________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭
૨૨૯ સંયત, ચૌદપૂર્વધર, આહારકશરીરવાળા એટલા સંહરણ કરાતા નથી. ઋજુસૂત્રમય અને શબ્દ આદિ ત્રણ નવો શબ્દનય-સમભિરૂઢનય-એવંભૂતનય આ ત્રણ તયો, પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીય છે. જ્યારે શેષ કયો ઉભયભાવનું પ્રજ્ઞાપન કરે છેપૂર્વભાવ અને પ્રત્યુત્પણભાવ બન્ને ભાવનું પ્રજ્ઞાપન કરે છે.
ત્તિ' શબ્દ ક્ષેત્રદ્વારની સમાપ્તિ અર્થે છે. I. ભાવાર્થ - (૧) ક્ષેત્રદ્વાર :
પ્રસ્તુત સૂત્રમાં ગ્રંથકારશ્રીએ બાર અનુયોગદ્વારોથી સિદ્ધના સ્વરૂપનું ચિંતવન કરવાની વિચારણા બતાવેલ છે. તેમાંથી ક્ષેત્રદ્વારને આશ્રયીને સિદ્ધના જીવોનું ચિંતવન આ પ્રમાણે છે –
વર્તમાનના ભાવને પ્રજ્ઞાપના કરનાર નયદૃષ્ટિથી વિચારીએ તો સિદ્ધના જીવો સિદ્ધિક્ષેત્રમાં સિદ્ધ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે ક્ષણે સર્વકર્મોનો નાશ થાય છે, તે ક્ષણમાં જ કાર્મણ આદિ ત્રણ શરીરનો અભાવ થાય છે અને તે ક્ષણમાં જ તે મુક્તાત્મા સિદ્ધિક્ષેત્રમાં પહોંચે છે તથા તે ક્ષણમાં જ તેમનાં સર્વ પ્રયોજનો સિદ્ધ થાય છે, કેમ કે જીવનું પ્રયોજન “સર્વ ઉપદ્રવવાની અવસ્થાના અભાવની પ્રાપ્તિ” છે. અને તે સિદ્ધિક્ષેત્રમાં જ થાય છે, મનુષ્યક્ષેત્રમાં નહીં.
પૂર્વભાવને જોનારી દૃષ્ટિથી વિચારીએ તો સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ પૂર્વનો જે મનુષ્યભવ છે તેની જ્યાં પ્રાપ્તિ થાય અને જે મનુષ્યભવ દ્વારા તે મહાત્મા કર્મનો નાશ કરે તેને આશ્રયીને “તે મહાત્મા સિદ્ધ થયા છે' તેમ કહેવાય. પૂર્વભાવપ્રજ્ઞાપનયનયની દૃષ્ટિથી વિચારીએ તો જન્મને આશ્રયીને સિદ્ધના જીવો પંદર કર્મભૂમિમાં જન્મેલા જ સિદ્ધ થાય છે. પંદર કર્મભૂમિથી અન્યત્ર અકર્મક ભૂમિમાં જન્મેલા સિદ્ધ થતા નથી અને સંહરણને આશ્રયીને પંદરકર્મભૂમિમાં જન્મેલા જીવો મનુષ્યના સર્વ પણ ક્ષેત્રમાંથી સિદ્ધ થાય છે. આથી જ ૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્રનાં દરેક સ્થાનોથી અનંતા ભૂતકાળમાં સિદ્ધ થયા છે. ત્યાં પ્રમત્તસંયત અને સંયતાસંયત સંહરણ કરાય છે. તેથી તે બે સંહરણ પામેલા અન્ય ક્ષેત્રમાં પણ સિદ્ધ થાય છે. એ પ્રકારનો અર્થ પ્રસ્તુત કથનના સંદર્ભથી જણાય છે. અન્યથા કોઈ મિથ્યાદૃષ્ટિ કે સમ્યગ્દષ્ટિ પણ સંહત થઈને અન્ય ક્ષેત્રમાં ગયેલ હોય તેઓ પ્રાયઃ તે ક્ષેત્રમાં સિદ્ધ થતા નહીં હોય, તેથી તેઓને અહીં ગ્રહણ કરેલ નથી એમ જણાય છે. વિશેષ બહુશ્રુતો વિચારે.
વળી પ્રમત્તસંયતમાં પણ કે અપ્રમત્તસંયતમાં પણ કોણ કોણ સંહરણ થતા નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
સાધ્વી સંહરણ કરાતી નથી. તેથી ગુણસ્થાનકમાં રહેલ સાધ્વીનું સંહરણ દેવ વગેરે કરે નહીં તેવો નિયમ હોવાની સંભાવના જણાય છે. વળી અપગત વેદવાળા, ક્ષપકશ્રેણિવાળા જીવો કે કેવલીનું સંહરણ થતું નથી. તેથી પૂર્વમાં સંહરણ થયેલા હોય તેવા જ મુનિઓ અન્ય ક્ષેત્રમાં કેવળજ્ઞાન પામીને સિદ્ધ થાય છે,