________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭
૨૪૫
એક સિદ્ધ થયા પછી છ મહિને અવશ્ય કોઈક સિદ્ધ થાય છે. તેથી ૬ મહિનાથી અધિક સિદ્ધની પ્રાપ્તિમાં આંતરું નથી.
‘કૃતિ' શબ્દ અંતરદ્વારની સમાપ્તિ અર્થે છે. II
ભાવાર્થ:
(૧૦) અંતરદ્વાર :
સિદ્ધના જીવો સ્વપરાક્રમથી કર્મનો નાશ કરીને સિદ્ધ થાય છે તોપણ લોકસ્થિતિ અનુસાર પ્રતિસમય સિદ્ધ થનારા કેટલો સમય સુધી ઉત્કૃષ્ટથી કે જઘન્યથી પ્રાપ્ત થઈ શકે ? તેની વિચારણા અંતરદ્વારમાં કરેલ છે. વળી એક સિદ્ધ થયા પછી બીજા સિદ્ધ થવાની પ્રાપ્તિમાં ઉત્કૃષ્ટથી કે જઘન્યથી કેટલું આંતરું પ્રાપ્ત થઈ શકે તેની વિચારણા સાંતરદ્વારમાં કરેલ છે. આ અનંતરસિદ્ધ અને સાંતરસિદ્ધ લોકસ્થિતિ અનુસાર થાય છે, તેના પ્રત્યે અન્ય કોઈ કારણ નથી. સિદ્ધના જીવો પ્રત્યે જેઓને બહુમાન હોય તેઓ સિદ્ધ થવાનાં કારણોની જે વિચારણા કરે છે, તેમ સિદ્ધના જીવો વચ્ચે સિદ્ધત્વની પ્રાપ્તિમાં આંતરાની પણ વિચારણા કરે છે, જેનાથી સિદ્ધના જીવો પ્રત્યે બહુમાનનો ભાવ થાય છે. જેમ વીર ભગવાનની સાત હાથની કાયા છે એ પ્રકારની સ્તુતિ ક૨વાથી પણ વીર ભગવાન પ્રત્યે બહુમાનભાવ થાય છે. II
હવે ક્રમપ્રાપ્ત સંખ્યા દ્વાર બતાવે છે
-
ભાષ્ય :
सङ्ख्या । कत्येकसमये सिध्यन्ति ? जघन्येनैकः, उत्कृष्टेनाष्टशतम् ।
ભાષ્યાર્થ :
सङ्ख्या
ઉત્કૃષ્ટનાષ્ટશતમ્ ।। સંખ્યા=સંખ્યાદ્વારને આશ્રયીને સિદ્ધનું સ્વરૂપ બતાવે છે એક સમયમાં કેટલા સિદ્ધ થાય છે ? એ પ્રકારનો પ્રશ્ન છે. જઘન્યથી એક સિદ્ધ થાય છે, ઉત્કૃષ્ટથી ૧૦૮ સિદ્ધ થાય છે. ।।
ભાવાર્થ:
(૧૧) સંખ્યાદ્વાર :
સુગમ છે. II
સૂત્ર ક્રમાનુસાર અલ્પબહુત્વદ્વારથી સિદ્ધનું સ્વરૂપ બતાવે છે
ભાષ્યઃ
अल्पबहुत्वम् । एषां क्षेत्रादीनामेकादशानामनुयोगद्वाराणामल्पबहुत्वं वाच्यम् । तद्यथा- — ક્ષેત્રसिद्धानां जन्मतः संहरणतश्च कर्मभूमिसिद्धा अकर्मभूमिसिद्धाश्च, सर्वस्तोकाः संहरणसिद्धा,