________________
૨૪૦
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭, અહીં ‘રિવોલસિદ્ધાઃ' અને “વૈષ્ટાવારિસિદ્ધ:' એ પ્રકારના બહુવચનના સ્થાને ‘પરવોધવસિદ્ધઃ' તથા વૈષ્ટ સિદ્ધઃ' એ પ્રકારનો એકવચનનો પાઠ હોવાની સંભાવના છે. ભાવાર્થ(૭) પ્રત્યેકબુદ્ધબોધિતહાર:
પ્રત્યેકબુદ્ધબોધિતદ્વારથી સિદ્ધમાં જનારા જીવોની વિચારણા કરવામાં આવે ત્યારે ચાર વિકલ્પોની પ્રાપ્તિ થાય છે. (૧) તીર્થંકરસિદ્ધ, (૨) પ્રત્યેકબુદ્ધસિદ્ધ, (૩) પરબોધકસિદ્ધ અને (૪) સ્વઇષ્ટકારી સિદ્ધ. સ્વયંબુદ્ધસિદ્ધના બે વિકલ્પ પ્રાપ્ત થાય છે : (૧) તીર્થંકરસ્વયંબુદ્ધ અને (૨) પ્રત્યેકબુદ્ધસિદ્ધ. પ્રત્યેકબુદ્ધનો અર્થ સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી કહે છે –
જે સ્વયંબુદ્ધસિદ્ધ છે તે પ્રત્યેકબુદ્ધસિદ્ધ છે. તેથી સ્વયંબુદ્ધસિદ્ધ અને પ્રત્યેકબુદ્ધસિદ્ધ એમ બે જુદા ભેદોનું અહીં ગ્રહણ નથી. પરંતુ પ્રત્યેકબુદ્ધ એ જ સ્વયંબુદ્ધસિદ્ધ કહેવાય એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે.
બુદ્ધબોધિતસિદ્ધમાં ત્રીજા અને ચોથો ભેદ પ્રાપ્ત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રત્યેકબુદ્ધબોધિત એ પ્રકારના દ્વારમાં પ્રત્યેક શબ્દ પ્રત્યેકબુદ્ધનો વાચક છે અને બુદ્ધબોધિત અન્ય ભેદનો વાચક છે. તેથી પ્રસ્તુત દ્વારમાં “પ્રત્યેકબુદ્ધબોધિત’ શબ્દમાં મધ્યમપદલોપી સમાસ હોવાની સંભાવના છે. (૧) તીર્થંકરપ્રત્યેકબુદ્ધસિદ્ધઃ
પ્રસ્તુતમાં પ્રત્યેકબુદ્ધ શબ્દથી અન્યના ઉપદેશથી નિરપેક્ષ બોધ પામનારા મહાત્માઓનું ગ્રહણ છે. તેથી સ્વયંબુદ્ધો પણ પ્રત્યેકબુદ્ધમાં અંતર્ભાવ પામે છે અને તીર્થકરો પણ અન્યના ઉપદેશ નિરપેક્ષ બોધ પામનાર છે. તેથી તીર્થકરો પ્રત્યેકબુદ્ધસિદ્ધ છે. (૨) પ્રત્યેકબુદ્ધસિદ્ધઃ
તીર્થંકર થયા વગર અન્ય નિરપેક્ષ જેઓ બોધ પામે છે તે પ્રત્યેકબુદ્ધસિદ્ધ છે, જેમ ભરત મહારાજા પ્રત્યેકબુદ્ધસિદ્ધ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભરત મહારાજા ઋષભદેવ ભગવાન પાસેથી શ્રાવકધર્મ પામેલા તોપણ સંયમ ગ્રહણ કરીને (પૂર્વ આદિ) શાસ્ત્ર ભણીને ગીતાર્થ થયેલા નહીં. તેઓશ્રીને અરીસાભવનમાં ક્ષપકક્ષેણિ માંડતી વખતે પૂર્વનો બોધ પ્રાપ્ત થયો તે અન્યના ઉપદેશ નિરપેક્ષ હોવાથી તેઓ પ્રત્યેકબુદ્ધસિદ્ધ છે. વળી અન્ય પણ પ્રત્યેકબુદ્ધ મહાત્માઓ અન્યના ઉપદેશ નિરપેક્ષ જઘન્યથી ૧૧ અંગના ધારક બને છે કે પૂર્વધર પણ બને છે તેઓ પ્રત્યેકબુદ્ધ કહેવાય અને તેઓ ક્ષપકશ્રેણિ માંડીને સિદ્ધ થાય તો પ્રત્યેકબુદ્ધસિદ્ધ કહેવાય. બુદ્ધબોધિતસિદ્ધઃવળી કોઈની પાસેથી બોધ પામીને સંયમ ગ્રહણ કર્યા પછી ગુરુ પાસેથી શાસ્ત્ર ભણે તે બુદ્ધબોધિત