________________
૨૩૮
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂગ-૭ આપવામાં આવે છે તે વખતે છેદોપસ્થાપ્ય નામનું સંયમ પ્રાપ્ત થાય છે. આ છેદોપસ્થાપ્ય નામનું સંયમ ચોવીસ તીર્થંકરના સાધુને સંભવી શકે. તેઓ ક્ષપકશ્રેણિને પ્રાપ્ત કરે ત્યારે સૂક્ષ્મસંપરાય નામનું બીજું ચારિત્ર આવે છે અને વિતરાગ થાય ત્યારે યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત કરે છે. તેથી વ્યંજિત એવાં ત્રણ ચારિત્રમાં પચ્ચાસ્કૃતસિદ્ધની પ્રાપ્તિ થાય છે. આ રીતે વ્યંજિતચારિત્રના ત્રિચારિત્ર પચ્ચાસ્કૃતના બે ભેદોની પ્રાપ્તિ થઈ.
હવે કેટલાક ચરમભવમાં ચાર સામાયિકને પ્રાપ્ત કરે છે. તેઓને કયાં ચાર વ્યંજિતચારિત્ર છે ? તે ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે –
સામાયિક, છેદોપસ્થાપ્ય, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એવા પશ્ચાત્કૃત વ્યંજિતચારિત્રમાં જીવ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે – પહેલા અને છેલ્લા તીર્થંકરના કાળમાં સંયમ ગ્રહણ કરે છે ત્યારે સામાયિક નામનું ચારિત્ર આવે છે. વડીદીક્ષાકાળમાં છેદોપસ્થાપ્યચારિત્ર આવે છે. અથવા ૨૩મા તીર્થંકરના સાધુ ૨૪મા તીર્થંકરના સંઘમાં આવે છે ત્યારે છેદોપસ્થાપ્યચારિત્ર પ્રાપ્ત કરે છે. તેથી સામાયિક અને છેદોપસ્થાપ્યચારિત્ર પામ્યા પછી ક્ષપકશ્રેણિ માંડે ત્યારે સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક આવે છે. બારમા ગુણસ્થાનકમાં યથાખ્યાતચારિત્ર આવે છે. તેથી ચાર વ્યંજિતચારિત્રમાં પરંપરપચ્ચાસ્કૃત સાધુઓ સિદ્ધ થાય છે.
કેટલાક મહાત્માઓ દીક્ષા ગ્રહણ કર્યા પછી કોઈક વિરાધનાને કારણે મૂલપ્રાયશ્ચિત્તને પામ્યા હોય ત્યારે છેદોપસ્થાપ્યસંયમ તેઓને પ્રાપ્ત થાય છે. વળી તેઓ સંયમની વિશિષ્ટ શુદ્ધિ અર્થે પરિહારવિશુદ્ધિ ચારિત્રનો સ્વીકાર કરે ત્યારે પરિહારવિશુદ્ધિ નામના ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ત્યારપછી ક્ષપકશ્રેણિ માંડે તે વખતે સૂક્ષ્મસંપરાયચારિત્ર આવે અને વીતરાગ થાય ત્યારે યથાખ્યાતચારિત્ર આવે. તેથી આ રીતે પણ ચાર પ્રકારના ચારિત્રવાળા પશ્ચાદ્ભૂત સિદ્ધ થાય છે. માટે પશ્ચાત્કૃતસિદ્ધ મુનિને બે પ્રકારે ચાર ચારિત્ર પ્રાપ્ત થાય છે.
વળી કેટલાક સાધુ પ્રથમ તીર્થંકરના કાળમાં કે છેલ્લા તીર્થંકરના કાળમાં સૌ પ્રથમ સામાયિકચારિત્ર પ્રાપ્ત કરે છે. ત્યારપછી વડી દીક્ષા વખતે છેદોપસ્થાપ્યચારિત્ર પ્રાપ્ત કરે છે અને સંયમની શુદ્ધિ અર્થે પરિહારવિશુદ્ધિચારિત્ર સ્વીકારે છે ત્યારે ત્રીજા પરિહારવિશુદ્ધિચારિત્રની પ્રાપ્તિ થાય છે. ત્યારપછી ક્ષપકશ્રેણિ માંડીને સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકમાં આવે ત્યારે સૂક્ષ્મસંપરાયચારિત્રને પ્રાપ્ત કરે છે. આગળ વધી વીતરાગ થાય ત્યારે યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત કરે છે. આ રીતે પાંચ પ્રકારના ચારિત્રથી પરંપરાપશ્ચાત્કૃત સિદ્ધ થાય છે.
ચારિત્રદ્વારનું સમ્યફ ભાવન કરવાથી વિવેકસંપન્ન મહાત્માને પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનયનયદૃષ્ટિથી સિદ્ધમાં જતી વખતે સિદ્ધના આત્માઓ નોચારિત્રીનોઅચારિત્રી શબ્દોથી કેવા સ્વરૂપવાળા હોય છે? તેની ઉપસ્થિતિ થાય છે, જેના કારણે અંતરંગ મોહના વિકારો વગરના, કર્મના ઉપદ્રવ વગરના અને દેહ વગરના સિદ્ધના આત્માઓ કેવા સ્વરૂપવાળા હોય છે ? તેની સ્મૃતિ થાય છે. જેના સ્મરણમાત્રથી પણ મોક્ષમાર્ગમાં પ્રતિબંધક ઘણાં કર્મોનો નાશ થાય છે.