________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ / સૂત્ર-૬ જીવમાં જે ગૌરવપરિણામ છે=ઊર્ધ્વમાં જવારૂપ ગૌરવપરિણામ છે, તેનો પ્રયોગ પૂર્વમાં સંસારીઅવસ્થામાં થતો ન હતો. કર્મથી મુક્ત થવાને કારણે તે ગૌરવ ધર્મના પ્રયોગનો પરિણામ થયો અને કર્મના આસંગ યોગનો અભાવ થયો તેના કારણે જીવ ઊર્ધ્વ જ જાય છે, પરંતુ અધો કે તિર્યગ્ જતો નથી. અથવા આ હેતુનું યોજન અન્ય રીતે કરે છે -
કર્મના ગૌરવના પ્રયોગથી થતા પરિણામને કારણે જીવને આસંગનો યોગ થયો=કર્મની સાથે સંગનો યોગ થયો.
૨૨૬
-
તે સંગના યોગનો અભાવ થવાથી સિદ્ધના જીવો ઊર્ધ્વ જ જાય છે. તેમાં અલાબુનું દૃષ્ટાંત બતાવે છે અલાબુના દૃષ્ટાંતમાં જે સર્વ વિશેષણો આપ્યાં છે, તે અલાબુ તેવાં વિશેષણોથી પ્રાપ્ત થયેલું હોય તો જ છિદ્ર વગરનું અને પાણીમાં નાખવામાં આવે તો ઉપર રહે એવું પ્રાપ્ત થાય છે. તે સર્વ વિશેષણોમાંથી થોડી પણ ખામીવાળું હોય તેવું અલાબુ પાણીના ઉપરના ભાગમાં ન રહે, પરંતુ મધ્યભાગમાં પણ રહે એવું પણ બને. આવા અલાબુનેતૂંબડાને, ભારે કાળી માટી વડે લેપ કરવામાં આવે અને પાણીમાં નાખવામાં આવે તો તે તુંબડું ભારે માટીના ભારના કારણે પાણીના જમીનના તળમાં પ્રતિષ્ઠિત થાય છે અને પાણીથી તથાવિધ રીતે ભીંજાવાને કા૨ણે જ્યારે માટીનો લેપ દૂર થાય છે ત્યારે તે તુંબડું પાણીની ઉપરની સપાટીમાં આવે છે.
અલાબુના દૃષ્ટાંતનો દાષ્કૃતિકભાવ બતાવે છે
તુંબડાની જેમ ઊર્ધ્વ ગૌરવ ગતિ ધર્મવાળો જીવ છે, જે આઠ કર્મરૂપી ભારયુક્ત કાળી માટીના લેપથી લેપાયેલો છે. તેના સંગને કારણે=માટીના લેપ જેવા સંગને કારણે, સંસારરૂપી મોટા સમુદ્રમાં ભવરૂપી પાણીમાં નિમગ્ન છે. ભવમાં આસક્ત થયેલો અધો નરકગતિ આદિમાં, તિર્છા મનુષ્ય-તિર્યંચગતિમાં અને ઊર્ધ્વ દેવગતિ આદિમાં જાય છે. સમ્યગ્દર્શન આદિ પાણીથી કર્મરૂપી મળ દૂર થાય છે ત્યારે ઊર્ધ્વગૌરવને કા૨ણે=જીવનો ઊર્ધ્વ જવાનો સ્વભાવ હોવાને કારણે, લોકના અંત સુધી ઊર્ધ્વ જ જાય છે.
ભાષ્યઃ
स्यादेतत् - लोकान्तादप्यूर्ध्वं मुक्तस्य गतिः किमर्थं न भवतीति ? अत्रोच्यते - धर्मास्तिकायाभावात् । धर्मास्तिकायो हि जीवपुद्गलानां गत्युपग्रहेणोपकुरुते, स तत्र नास्ति, तस्माद् गत्युपग्रहकारणाभावात् परतो गतिर्न भवत्यप्सु अलाबुवत्, नाधो न तिर्यगित्युक्तम् । तत्रैवानुश्रेणिगतिर्लोकान्तेsaतिष्ठते मुक्तो निष्क्रिय इति । । १० / ६ ।।
ભાષ્યાર્થ --
—
સ્વાવેતત્. ગતિ કેમ થતી નથી ?
• કૃતિ ।। આ પ્રમાણે શંકા થાય, લોકાંતથી પણ ઊર્ધ્વ=ઉપર, મુક્તની=સિદ્ધાત્માની,