________________
૨૪૭.
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ ભાવાર્થ:(૧૨) અલ્પબદુત્વતાર -
અલ્પબહુવૈદ્ધારને આશ્રયીને અગિયારે દ્વારોનું અલ્પબદુત્વ ક્રમસર વાચ્ય છે. તેમાં પ્રથમ ક્ષેત્રસિદ્ધોને આશ્રયીને અલ્પબદુત્વ બતાવે છે –
ક્ષેત્રસિદ્ધ જીવો જન્મથી અને સંહરણથી પ્રાપ્ત થાય છે. જન્મથી કર્મભૂમિમાં રહેલા જીવો જ સિદ્ધ થાય છે, અકર્મભૂમિમાં જન્મેલા જીવો સિદ્ધ થતા નથી. સંકરણથી કર્મભૂમિમાં રહેલા જીવો સિદ્ધ થાય છે અને અકર્મભૂમિમાં રહેલા જીવો પણ સિદ્ધ થાય છે; કેમ કે કર્મભૂમિમાં રહેલા કોઈક પ્રમત્તમુનિને કે કોઈ શ્રાવક આદિને કોઈ સંહરણ કરીને અકર્મભૂમિમાં મૂકે ત્યારબાદ તે મહાત્માને અપ્રમત્તમુનિભાવ આદિની પ્રાપ્તિ થવાપૂર્વક ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થાય તો તે પ્રમત્તમુનિ કે શ્રાવક કેવલજ્ઞાન પામીને ત્યાં સિદ્ધ થાય. તેથી સંહરણને આશ્રયીને જેમ કોઈ એક કર્મભૂમિમાંથી અન્ય કર્મભૂમિમાં સિદ્ધ થનારા જીવોની પ્રાપ્તિ છે તેમ સંહરણને આશ્રયીને અકર્મભૂમિમાં સિદ્ધ થનારા જીવોની પણ પ્રાપ્તિ છે.
સંહરણ પામીને સિદ્ધ થનારા જીવો થોડા છે અર્થાત્ સંહરણ વગર સિદ્ધ થનારા જીવોની અપેક્ષાએ થોડા છે. અને જન્મથી કર્મભૂમિમાં જન્મેલા અને સંહરણ થયા વગરના જીવો સંહરણસિદ્ધ કરતાં અસંખ્યગુણા છે; કેમ કે બહુલતાએ જેઓ જે ક્ષેત્રમાં જન્મે છે ત્યાં જ સાધના કરીને મોક્ષની પ્રાપ્તિ કરે છે. તેથી સંહરણસિદ્ધ કરતાં જન્મથી સિદ્ધ થનારા જીવ અસંખ્યાતગુણા પ્રાપ્ત થાય છે. આનાથી એ ફલિત થાય કે સિદ્ધ થનારા જીવોમાં સંહરણ થવાનો પ્રસંગ અસંખ્યાત વર્ષોના વિભાગથી બહુલતાએ થાય છે, જેથી સંહરણની અપેક્ષાએ જન્મથી અસંખ્યાતગુણાની પ્રાપ્તિ છે. સંહરણ બે પ્રકારે છે : (૧) પરકૃત અને (૨) સ્વયંકૃત. કોઈ પ્રમત્તસાધુ આદિને દેવ સંહરણ કરે કે ચારણલબ્ધિવાળા કે વિદ્યાધર સંહરણ કરે ત્યારે તે સંકરણથી અન્ય કર્મભૂમિમાં કે અકર્મભૂમિમાં કે સમુદ્રાદિમાં પ્રાપ્ત થાય છે, જે પરકૃત સંહરણ છે.
વળી ચારણમુનિઓ અને વિદ્યાધરો કાયોત્સર્ગધ્યાન કરવા માટે કે મેરુપર્વત આદિમાં રહેલા સિદ્ધાયતન આદિની ભક્તિ કરવા માટે કે અન્ય કોઈ પ્રયોજનથી સ્વયં જ પોતે જે સ્થાને રહેલા હોય તેનાથી અન્ય એવા ધાતકીખંડ આદિમાં કે જંબૂદીપની જ અન્ય કર્મભૂમિમાં કે અકર્મભૂમિમાં જાય છે, જે સ્વયંસ્કૃત સંહરણ છે.
આ રીતે અન્ય કર્મભૂમિ આદિમાં પ્રાપ્ત થયેલા તેઓને ભાવનો પ્રકર્ષ થવાને કારણે ક્ષપકશ્રેણીનું આરોહણ થવાને કારણે ઘાતિકર્મોનો ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અને પોતાના જન્મસ્થાન સિવાયની કર્મભૂમિમાં કે અકર્મભૂમિમાં કે સમુદ્રાદિમાં તેઓને સિદ્ધિગતિની પ્રાપ્તિ થાય છે.
વળી, આ ક્ષેત્રનો વિભાગ જેમ કર્મભૂમિ, અકર્મભૂમિને આશ્રયીને થાય છે તેમ દ્વીપ-સમુદ્રને આશ્રયીને પણ થાય છે અને ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્થાલોકને આશ્રયીને પણ થાય છે. તેમાંથી ઊર્ધ્વલોકસિદ્ધ, અધોલોકસિદ્ધ અને તિચ્છલોકસિદ્ધનું અલ્પબદુત્વ બતાવતાં કહે છે –