________________
તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭
૨૪૧ કહેવાય. જેમ ગણધરો તીર્થંકરો પાસેથી બોધ પામીને સંયમ ગ્રહણ કર્યા પછી તત્ત્વની પૃચ્છા કરે છે, જેનાથી ભગવાને તેમને ત્રિપદી દ્વારા દ્વાદશાંગી આપી. તેથી બુદ્ધ એવા ભગવાનથી બોધિત ગણધરાદિ મહાત્માઓ છે અને તેવા બુદ્ધબોધિતસિદ્ધના બે ભેદો છે. (૧) પરબોધક સિદ્ધ અને (૨) સ્વઇષ્ટકારી સિદ્ધ.
(૩) પરબોધકસિદ્ધઃ
જેઓ કોઈના દ્વારા બોધ પામીને સંયમ ગ્રહણ કર્યા પછી શાસ્ત્રાભ્યાસથી બોધિત થયેલા હોય તેવા બુદ્ધબોધિત જીવો કેટલાક અન્ય જીવોને સન્માર્ગ બતાવીને અંતે સિદ્ધ થાય છે. જેમ ગૌતમસ્વામી આદિ મહામુનિઓ અનેક જીવોને શાસ્ત્રોનો બોધ કરાવી સિદ્ધ થયા તેઓ પરબોધક સિદ્ધ છે. (૪) સ્વઇષ્ટકારીસિદ્ધ -
જેઓ તેવા પ્રકારની પરને બોધ કરાવવાની શક્તિવાળા નથી; પરંતુ ગીતાર્થ ગુરુ પાસેથી શાસ્ત્રો ભણ્યા પછી તે શાસ્ત્રોથી આત્માને અત્યંત ભાવિત કરીને પોતાના ઇષ્ટ એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે. તેઓ સ્વઈષ્ટકારી સિદ્ધ છે. જેમ શાલિભદ્રમુનિ આદિ શાસ્ત્રો ભણીને ગીતાર્થ થયેલા, છતાં પ્રધાનરૂપે તે શાસ્ત્રોથી આત્માને ભાવિત કરીને પોતાના ઇષ્ટને સાધવા પ્રયત્ન કરે છે; તેઓ વર્તમાનભવમાં સિદ્ધ થયા નથી. તેથી સ્વઇષ્ટકારી સિદ્ધમાં તેઓની ગણના થાય નહીં, તોપણ) તેમની જેમ જેઓ શાસ્ત્ર ભણ્યા પછી પોતાને ઇષ્ટકારી એવા શાસ્ત્રોથી ભાવિત થઈને કેવલજ્ઞાનાદિ પામે તેઓ સ્વઇષ્ટકારી સિદ્ધ કહેવાય.
આ પ્રકારે સિદ્ધ થનારા જીવોની પ્રત્યેકબુદ્ધરૂપે અને બુદ્ધબોધિત સ્વરૂપે ઉપસ્થિતિ કરવાથી સિદ્ધઅવસ્થાને પામનારા મહાત્માઓ પૂર્વભૂમિકામાં કેવી કેવી પરિણતિવાળા હોય છે ? જે પરિણતિના બળથી તેઓ સિદ્ધ થયા, તેની ઉપસ્થિતિ થાય છે. તેથી સિદ્ધત્વની પ્રાપ્તિની કારણભૂત તે સર્વ પરિણતિઓ પ્રત્યે બહુમાનભાવ થાય છે. ફળસ્વરૂપે ઘણા કર્મની નિર્જરા થાય છે. II સૂત્રના ક્રમાનુસાર જ્ઞાનદ્વારમાં કોણ સિદ્ધ થાય છે ? તે બતાવે છે –
ભાષ્ય :
ज्ञानम्, अत्र प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्य केवली सिध्यति । पूर्वभावप्रज्ञापनीयो द्विविधः - अनन्तरपश्चात्कृतिकश्च परम्परपश्चात्कृतिकश्च, अव्यञ्जिते च व्यञ्जिते च । अव्यञ्जिते द्वाभ्यां ज्ञानाभ्यां सिध्यति, त्रिभिश्चतुर्भिरिति । व्यञ्जिते द्वाभ्यां मतिश्रुताभ्याम्, त्रिभिर्मतिश्रुतावधिभिः मतिश्रुतमनःपर्यायैर्वा, चतुभिर्मतिश्रुतावधिमनःपर्यायैरिति । ભાષાર્થ:જ્ઞાનમ્ .... મન:પર્યારિત્તિ જ્ઞાન જ્ઞાન દ્વારને આશ્રયીને સિદ્ધનું સ્વરૂપ બતાવે છે – અહીં