________________
૨૩૭
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ મુક્ત થયેલા આત્મા નિર્જરાના કારણભૂત ચારિત્રવાળા નથી માટે નીચારિત્રી છે અને સંસારી જીવો જેવા અચારિત્રી પણ નથી તેથી નોઅચારિત્રી છે. માટે પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયના મતે નોચારિત્રીનોઅચારિત્રી સિદ્ધ થાય છે.
વળી પૂર્વભાવપ્રજ્ઞાપનીયનય બે પ્રકારનો છે : (૧) અનંતરપશ્ચાત્કૃતિક અને (૨) પરંપરપચ્ચાસ્કૃતિક. તેથી એ પ્રાપ્ત થાય કે સિદ્ધત્વની પ્રાપ્તિના પૂર્વના ભાવને જોનાર જયદૃષ્ટિ બે પ્રકારની છે – પહેલી સિદ્ધિની પ્રાપ્તિની પૂર્વની અવસ્થાને જોનારી નદૃષ્ટિ અને બીજી સિદ્ધિપદની પ્રાપ્તિની પૂર્વની પરંપરાવાળી અવસ્થાને જોનારી નદૃષ્ટિ. તેમાંથી અનંતરપશ્ચાદ્ભુત નયદૃષ્ટિથી વિચારીએ તો સિદ્ધત્વની પ્રાપ્તિની પૂર્વની અવસ્થા યોગનિરોધ અવસ્થા છે. તે વખતે મહાત્માને યથાખ્યાત સંયમ હોય છે. તેથી અનંતરપશ્ચાત્કૃતિક નયદૃષ્ટિથી ચૌદમા ગુણસ્થાનકવાળા યથાખ્યાતસંયત સાધુ જ સિદ્ધ થાય છે, અન્ય કોઈ સિદ્ધ થતું નથી.
વળી પરંપરપશ્ચાત્કૃતિક નયની દૃષ્ટિથી ચારિત્ર બે પ્રકારે પ્રાપ્ત થાય છે. (૧) વ્યંજિતચારિત્ર અને (૨) અત્યંજિતચારિત્ર. વ્યંજિતચારિત્ર એટલે જેમાં તે તે ચારિત્રના નામના ઉલ્લેખ કરાયેલ હોય અને અત્યંજિતચારિત્ર એટલે જેમાં પ્રાપ્ત થતા ચારિત્રના નામના ઉલ્લેખ કરાયેલ નથી માત્ર તેની સંખ્યા બતાવેલ છે.
અચંજિતચારિત્રની વિચારણા કરીએ તો ત્રણ ચારિત્રવાળા પશ્ચાદ્ભૂત સિદ્ધ થાય છે. ચાર ચારિત્રવાળા પશ્ચાદ્ભૂત સિદ્ધ થાય છે. પાંચ ચારિત્રવાળા પશ્ચાદ્ભૂત સિદ્ધ થાય છે; કેમ કે મોક્ષપ્રાપ્તિના ચરમભવમાં યથાખ્યાતચારિત્રની પ્રાપ્તિ પૂર્વે કેટલાક જીવોએ ત્રણ ચારિત્ર પ્રાપ્ત કર્યા હોય, કેટલાકે ચાર ચારિત્ર પ્રાપ્ત કર્યા હોય તો કેટલાકે પાંચ ચારિત્ર પ્રાપ્ત કર્યા હોય છે. તેથી મોક્ષપ્રાપ્તિની પૂર્વના ચરમભવમાં જે ચારિત્ર પ્રાપ્ત થયાં હોય તે સર્વની વિવક્ષાને કરનાર નયદૃષ્ટિથી અચંજિતચારિત્રની ત્રણ પ્રકારે પ્રાપ્તિ થાય છે. (૧) ત્રિચારિત્ર પચ્ચાસ્કૃત, (૨) ચતુચારિત્ર પચ્ચાસ્કૃત અને (૩) પાંચ ચારિત્ર પશ્ચાદ્ભુત.
વળી પરંપરપચ્ચાસ્કૃત નયની દૃષ્ટિથી જે ત્રણ આદિ ભેદોની પ્રાપ્તિ થાય છે, તે ત્રણ આદિ ભેદો કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તેને વ્યક્ત કરનાર જે ચારિત્ર હોય તે વ્યંજિતચારિત્ર કહેવાય.
તે વ્યંજિતચારિત્રમાં ત્રણ ચારિત્રવાળા પશ્ચાદ્ભૂતના બે વિકલ્પો પ્રાપ્ત થાય છે. (૧) સામાયિકચારિત્ર, સૂક્ષ્મસંપરાયચારિત્ર અને યથાવાતચારિત્ર. (૨) છેદોપસ્થાપનીયચારિત્ર, સૂક્ષ્મસંપરાયચારિત્ર અને યથાખ્યાતચારિત્ર.
તેથી એ પ્રાપ્ત થાય કે બાવીશ તીર્થકરના કાળમાં કોઈ જીવ સામાયિકચારિત્રને પ્રાપ્ત કરે ત્યારપછી ક્ષપકશ્રેણિ માંડે ત્યારે સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકે આવે તેથી સૂક્ષ્મસંપરાયચારિત્ર પ્રાપ્ત થાય અને બારમા ગુણસ્થાનકે આવે ત્યારે યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય. આ ત્રણે ચારિત્ર પરંપરાએ મોક્ષ પ્રત્યે કારણ છે; કેમ કે આ ત્રણે ચારિત્ર પામ્યા પછી ઉચિત કાળે યોગનિરોધ કરીને તે મહાત્મા સિદ્ધ થાય છે. વળી કોઈ મહાત્માએ સંયમ ગ્રહણ કર્યું હોય ત્યારે સામાયિક નામનું ચારિત્ર પ્રાપ્ત થયેલું હોવા છતાં પાછળથી કોઈ વિશિષ્ટ વિરાધના થવાને કારણે તેમને મૂલપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થઈ હોય ત્યારે તેઓને ફરી દીક્ષા