________________
૨૪૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૧૦ | સૂત્ર-૭ જેમ મેરુપર્વતાદિ ઉપર ૯૦૦ યોજનથી ઊંચે કોઈ મહાત્મા સ્વયંકૃત કે પરકૃત સંહરણ દ્વારા પ્રાપ્ત થયેલ હોય તેઓ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી સિદ્ધ થાય તો ઊર્ધ્વલોકસિદ્ધ કહેવાય. પશ્ચિમ મહાવિદેહની નલિનાવતીવિજય અને વપ્રાવિજયનો અમુક વિભાગ સમભૂતલાથી ૧૦૦૦ યોજન નીચે સુધી જાય છે અર્થાત્ તે વિજયોનો અમુક વિભાગ અધોલોકમાં આવેલો છે, ત્યાંથી સંકરણ દ્વારા કે સંહરણ વગર જેમનું મોક્ષગમન થાય તેઓ અધોલોકસિદ્ધ થાય છે. જેઓ તિચ્છલોકમાંથી સિદ્ધ થાય છે, તેઓ પણ સંહરણથી કે સંહરણ વગર સિદ્ધ થાય છે. ઊર્ધ્વલોકસિદ્ધો સૌથી સ્તોક છે; કેમ કે સંહરણ દ્વારા જ મેરુપર્વતાદિ ઉપર ગયેલા અને સિદ્ધ થનારા જીવોની પ્રાપ્તિ છે. તેનાથી અધોલોકસિદ્ધ સંખ્યયગુણા છે; કેમ કે તે સ્થાનમાં વર્તતા, સંયમ પાળીને સંહરણ દ્વારા કે સંહરણ વગર મોક્ષમાં જનારા, સુસાધુ ઘણા પ્રાપ્ત થાય છે અને તેમના કરતાં તિર્થાલોકસિદ્ધ સંખ્યાતગુણા છે; કેમ કે તિચ્છલોકસિદ્ધત્વની પ્રાપ્તિ કરનાર માટેનું ક્ષેત્ર અધોલોકસિદ્ધત્વની પ્રાપ્તિ કરનારના ક્ષેત્ર કરતાં ઘણું વિસ્તારવાળું છે. ત્યાં જન્મેલા અને સંહરણથી ત્યાં આવેલા ઘણા જીવો સિદ્ધ થાય છે. માટે તિચ્છલોકસિદ્ધ અધોલોકસિદ્ધો કરતાં સંખ્યાતગુણા છે.
હવે સમુદ્ર અને દ્વીપની અપેક્ષાએ અલ્પબદુત્વ બતાવતાં કહે છે –
સમુદ્રમાં સિદ્ધ થનારા જીવો દ્વીપમાં સિદ્ધ થનારા જીવોની અપેક્ષાએ સૌથી ઓછા છે; કેમ કે સમુદ્ર ઉપર સંહરણાદિથી જ જવાનો પ્રસંગ આવે. વળી દ્વીપ ઉપર કર્મભૂમિ કે અકર્મભૂમિરૂપ દ્વીપ ઉપર, સિદ્ધ થનારા સંખ્યાતગુણા છે; કેમ કે સંકરણથી પણ ત્યાં સિદ્ધ થનારાની પ્રાપ્તિ છે અને સંહરણ વગર સાહજિક રીતે કર્મભૂમિમાં રહેલા સાધના કરીને સિદ્ધ થનારાની પ્રાપ્તિ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જેમ છ મહિને અવશ્ય એક સિદ્ધ થાય છે તેમ સંખ્યાત કાળમાં સમુદ્ર ઉપર પણ સિદ્ધ થનારાની અવશ્ય પ્રાપ્તિ છે. આથી જ સમુદ્રસિદ્ધ કરતાં દ્વીપસિદ્ધ સંખ્યાતગુણા છે; પરંતુ જો મરુદેવામાતાની જેમ અનંતકાળે સમુદ્રસિદ્ધ થનારાની પ્રાપ્તિ હોત તો સમુદ્રસિદ્ધ કરતાં દ્વીપસિદ્ધ અનંતગુણા છે, તેમ કહેવાનો પ્રસંગ આવે.
આ રીતે દ્વીપ-સમુદ્રોમાં અત્યંજિત=જંબૂઢીપ ઇત્યાદિના વિભાગ વગર, અલ્પબદુત્વ બતાવ્યું. હવે દ્વીપસમુદ્રોનું વ્યંજિત=જંબુદ્વીપ ઇત્યાદિના વિભાગોપૂર્વક, અલ્પબદુત્વ બતાવે છે –
સર્વથી થોડા જીવો લવણસમુદ્રમાં સિદ્ધ થાય છે; કેમ કે અન્ય સમુદ્રો કરતાં લવણસમુદ્ર અલ્પ ક્ષેત્રવાળો છે, એના કરતાં કાલોદધિસમુદ્રમાં સંખ્યાતગુણા સિદ્ધ થાય છે; કેમ કે લવણસમુદ્રની અપેક્ષાએ કાલોદધિસમુદ્ર અધિક ક્ષેત્રવાળો છે. આ બે સમુદ્રથી અન્ય સમુદ્રમાં કોઈ સિદ્ધ થનાર નથી. વળી કાલોદધિસમુદ્ર કરતાં જંબૂદ્વીપમાં સિદ્ધ થનારા સંખ્યાતગુણા છે; કેમ કે કર્મભૂમિમાં સંહરણ વગર પણ સાધના કરીને સિદ્ધ થનારી સંખ્યા ઘણી પ્રાપ્ત થાય છે. વળી ધાતકીખંડસિદ્ધો જંબૂઢીપસિદ્ધો કરતાં સંખ્યાતગુણા છે; કેમ કે ધાતકીખંડનું ક્ષેત્ર જંબૂઢીપ કરતાં ઘણું મોટું છે. વળી, પુષ્કરાઈસિદ્ધો ધાતકીખંડસિદ્ધો કરતાં સંખ્યાતગુણા છે; કેમ કે પુષ્કરવરદ્વીપ ધાતકીખંડ કરતાં પણ વિસ્તૃત છે. II