________________
૨૩૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ પલ્યોપમ શેષ હોય ત્યારે પણ જન્મેલા જીવો સિદ્ધ થતા નથી; પરંતુ સંખ્યાતા વર્ષો શેષ હોય એવો પલ્યોપમનો અત્યંત નાનો ભાગ ત્રીજા આરાનો બાકી હોય તે વખતે જન્મેલા સિદ્ધ થાય છે, જેમ મરુદેવા માતા. આખા દુઃષમસુષમાઆરામાં જન્મેલા જીવો સિદ્ધ થઈ શકે છે. તેથી એ પ્રાપ્ત થાય કે ચોથા આરામાં જન્મેલા ચરમ શરીરને અનુકૂળ ભવને પામેલા હોય તો અવશ્ય ચોથા આરામાં કે પાંચમા આરામાં સિદ્ધ થાય છે. વળી પાંચમા આરામાં જન્મેલા જીવો સિદ્ધ થતા નથી અને બીજા કોઈપણ આરામાં ત્રીજા અને ચોથા આરાને છોડીને અન્ય કોઈ આરામાં જન્મેલા સિદ્ધ થતા નથી.
વળી સંહરણને આશ્રયીને સર્વ કાળમાં અવસર્પિણીમાં, ઉત્સર્પિણીમાં કે અવસર્પિણી-ઉત્સર્પિણી નથી એવા કાળમાં જીવો સિદ્ધ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ સાધુનું સંહરણ કરીને પ્રથમ આરાવાળા ક્ષેત્રમાં દેવ લાવેલ હોય, ત્યાં તે સાધુ અપ્રમત્તભાવ પામીને કેવલજ્ઞાન પામે તો પ્રથમ આદિ આરામાં પણ સિદ્ધ થવાની પ્રાપ્તિ થાય છે. II ભાષ્યઃ
गतिः, प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्य सिद्धिगत्यां सिध्यति, शेषास्तु नया द्विविधाः - अनन्तरपश्चात्कृतगतिकश्च एकान्तरपश्चात्कृतगतिकश्च, अनन्तरपश्चात्कृतगतिकस्य मनुष्यगत्यां सिध्यति, एकान्तरपश्चात्कृतगतिकस्याविशेषेण सर्वगतिभ्यः सिध्यति । ભાષ્યાર્થ
તિઃ...... fસતિ | ગતિ ગતિ દ્વારને આશ્રયીને સિદ્ધનું સ્વરૂપ બતાવે છે – પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયતયના મતે સિદ્ધિગતિમાં સિદ્ધ થાય છે. શેષ નયો=ઋજુસૂત્રનય અને શબ્દ આદિ ત્રણ એમ ચાર તયોને છોડીને શેષ ત્રણ તયો, બે પ્રકારની ગતિને ઈચ્છે છે: (૧) અનંતરપશ્ચાદ્ભૂતગતિ અને (૨) એકાંતર૫શ્ચાત્કૃતગતિ. અનંતરપચ્ચાસ્કૃતગતિને જોનાર નયદષ્ટિમાં મનુષ્યગતિમાં સિદ્ધ થાય છે, (જ્યારે) એકાંતરપશ્ચાત્કૃતગતિનયના મતમાં અવિશેષથી સર્વ ગતિઓમાંથી સિદ્ધ થાય
છે. II.
ભાવાર્થ(૩) ગતિદ્વાર :
ગતિદ્વારને આશ્રયીને સિદ્ધની વિચારણા કરે છે –
જે જીવ સિદ્ધ થાય છે તેનો છેલ્લો જન્મ અનંતરપશ્ચાત્કૃતગતિ છે. માટે મનુષ્યગતિથી સિદ્ધ થાય છે, તેમ કહેવાય છે. અને જે જીવ જે ભવમાં સિદ્ધ થાય છે તેના પૂર્વનો ભવ એ એક ભવના આંતરાવાળો છે, તેથી એકાંતર પચ્ચાસ્કૃતગતિ છે. તેથી તે ગતિથી સિદ્ધ થાય છે, એમ કહેવાય છે. માટે ચાર ગતિથી સિદ્ધની પ્રાપ્તિ છે, તેમ કહેવાય છે. II