________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭
૨૪૩ પ્રાપ્ત થયેલું હોય છે અને કોઈક રીતે અવધિજ્ઞાન પણ પ્રાપ્ત થયેલું હોય છે. આ ત્રણે નિર્મળ જ્ઞાનો આત્માને હંમેશાં મોહના ઉમૂલનને અનુકૂળ ઉચિત યત્ન કરાવીને પ્રતિભજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બને છે, જેના ફળરૂપે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
વળી કેટલાક મહાત્માઓ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન દ્વારા સિદ્ધ થાય છે. આવા મહાત્માઓને પ્રથમ નિર્મળ કોટિનું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે અને સંયમકાળમાં મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ત્રણેય જ્ઞાનો નિર્મળ કોટીનાં હોવાથી આત્માને જિનતુલ્ય થવા માટેની સતત પ્રવૃત્તિ કરાવે છે. આવા મહાત્માઓ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનના બળથી પ્રાતિજજ્ઞાનને પ્રાપ્ત કરીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે, જેનાથી સિદ્ધ થાય છે.
વળી પરંપરપશ્ચાત્કૃતિકનયની દૃષ્ટિથી કેટલાક મહાત્માઓ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનરૂપ ચાર જ્ઞાન વડે સિદ્ધ થાય છે. તેઓ પણ નિર્મળ કોટિનાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનના બળથી જિનતુલ્ય થવા યત્ન કરનારા હોય છે. જેના બળથી પ્રાતિજજ્ઞાનને પામીને તેઓ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને અંતે સિદ્ધ થાય છે.
આ રીતે જ્ઞાનદ્વારને આશ્રયીને સિદ્ધના જીવોની વિચારણા કરવાથી મોક્ષના કારણભૂત મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન કેવાં નિર્મળ કોટિનાં હોય છે ? જેનાથી જીવને સતત સંસારના ઉચ્છેદની ઉચિત પ્રેરણા મળે છે, તેનો માર્ગાનુસારી બોધ થવાથી તે જ્ઞાનો પ્રત્યે અત્યંત અહોભાવ થાય છે જેનાથી પણ નિર્મળ મતિજ્ઞાન આદિની પ્રાપ્તિ થાય છે. II
સૂત્રના ક્રમાનુસાર અવગાહના દ્વારમાં કોણ સિદ્ધ થાય છે તે બતાવે છે – ભાષ્ય :
अवगाहना, कः कस्यां शरीरावगाहनायां वर्तमानः सिध्यति ? अवगाहना द्विविधा - उत्कृष्टा जघन्या च, उत्कृष्टा पञ्चधनुःशतानि धनुःपृथक्त्वेनाभ्यधिकानि, जघन्या सप्त रत्नयोऽङ्गुलपृथक्त्वहीनाः, एतासु शरीरावगाहनासु सिध्यति पूर्वभावप्रज्ञापनीयस्य, प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्य तु एतास्वेव यथास्वं त्रिभागहीनासु सिध्यति । ભાષ્યાર્થ:
કવાદના ...... સિધ્ધતિ | અવગાહના=અવગાહતાદ્વારને આશ્રયીને સિદ્ધનું સ્વરૂપ બતાવે છે – કયો સિદ્ધનો આત્મા કયા શરીરની અવગાહનામાં સિદ્ધ થાય છે? એ પ્રકારનો પ્રશ્ન છે. અવગાહના બે પ્રકારની છે – ઉત્કૃષ્ટ અને જઘ૦. ઉત્કૃષ્ટ અવગાહના ધનુષપૃથક્વથી અભ્યધિક ૫૦૦ ધનુષની ઉત્કૃષ્ટ અવગાહના છે=બેથી તવ ધનુષ અધિક ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની અવગાહના છે. જઘન્ય અંગુલપૃથક્ત હીન સાત હાથની અવગાહનાવાળા સિદ્ધ થાય છે. આ શરીર અવગાહનામાં પૂર્વભાવપ્રજ્ઞાપનીયતયની દૃષ્ટિથી સિદ્ધ થાય છે. વળી પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયતયની દૃષ્ટિથી આમાં