________________
૨૯
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭
વળી પૂર્વભાવપ્રજ્ઞાપનીયન દષ્ટિથી સાધક જ્યારે સિદ્ધના જીવો કયા ચારિત્રમાં સિદ્ધ થાય છે ? તેને જોવા માટે યત્ન કરે છે ત્યારે સામાયિકચારિત્રવાળા મહાત્માઓ કેવા સમભાવના પરિણામવાળા હોય છે ? તેની સ્મૃતિ થાય છે. તેઓ જ વડીદીક્ષા દ્વારા છેદોપસ્થાપ્યચારિત્રમાં સ્થાપિત થાય છે, ત્યારે પાંચ મહાવ્રતરૂપ કેવી વિશિષ્ટ ગુણસંપત્તિવાળા થાય છે ? જેથી પૂર્વ કરતાં પણ વિશિષ્ટ કોટિનો સામાયિકનો પરિણામ તેઓમાં પ્રગટ થાય છે, તેનું સ્મરણ થાય છે. આ રીતે ચારિત્રદ્વારની વિચારણા કરનાર મહાત્માને પણ સિદ્ધની પૂર્વભૂમિકામાં તે મુનિઓ કેવા ઉત્તમ પરિણામવાળા હતા ? તેનું સ્મરણ થાય છે, જેથી મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે. વળી તેમાંથી પણ કેટલાક મહાત્મા પરિહારવિશુદ્ધિચારિત્રને પામે છે, તેઓના વિશુદ્ધ સંયમસ્થાનનું સ્મરણ થવાથી ચારિત્રકારની વિચારણા કરનાર મહાત્માને વિશેષ પ્રકારની નિર્જરાની પ્રાપ્તિ થાય છે.
વળી સિદ્ધમાં જનારા જીવો જ્યારે ક્ષપકશ્રેણિ માંડે છે ત્યારે સૂક્ષ્મસંપરાયચારિત્ર, યથાવાતચારિત્રને પામે છે, તેનું સ્વરૂપ શાસ્ત્રથી જેમણે જાણ્યું છે તેમને તે શબ્દના શ્રવણમાત્રથી પણ તે ચારિત્ર પ્રત્યે અહોભાવ થાય છે. જેથી તે મહાત્મા આ ચારિત્રના બળથી સંસારસાગર તર્યા છે, તેવી સ્મૃતિ થાય છે. તેથી મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે.
વળી કોઈક મહાત્મા સંયમ સ્વીકાર્યા પછી મૂલપ્રાયશ્ચિત્તને પામ્યા હોય છતાં અત્યંત કલ્યાણના અર્થી હોવાથી છેદોપસ્થાપ્યચારિત્રને પામીને ફરી કઈ રીતે મોક્ષમાર્ગમાં સ્થિર થાય છે ? તેની સ્મૃતિ થવાથી તેવા મહાત્મા પ્રત્યે પણ પૂજ્યભાવ થાય છે. છેદોપસ્થાપ્યચારિત્રને પામીને તેઓ પણ કયા ક્રમથી સિદ્ધિગતિને પામ્યા છે તે સર્વનું સ્મરણ કરતા મોક્ષના અર્થી જીવોને ક્યારેય સંતોષ થતો નથી, પરંતુ એવા ઉત્તમ મહાત્માનું સદા સ્મરણ રહે છે. તે પ્રકારનો બોધ કરાવીને જ પ્રસ્તુત ચારિત્ર દ્વારનું વર્ણન સફળ છે. I
સૂત્રના ક્રમાનુસાર પ્રત્યેકબુદ્ધબોધિત દ્વારમાં કોણ સિદ્ધ થાય છે ? તે બતાવે છે – ભાષ્ય -
प्रत्येकबुद्धबोधितः । अस्य व्याख्याविकल्पश्चतुर्विधः । तद्यथा - अस्ति स्वयम्बुद्धसिद्धः, स द्विविधः - अहँश्च तीर्थकरः प्रत्येकबुद्धसिद्धश्च । बुद्धबोधितसिद्धः त्रिचतुर्थो विकल्पः, परबोधकसिद्धाः स्वेष्टकारिसिद्धाः । ભાષાર્થ :
પ્રબુદ્ધ વોથિતઃ...... વેદરિસિદ્ધઃ | પ્રત્યેકબુદ્ધબોધિત=પ્રત્યેકબુદ્ધબોધિત દ્વારને આશ્રયીને સિદ્ધનું સ્વરૂપ બતાવે છે – આનો પ્રત્યેકબુદ્ધબોધિતનો, વ્યાખ્યા-વિકલ્પ ચાર પ્રકારનો છે–તેના ચાર ભેદો છે. તે આ પ્રમાણે – (૧) સ્વયંભુદ્ધસિદ્ધ છે તે બે પ્રકારના છે. (૧) અરિહંત તીર્થકર, (૨) પ્રત્યેકબુદ્ધસિદ્ધ. બુદ્ધબોધિતસિદ્ધ, ત્રીજો ચોથો વિકલ્પ છે (અર્થાત) (૩) પરબોધકસિદ્ધ (ત્રીજો વિકલ્પ છે) અને (૪) સ્વઈષ્ટકારીસિદ્ધ (ચોથો વિકલ્પ છે.) .