________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ જ્ઞાનદ્વારમાં, પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી કેવલી સિદ્ધ થાય છે. પૂર્વભાવપ્રજ્ઞાપનીય બે પ્રકારના છે : (૧) અનંતરપશ્ચાત્કૃતિક અને (૨) પરંપરપશ્ચાત્કૃતિક. અને બે ભેદ છે=પરંપરપશ્ચાત્કૃતિકના બે ભેદ છે : (૧) અવ્યંજિત=સામાન્ય, અને વ્યંજિત=સ્પષ્ટીકૃત, (જ્ઞાનમાં સિદ્ધ થાય છે.)
૨૪૨
અવ્યંજિત જ્ઞાનમાં બે જ્ઞાનથી સિદ્ધ થાય છે, ત્રણ જ્ઞાનથી અને ચાર જ્ઞાનથી (સિદ્ધ થાય છે). ‘કૃતિ’ શબ્દ અવ્યંજિતજ્ઞાનના પ્રકારોની સમાપ્તિ અર્થે છે.
વ્યંજિત જ્ઞાનમાં (૧) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન એ બે જ્ઞાતોથી સિદ્ધ થાય છે; (૨) મતિ, શ્રુત, અવધિરૂપ ત્રણ જ્ઞાનોથી સિદ્ધ થાય છે; અથવા (૨) મતિ, શ્રુત, મનઃ પર્યવજ્ઞાનરૂપ ત્રણ જ્ઞાનોથી સિદ્ધ થાય છે; (અને) (૩) મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવરૂપ ચાર જ્ઞાનથી સિદ્ધ થાય છે. ‘કૃતિ’ શબ્દ વ્યંજિતજ્ઞાનના પ્રકારોની સમાપ્તિ અર્થે છે. ।।
ભાવાર્થ:
(૮) જ્ઞાનદ્વાર :
જ્ઞાનદ્વારમાં કયા જ્ઞાનથી સિદ્ધઅવસ્થાની પ્રાપ્તિ છે ? તેની વિચારણા છે. તેમાં પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી વિચારવામાં આવે તો સર્વ કર્મથી મુક્ત થયેલા સિધ્યમાન જીવો સિદ્ધ થાય છે, તે વખતે તેઓને કેવળજ્ઞાન હોય છે તેથી કેવલી સિદ્ધ થાય છે, અન્ય નહીં.
વળી પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી સિદ્ધ થતા બે પ્રકારના જીવો પ્રાપ્ત થાય છે. (૧) અનંતરપશ્ચાસ્કૃતિક અને (૨) પરંપ૨પશ્ચાત્કૃતિક. તેમાં અનંતરપશ્ચાત્કૃતિક જીવો ભવસ્થકેવલજ્ઞાનથી સિદ્ધ થાય છે. જે સ્પષ્ટ હોવાથી ભાષ્યકારશ્રીએ તેનું કથન કરેલ નથી.
પરંપરપશ્ચાત્કૃતિક જીવો અવ્યંજિત જ્ઞાનમાં અને વ્યંજિત જ્ઞાનમાં સિદ્ધ થાય છે. સામાન્યતયા અર્થાત્ સંખ્યાથી બતાવાયેલા અને જ્ઞાનના ઉલ્લેખથી નહીં બતાવાયેલા એવા અવ્યંજિત જ્ઞાનમાં સિદ્ધ થાય છે. અવ્યંજિત જ્ઞાનમાં બે જ્ઞાનમાં સિદ્ધ થાય છે, ત્રણ જ્ઞાનમાં સિદ્ધ થાય છે અને ચાર જ્ઞાનમાં સિદ્ધ થાય છે. આ ત્રણેય વિકલ્પો એક સાથે વર્તતા જ્ઞાનને આશ્રયીને કરેલ છે. ક્રમને આશ્રયીને ભાષ્યકારશ્રીએ વિવક્ષા કરી નથી.
વ્યંજિતજ્ઞાનમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન બે જ્ઞાન દ્વારા સિદ્ધ થાય છે.
તેથી એ પ્રાપ્ત થાય કે પરંપરપશ્ચાત્કૃતિક નયની દૃષ્ટિથી વિચારીએ તો જેઓમાં મોક્ષને અનુકૂળ એવું નિર્મળ મતિજ્ઞાન અને નિર્મળ શ્રુતજ્ઞાન પ્રાપ્ત થયું છે, તેના બળથી પ્રાતિભજ્ઞાન પ્રાપ્ત કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેના દ્વારા સિદ્ધ થાય છે.
વળી વ્યંજિતજ્ઞાનમાં કેટલાક મહાત્મા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન આત્મક ત્રણ જ્ઞાનોથી સિદ્ધ થાય છે. અર્થાત્ પરંપર૫શ્ચાત્કૃતિક નયની દૃષ્ટિથી તેઓને પ્રથમ નિર્મળ કોટિનું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન