________________
૨૨૮
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭
સાધ્ય શબ્દના પર્યાયવાચી બતાવે છે – આના દ્વારા સિદ્ધ સાધ્ય છે અગમ્ય છેઃચિત્ય છે=વ્યાખ્યય છે, એ બધા એકાર્યવાચી છે.
ત્યાં=બાર પ્રકારના અનુયોગદ્વારોમાં, (૧) પૂર્વભાવપ્રજ્ઞાપનીય અને (૨) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીય બે વયો છે. તત્કૃતઃબે નયો કૃત, અનુયોગવિશેષ છે. છે તે આ પ્રમાણે – ભાવાર્થ
ક્ષેત્ર આદિ બાર દ્વારોથી સિદ્ધનું સ્વરૂપ અનુગમ્ય છે, જાણવા યોગ્ય છે, ચિંતવન કરવા યોગ્ય છે અને વ્યાખ્યાન કરવા યોગ્ય છે, એ પ્રકારનો અર્થ સૂત્રમાં સાધ્ય શબ્દથી ગ્રહણ કરવાનો છે. ત્યાં=બાર દ્વારોથી સિદ્ધના સ્વરૂપનું ચિંતવન કરવામાં, બે નયદૃષ્ટિ પ્રવર્તે છે : (૧) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયષ્ટિ અર્થાત્ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ પૂર્વે જે ભાવ વર્તે છે તે ભાવને કહેનારી નયની દૃષ્ટિ અને (૨) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયદૃષ્ટિ અર્થાત્ સિદ્ધત્વના નિષ્પત્તિકાળમાં વર્તતા ભાવોને જોનારી નયની દૃષ્ટિ. આ બે નયની દૃષ્ટિઓથી સિદ્ધના સ્વરૂપનો અનુયોગવિશેષ થાય છે વિચારવિશેષ થાય છે. તે વિચારવિશેષને ‘તથથી બતાવે
ભાષ્ય :
क्षेत्रम् । कस्मिन् क्षेत्रे सिध्यतीति । प्रत्युत्पन्नभावप्रज्ञापनीयं प्रति सिद्धिक्षेत्रे सिध्यतीति, पूर्वभावप्रज्ञापनीयस्य जन्म प्रति पञ्चदशसु कर्मभूमिषु जातः सिध्यतीति, संहरणं प्रति मानुषे क्षेत्रे सिध्यतीति । तत्र प्रमत्तसंयताः संयतासंयताश्च संह्रियन्ते । श्रमण्यपगतवेदः परिहारविशुद्धिसंयतः पुलाकोऽप्रमत्तश्चतुर्दशपूर्वी आहारकशरीरीति न संह्रियन्ते । ऋजुसूत्रनयः शब्दादयश्च त्रयः प्रत्युत्पन्नभावप्रज्ञापनीयाः शेषा नया उभयभावं प्रज्ञापयन्तीति । ભાષ્યાર્થ -
ક્ષેત્રમ્ ... પ્રજ્ઞાપયન્તરિ | ક્ષેત્ર=ક્ષેત્રદ્વારને આશ્રયીને સિદ્ધનું સ્વરૂપ બતાવે છે – કયા ક્ષેત્રમાં સિદ્ધ થાય છે ? એ પ્રકારનો પ્રશ્ન છે.
ત્તિ' શબ્દ ક્ષેત્રદ્વાર વિષયક પ્રશ્નની સમાપ્તિ અર્થે છે. ક્ષેત્રદ્વાર વિષયક કરાયેલા પ્રશ્નનો ઉત્તર આપે છે – પ્રત્યુત્પણભાવપ્રજ્ઞાપનીયનયના મતમાં સિદ્ધિક્ષેત્રમાં સિદ્ધ થાય છેઃકર્મથી મુક્ત થયેલા મહાત્મા સિદ્ધશિલા ઉપરના સિદ્ધિક્ષેત્રમાં સર્વ પ્રયોજનની પ્રાપ્તિરૂપ સિદ્ધ પ્રયોજનવાળા થાય છે. પૂર્વભાવપ્રજ્ઞાપનીયતયના મતે જન્મને આશ્રયીને પંદર કર્મભૂમિમાં થયેલા સિદ્ધ થાય છે. સંહરણને આશ્રયીને મનુષ્યક્ષેત્રમાં સિદ્ધ થાય છે. ત્યાં પ્રમસંયતો અને સંયતાસંયતો=શ્રાવકો, સંહરણ કરાય છે. સાધ્વીઓ, અપગત વેદવાળા, પરિહારવિશુદ્ધિચારિત્રવાળા સંયત, પુલાકસાધુ, અપ્રમત્ત