________________
૨૩૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ સિદ્ધ થાય છે. એ રીતે તીર્થંકરીના=સ્ત્રીતીર્થંકરના, તીર્થમાં પણ સિદ્ધો જાણવા=ત્રણ ભેદવાળા
જાણવા. ॥
ભાવાર્થ:(૫) તીર્થદ્વાર
તીર્થદ્વારને આશ્રયીને સિદ્ધની વિચારણા કરે છે
તીર્થંકરો હંમેશાં પોતાનું તીર્થ સ્થાપન કર્યા પછી મોક્ષમાં જાય છે, તે વખતે પોતાનું તીર્થ વિદ્યમાન હોય છે. તેથી તીર્થંકરના તીર્થમાં તીર્થંકર સિદ્ધ થાય છે. વળી, તીર્થંકરના તીર્થમાં નોતીર્થંકર સિદ્ધ થાય છે. અહીં ‘નો’ શબ્દ દેશનિષેધ અર્થક છે. તેથી તીર્થંકર સિવાયના સ્વયંબુદ્ધનું ગ્રહણ હોવાની સંભાવના જણાય છે; જ્યારે ટીકાકારશ્રીએ નોતીર્થંકર શબ્દથી પ્રત્યેકબુદ્ધનું ગ્રહણ કરેલ છે. તત્ત્વ બહુશ્રુતો વિચારે.
-:
જેઓ તીર્થંકર થયા નથી, પરંતુ કાંઈક તીર્થંકર જેવા છે તેઓ નોતીર્થંકરસિદ્ધ છે. તેથી દેશનિષેધવાચી નોતીર્થંક૨ શબ્દથી તીર્થંકર જેવા વિશિષ્ટ પ્રભાવક ગ્રહણ થઈ શકે કે સ્વયંબુદ્ધનું ગ્રહણ થઈ શકે કે પ્રત્યેકબુદ્ધનું ગ્રહણ થઈ શકે તે વિષયમાં સૂક્ષ્મ પદાર્થ ગીતાર્થો નક્કી કરે.
વળી તીર્થંક૨ના તીર્થમાં અતીર્થંકરસિદ્ધો=તીર્થંકર સિવાયના અને નોતીર્થંકર સિવાયના અન્ય સર્વ સિદ્ધ થનારાઓ, સિદ્ધ થાય છે; કેમ કે તીર્થંકરના તીર્થમાં જે કોઈ સિદ્ધ થાય તે સર્વ તીર્થમાં સિદ્ધ થયેલા કહેવાય.
તીર્થમાં કોણ કોણ સિદ્ધ થાય છે ? તેની વિચારણા પ્રસ્તુત દ્વારમાં છે. તેથી અતીર્થસિદ્ધ એવાં મરુદેવા માતાદિનું પ્રસ્તુતમાં ગ્રહણ નથી. II
પૂર્વમાં લિંગદ્વા૨માં સ્ત્રીલિંગ, પુરુષલિંગ અને નપુંસકલિંગનું કથન કર્યું. ત્યારપછી ક્રમપ્રાપ્ત તીર્થદ્વારનું કથન કર્યું. હવે ભાષ્યકારશ્રી સિંહાવલોકિત ન્યાયથી લિંગ શબ્દનો અન્ય અર્થ કરીને ફરીથી લિંગદ્વાર બતાવે છે
ભાષ્યઃ
लिङ्गे पुनरन्यो विकल्प उच्यते - द्रव्यलिङ्गं भावलिङ्गं अलिङ्गमिति । प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्यालिङ्गः सिध्यति । पूर्वभावप्रज्ञापनीयस्य भावलिङ्गं प्रति स्वलिङ्गे सिध्यति । द्रव्यलिङ्गं त्रिविधं - स्वलिङ्गमन्यलिङ्गं गृहिलिङ्गमिति, तत्प्रति भाज्यम् सर्वस्तु भावलिङ्गं प्राप्तः सिध्यति ।
---
ભાષ્યાર્થ ઃ
શિો. સિધ્ધતિ ।। લિંગમાં વળી અન્ય વિકલ્પ કહેવાય છે દ્રવ્યલિંગ, ભાવલિંગ અને અલિંગ એમ ત્રણ ભેદ છે. પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયના મતે અલિંગસિદ્ધ થાય છે=સર્વ કર્મરહિત સિદ્ધના જીવો દ્રવ્યલિંગ અને ભાવલિંગ વગરના હોય છે, તેથી અલિંગસિદ્ધ થાય છે. પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયના મતે ભાવલિંગને આશ્રયીને=મોક્ષના કારણીભૂત એવા રત્નત્રયીરૂપ ભાવલિંગને આશ્રયીને,
-