________________
૨૩૧
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ જન્મથી જ અને સંહરણથી વિચારણા કરાય છે. જન્મથી અવસર્પિણી, ઉત્સર્પિણી, અનવસર્પિણીઉત્સર્પિણીમાં જન્મેલ જીવ સિદ્ધ થાય છે.
આ રીતે અવિશેષથી કાળને આશ્રયીને કહ્યું. હવે વિશેષથી કાળને આશ્રયીને કહે છે – વિશેષથી અવસર્પિણીમાં સુષમદુષમારૂપ ત્રીજા આરાના સંખ્યાત વર્ષ શેષમાં જન્મેલો જીવ સિદ્ધ થાય છે. આખા દુઃષમસુષમારૂપ ચોથા આરામાં જન્મેલો સિદ્ધ થાય છે. દુઃષમસુષમારૂપ ચોથા આરામાં જન્મેલો દુઃષમારૂપ પાંચમા આરામાં સિદ્ધ થાય છે, પરંતુ દુઃષમારૂપ પાંચમા આરામાં જન્મેલો સિદ્ધ થતો નથી. અન્યત્ર આરામાં પહેલા-બીજા અને છઠ્ઠા આરામાં, જન્મેલો જીવ સિદ્ધ થતો જ નથી. વળી સંહરણને આશ્રયીને સર્વ કાળમાં અવસર્પિણીમાં, ઉત્સર્પિણીમાં, અનવસર્પિણીઉત્સર્પિણીમાં અવસર્પિણી-ઉત્સર્પિણીના અભાવવાળા મહાવિદેહ આદિમાં, સિદ્ધ થાય છે. ! ભાવાર્થ :(૨) કાલહાર :
કાલદ્વારમાં પણ પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનય અને પૂર્વભાવપ્રજ્ઞાપનીયનય બન્ને નયોથી જોવામાં આવે છે, એ સિવાય અન્ય કોઈ નયની દૃષ્ટિ પ્રવર્તતી નથી. ત્યાં પ્રશ્ન થાય કે સિદ્ધના જીવો ક્યા કાળમાં સિદ્ધ થાય છે ? આ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે –
પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનયનયની દૃષ્ટિથી અકાળમાં સિદ્ધ થાય છે અર્થાત્ જ્યાં મનુષ્યક્ષેત્રરૂપ કાળ નથી એવા અકાળમાં સિદ્ધ થાય છે; કેમ કે મનુષ્યક્ષેત્રમાં ઋતુના પરિવર્તનરૂપ કાળની પ્રાપ્તિ છે અને તેવા કાળની પ્રાપ્તિ અઢીદ્વીપની બહાર નથી. સિદ્ધ થનારા જીવો પ્રત્યુત્પન્નભાવ-પ્રજ્ઞાપનીયનયથી સિદ્ધશિલા ઉપર જ સિદ્ધ થાય છે, ત્યાં કાળ નથી માટે અકાળમાં સિદ્ધ થાય છે.
વળી પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી જોવામાં આવે તો જે જીવ સિદ્ધ થાય છે તેનો પૂર્વભાવ તેને જોનારી નદૃષ્ટિ છે. તેથી તે જે ભવમાંથી સિદ્ધ થયો છે તે ભવ પૂર્વભાવ કહેવાય. આ પૂર્વભાવની દૃષ્ટિથી સિદ્ધના જીવો કયા કાળમાં સિદ્ધ થાય છે? તેની વિચારણા જન્મથી અને સંહરણથી થાય છે. જે જીવો જન્મથી અવસર્પિણીકાળમાં, ઉત્સર્પિણીકાળમાં કે અવસર્પિણી-ઉત્સર્પિણી નથી એવા કાળમાં જન્મ્યા છે, તેઓ જ સિદ્ધ થાય છે. આ કથનથી એ પ્રાપ્ત થાય કે અઢીદ્વીપમાં આ ત્રણ પ્રકારનો કાળ વર્તે છે, તેથી આ ત્રણ પ્રકારના કાળવાળા ક્ષેત્રમાં જન્મેલા જીવો સિદ્ધ થાય છે. આ ત્રણ પ્રકારનો કાળ જ્યાં નથી ત્યાં જન્મેલા જીવો સિદ્ધ થતા નથી. --
આ ત્રણ પ્રકારના કાળમાં પણ કયા કાળમાં જન્મેલા સિદ્ધ થતા નથી ? તેને વિશેષથી બતાવવા અર્થે કહે
છે
–
વિશેષથી અવસર્પિણીમાં સુષમદુઃષમામાં ત્રીજા આરામાં, સંખ્યાત વર્ષ શેષ રહે છતે જન્મ પામેલા જીવો સિદ્ધ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે બે કોટાકોટી સાગરોપમનો દુઃષમાકાળ છે. તે કાળના એક