________________
૨૪૪
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ જsઉત્કૃષ્ટ અને જઘન્ય અવગાહનામાંથી અન્યતર કોઈ અવગાહનામાં જ, યથાયોગ્ય ત્રણ ભાગ હીન આત્મપ્રદેશોની અવગાહનામાં સિદ્ધ થાય છે. ||
ભાવાર્થ :
(૯) અવગાહનાદ્વાર :
દેહની અવગાહનાને આશ્રયીને મોક્ષમાં જનારા જીવોની વિચારણા બે રીતે થાય છે : (૧) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી અને (૨) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી. તેમાં પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બેથી નવ ધનુષ અધિક એવા ૫૦૦ ધનુષની કાયાવાળા જીવો સિદ્ધ થાય છે અને જઘન્યથી બેથી નવ અંગુલ ન્યૂન એવા સાત હાથની કાયાવાળા જીવો સિદ્ધ થાય છે.
આ કથનમાં વીર ભગવાનના કાળના જીવો સાત હાથના સંભવતા હોવાથી તેઓને આશ્રયીને જઘન્ય અવગાહનાની પ્રાપ્તિ થાય છે, છતાં કોઈ મહાત્મા આઠ વર્ષની ઉંમરે કેવલજ્ઞાન પામીને સિદ્ધ થાય ત્યારે તેમની કાયા નાની હોય અથવા કૂર્માપુત્ર જેવા કોઈક નાની કાયામાં સિદ્ધ થાય છે તેવા જીવો અલ્પ સંખ્યામાં પ્રાપ્ત થાય છે. માટે તેની વિવક્ષા ભાષ્યકારશ્રીએ કરેલ નથી તેવું જણાય છે. આથી જઘન્ય બેથી નવ અંગુલ ન્યૂન એવા સાત હાથની કાયાવાળા સિદ્ધ થાય છે, તેમ કહેલ છે.
વળી પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી સિદ્ધમાં જનારા જીવો સિદ્ધની પ્રાપ્તિના પ્રથમ સમયમાં પૂર્વના શરીરની અવગાહનામાં ત્રિભાગહીન અવસ્થાવાળા હોય છે તે અવસ્થામાં સિદ્ધ થાય છે. III
સૂત્રક્રમાનુસાર હવે અંતરદ્વાર બતાવે છે – ભાષ્ય :
अन्तरम् । सिध्यमानानां किमन्तरम् ? अनन्तरं च सिध्यन्ति सान्तरं च सिध्यन्ति । तत्रानन्तरं जघन्येन द्वौ समयौ, उत्कृष्टेनाष्टौ समयान् । सान्तरं जघन्येनैकं समयं, उत्कृष्टेन षण्मासा इति । ભાષ્યાર્થ:
અન્તર તિ અંતર=અંતરદ્વારને આશ્રયીને સિદ્ધનું સ્વરૂપ બતાવે છે – સિધ્ધમાન જીવોનું કેટલું અંતર છે ? અર્થાત એક કાળમાં સિદ્ધ થયા પછી કેટલા અંતર પછી અન્ય સિદ્ધના જીવોની પ્રાપ્તિ થાય ? એ બતાવે છે – અનંતરસિદ્ધ થાય છે અને સાંતરસિદ્ધ થાય છે. ત્યાં-અનંતર અને સાંતરસિદ્ધની પ્રાપ્તિમાં, જઘન્યથી બે સમયનું અને ઉત્કૃષ્ટથી આઠ સમયનું અનંતર પ્રાપ્ત થાય છે=જઘન્યથી બે સમય સુધી સતત સિદ્ધ થનારાની પ્રાપ્તિ થઈ શકે અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સતત સિદ્ધ થનારાની પ્રાપ્તિ થઈ શકે ત્યારે અનંતરસિદ્ધ થનારા છે એમ કહેવાય છે.
વળી સાંતરસિદ્ધ જઘન્યથી એક સમય છે અને ઉત્કૃષ્ટથી છ માસ છે. તેથી કોઈ સિદ્ધ થયા પછી એક સમયના અંતરે અન્ય સિદ્ધ થાય ત્યારે જઘન્યથી સાંતરસિદ્ધની પ્રાપ્તિ થાય છે અને ઉત્કૃષ્ટથી