________________
૨૪૬
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૧૦ | સૂગ-૭ जन्मतोऽसङ्ख्येयगुणाः । संहरणं द्विविधम् - परकृतं स्वयंकृतं च । परकृतं देवकर्मणा चारणविद्याधरैश्च, स्वयंकृतं चारणविद्याधराणामेव । एषां च क्षेत्राणां विभागः कर्मभूमिरकर्मभूमिः समुद्रा द्वीपा ऊर्ध्वमधस्तिर्यगिति लोकत्रयम् । तत्र सर्वस्तोका ऊर्ध्वलोकसिद्धाः, अधोलोकसिद्धाः सङ्ख्येयगुणाः, तिर्यग्लोकसिद्धाः सङ्ख्येयगुणाः । सर्वस्तोकाः समुद्रसिद्धाः, द्वीपसिद्धाः सङ्ख्येयगुणाः । एवं तावदव्यञ्जिते । व्यञ्जितेऽपि सर्वस्तोका लवणसिद्धाः, कालोदसिद्धाः सङ्ख्येयगुणाः, जम्बूद्वीपसिद्धाः सङ्ख्येयगुणाः, धातकीखण्डसिद्धाः सङ्ख्येयगुणाः, पुष्करार्थसिद्धाः सङ्ख्येयગુIT રૂતિ | ભાષ્યાર્થ -
અન્ય બંદુત્વ... .... તિ | અલ્પબદુત્વ=અલ્પબહુવૈદ્વારને આશ્રયીને સિદ્ધનું સ્વરૂપ બતાવે છે – આ ક્ષેત્ર આદિ અગિયાર અનુયોગદ્વારોનું અત્યાર સુધી વર્ણન કર્યું એ ક્ષેત્રાદિ અગિયાર દ્વારોનું, અલ્પબદુત્વ કહેવું જોઈએ. તે આ પ્રમાણે –
ક્ષેત્રસિદ્ધ જીવોનું જન્મથી અને સંહરણથી સિદ્ધપણું છે. કર્મભૂમિસિદ્ધ છે અને અકર્મભૂમિસિદ્ધો છે. સંકરણસિદ્ધો સર્વ થોડા છે, જન્મથી અસંખ્યગુણા છે=સંહરણસિદ્ધ કરતાં અસંખ્યગુણા છે. સંહરણ બે પ્રકારનું છે – પરાકૃત અને સ્વયંકૃત. પરફત દેવકર્મ વડ–દેવની ક્રિયા વડે, અને ચારણો તથા વિદ્યાધરો વડે છે. તથા સ્વયંત ચારણવિદ્યાધરોને જ ચારણમુનિઓ તથા વિદ્યાધરોને જ, છે.
અને આ ક્ષેત્રોનો વિભાગ=સિદ્ધ થવાના ક્ષેત્રોનો વિભાગ, કર્મભૂમિ, અકર્મભૂમિ, સમુદ્ર, દ્વીપ, ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્યલોક એ પ્રમાણે લોકત્રય છે. ત્યાં=ક્ષેત્રવિભાગમાં, સર્વ થોડા ઊર્ધ્વલોકસિદ્ધ છે, અધોલોકસિદ્ધ સંખ્યાતગુણા છે, તિર્યશ્લોકસિદ્ધ સંખ્યાતગુણા છે.
ત્રણ લોકને આશ્રયીને અલ્પબદુત્વ બતાવ્યા પછી સમુદ્ર અને દ્વિીપને આશ્રયીને અલ્પબદુત્વ બતાવે છે –
સર્વ થોડા સમુદ્રસિદ્ધ છે, દ્વીપસિદ્ધ સંખ્યયગુણા છે. આ રીતે=પૂર્વમાં સમુદ્રસિદ્ધ અને દ્વીપસિદ્ધ બતાવ્યા એ રીતે, અવ્યંજિતમાં અલ્પબદુત્વ બતાવાયું=સમુદ્રોના નામોલ્લેખપૂર્વકના વિભાગ વગર અલ્પબદુત્વ બતાવાયું. હવે વ્યંજિતમાં સમુદ્ર-દ્વીપના નામોલ્લેખરૂપ વ્યંજિતમાં, (અલ્પબદુત્વ બતાવે છે –) સર્વ થોડા લવણસિદ્ધ છે, કાલોદધિસિદ્ધ સંખ્યયગુણા છે, જંબૂડીપસિદ્ધ સંખ્યયગુણા છે, ઘાતકીખંડસિદ્ધો સંખ્યયગુણા છે, પુષ્કરાઈસિદ્ધ સંખ્યયગુણા છે.
રૂતિ' શબ્દ અલ્પબહુવૈદ્વારની સમાપ્તિ અર્થે છે. ||