________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૧૦ | સૂત્ર-૬
૨૨૫ અને તે પ્રકારના ગતિપરિણામથી સિદ્ધના જીવોની ઊર્ધ્વગતિ છે. ઊર્ધ્વ ગૌરવને કારણે અને પૂર્વપ્રયોગાદિ હેતુઓથી તે પ્રકારે આન=મુક્તાત્માને, ગતિનો પરિણામ થાય છે. જેના કારણે સિધ્યમાન જીવની ગતિ થાય છે. અને તે ગતિ ઊર્ધ્વ જ થાય છે, અધો અથવા તિર્થ નહીં. કેમ ઊર્ધ્વ જ ગતિ થાય છે ? અધો-તિર્થન્ ગતિ કેમ થતી નથી ? તેમાં હેતુ કહે છે –
ગૌરવ પ્રયોગનો પરિણામ હોવાથી અને આસંગના યોગનો અભાવ હોવાથી ઊર્ધ્વ જ ગતિ થાય છે=જીવનો જે ઊર્ધ્વ જવાનો ગૌરવ પરિણામ હતો તે કર્મવાળી અવસ્થામાં પ્રયોગપરિણામરૂપે ન હતો. કર્મથી મુક્ત થવાને કારણે ઊર્ધ્વ જવાનો જે ગૌરવ પરિણામ છે તેના પ્રયોગનો પરિણામ પ્રગટ થયો અને કર્મના આસંગના યોગનો અભાવ થયો. તેથી ઊર્ધ્વ જ જાય છે. અથવા જીવને કર્મના ભારરૂપ ગૌરવના પ્રયોગના પરિણામથી આસંગનો યોગ હતો, તેનો અભાવ થવાથી=સંસારીઅવસ્થામાં આત્માને ભારે કરે તેવા પ્રયોગને કરનાર પરિણામરૂપ કર્મના આસંગનો યોગ હતો, તેનો અભાવ થવાથી મુક્ત થયેલો જીવ ઊર્ધ્વ જ ગમન કરે છે. તે આ પ્રમાણે –
ગુણવાન ભૂમિભાગમાં આરોપિત, ઋતુકાળમાં થયેલું, બીજના ઉભેદથી અંકુર, પ્રવાલ, પર્ણ, પુષ્પ-ફલકાળમાં અવિમાનિત, સિંચન અને દોહલાદિથી પોષણકર્મથી પરિણત અને કાલમાં છેદાયેલું શુષ્ક અલાબુeતુંબડું, પાણીમાં ડૂબતું નથી અને તે જ તુંબડું ઘન અને ઘણાભારી કૃષ્ણ મૂરિકાના લેપથી આલિપ્ત=ઘન કૃતિકાના લેપના વેષ્ટનથી જનિત, આગંતુક ગૌરવવાળું પાણીમાં પ્રક્ષિપ્ત તદ્ જલમાં પ્રતિષ્ઠિત થાય છે. જ્યારે વળી આનું માટીવાળા તુંબડાનું, ક્લિન્ન થયેલું, મૃત્તિકાલેપ દૂર થાય છે ત્યારે મૃત્તિકાલેપના સંગથી મુક્ત થયેલું શુષ્ક અલાબુ મોક્ષ અનંતર જ પાણીના ઊર્ધ્વતલ સુધી ઊર્ધ્વ જાય છે. એ રીતે ઊર્ધ્વ ગૌરવ ગતિ ધર્મવાળો જીવ પણ આઠ કર્મ રૂપી મૃત્તિકાના લેપથી વેષ્ટિત તેના સંગને કારણે=કર્મરૂપી માટીના સંગને કારણે, સંસારરૂપી મહાસમુદ્રમાં ભવરૂપી પાણીમાં નિમગ્ન, ભવમાં આસક્ત, અધો, તિર્યમ્ અને ઊર્ધ્વ જાય છે. સમ્યગ્દર્શન આદિ પાણીના ક્લેદથી ક્ષીણ થયેલા આઠ કર્મરૂપ મૃત્તિકાના લેપવાળો ઊર્ધ્વ ગૌરવથી ઊર્ધ્વ જ લોકના અંત સુધી જાય છે. II ભાવાર્થ
વળી જીવ તેવા પ્રકારના ગતિપરિણામને કારણે કર્મથી મુક્ત થયા પછી ઊર્ધ્વમાં જ જાય છે, અધો અને તિર્યમ્ જતો નથી.
કેમ ઊર્ધ્વ જ જાય છે ? તેથી કહે છે – ઊર્ધ્વગૌરવને કારણે અને પૂર્વપ્રયોગાદિના હેતુને કારણે મુક્ત આત્માનો તે પ્રકારનો ગતિપરિણામ ઉત્પન્ન થાય છે. જેના કારણે સિધ્યમાનગતિની પ્રાપ્તિ થાય છે=સિદ્ધશિલાની પ્રાપ્તિ થાય છે.
જીવની આ ઊર્ધ્વગતિ જ કેમ થાય છે, અધો અને તિર્યમ્ ગતિ કેમ થતી નથી ? તેમાં હેતુ બતાવે છે –