્પિણીસિદ્ધ વિશેષાધિક છે અને અનવસર્પિણીઉત્સર્પિણીસિદ્ધ સંખ્યેયગુણા છે. પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયના મતે અકાળમાં સિદ્ધ થાય છે, તેથી અલ્પબહુત્વ નથી. II
ભાવાર્થ:
કાળને આશ્રયીને અલ્પબહુત્વદ્વાર :
કાળને આશ્રયીને સિદ્ધની વિચારણા કરવી હોય તો પાંચ ભરતમાં અને પાંચ ઐરાવતમાં અવસર્પિણીકાળ અને ઉત્સર્પિણીકાળની પ્રાપ્તિ થાય છે, તેને આશ્રયીને સિદ્ધની વિચારણા થાય છે. મહાવિદેહક્ષેત્રમાં કે અકર્મભૂમિમાં અવસર્પિણીકાળ કે ઉત્સર્પિણીકાળ નથી; પરંતુ અવસ્થિત કાળ છે. તેને આશ્રયીને સિદ્ધના જીવોના અલ્પબહુત્વની વિચારણા થાય છે. વળી સિદ્ધના જીવોના વ્યંજિત, અવ્યંજિત વિશેષયુક્ત અલ્પબહુત્વનો અનુગમ કરવો જોઈએ. જેમ પ્રથમ આરો, બીજો આરો ઇત્યાદિ વિભાગ કર્યા વગર અવિશેષથી અવસર્પિણી, ઉત્સર્પિણીની વિચારણા કરવામાં આવે તો અવ્યંજિત વિશેષયુક્ત અલ્પબહુત્વનો અનુગમ થાય છે. પહેલા આરામાં કેટલા સિદ્ધ થાય, બીજા આરામાં કેટલા સિદ્ધ થાય, ઇત્યાદિ વિભાગપૂર્વક સિદ્ધના જીવોની વિચારણા કરવામાં આવે તો વ્યંજિત વિશેષયુક્ત અલ્પબહુત્વનો અનુગમ થાય.
અવ્યંજિત વિશેષયુક્ત અલ્પબહુત્વ બતાવતાં ભાષ્યકારશ્રી કહે છે –
પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયના મતે સર્વથી થોડા ઉત્સર્પિણીસિદ્ધ છે=અવસર્પિણીસિદ્ધ, અનવસર્પિણીઅનુત્સર્પિણીસિદ્ધ કરતાં સર્વથી થોડા ઉત્સર્પિણીસિદ્ધ છે, તેના કરતાં અવસર્પિણીસિદ્ધ વિશેષાધિક છે અને તેના કરતાં અનવસર્પિણીઉત્સર્પિણીસિદ્ધ સંખ્યયગુણા છે; કેમ કે અવસર્પિણી તથા ઉત્સર્પિણી પાંચ ભરતક્ષેત્રમાં અને પાંચ ઐરવતક્ષેત્રમાં પ્રવર્તે છે. ત્યાં એક કોટાકોટિ સાગરોપમ કરતાં કાંઈક અધિક કાળ સુધી સિદ્ધિમાં