________________
૨૨
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૬ ભાવાર્થ
સંસારીઅવસ્થામાં દરેક ભવોમાં જીવ દેહથી મુક્ત થાય છે ત્યારે અન્ય ભવમાં જવા માટે વ્યાપારવાળો થાય છે તેમ સર્વ કર્મથી મુક્ત થાય છે ત્યારે પણ પૂર્વના ભવ અનુસાર દેહથી મુક્ત થયા પછી ઊર્ધ્વગમનનો વ્યાપાર થાય છે.
આ કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – જેમ કુલાલના હાથનો સંયોગ દંડ સાથે થાય છે અને દંડનો સંયોગ ચક્ર સાથે થાય છે અર્થાત્ હસ્ત સંયુક્ત દંડ છે, દંડ સંયુક્ત ચક્ર છે તેવા સંયોગને કારણે કુલાલનું ચક્ર પુરુષના પ્રયત્નથી ફરે છેઃકુલાલના પ્રયત્નથી ફરે છે. હવે જો કુલાલનો પ્રયત્ન બંધ થાય, હાથનો દંડ સાથે સંયોગ ન હોય તથા દંડનો ચક્ર સાથે સંયોગ ન હોય તોપણ કુલાલના પૂર્વના પ્રયોગથી તે ચક્ર પરિભ્રમણના સંસ્કાર ક્ષય ન થાય ત્યાં સુધી ભમે છે. તેમ દરેક ભવમાં જીવ આયુષ્ય પૂર્ણ કરે ત્યારે નવા ભવના આયુષ્યકર્મથી પ્રેરાઈને તે ભવ તરફ જવાને અનુકૂળ તેનો ગમનનો પ્રયોગ થાય છે અને જ્યારે કર્મનો ક્ષય થાય છે ત્યારે પણ શરીર સાથેનો સંબંધ ક્ષીણ થવાથી નવા ભવ પ્રત્યે જવાને અનુકૂળ ગતિનું કારણ પૂર્વનો પ્રયોગ બને છે–પૂર્વના ભવોમાં આયુષ્ય ક્ષય થયા પછી અન્યગતિમાં જવાનો કર્મથી પ્રેરાઈને જે ગમનનો પ્રયોગ થતો હતો તે જ ગમનના પ્રયોગથી પ્રેરાયેલો વર્તમાનના આયુષ્યક્ષયવાળો જીવ નવી એવી સિદ્ધિગતિ તરફ જવા માટે પ્રેરાય છે. II ભાષ્ય :
किञ्चान्यत् - असङ्गत्वात् । पुद्गलानां जीवानां च गतिमत्त्वमुक्तं, नान्येषां द्रव्याणाम् । तत्राधोगौरवधर्माणः पुद्गलाः, ऊर्ध्वगौरवधर्माणो जीवाः, एष स्वभावः, अतोऽन्या सङ्गादिजनिता गतिर्भवति । यथा सत्स्वपि प्रयोगादिषु गतिकारणेषु जातिनियमेनाधस्तिर्यगर्ध्वं च स्वाभाविक्यो लोष्टवाय्वग्नीनां गतयो दृष्टास्तथा सङ्गविनिर्मुक्तस्योर्ध्वगौरवादूर्ध्वमेव सिध्यमानगतिर्भवति, संसारिणस्तु कर्मसङ्गादधस्तिर्यगूर्ध्वं च । ભાષ્યાર્થઃવિચિત્ ... ઝર્વે ૪ વળી અન્ય શું છે ?=સિદ્ધમાં મુક્ત આત્માની ગતિ પ્રત્યે અન્ય કારણ શું છે? તે કહે છે – અસંગપણું હોવાથી મુક્તજીવની ગતિ થાય છે, તેમ અવય છે. પુદ્ગલોનું અને જીવોનું ગતિમાનપણું કહેવાયું છે, અવ્ય દ્રવ્યોનું ગતિમાનપણું કહેવાયું નથી. ત્યાં જીવ અને પુદ્ગલની ગતિમાં, અધોગીરવ ધર્મવાળા યુગલો છે=નીચે જવાના મુખ્ય ધર્મવાળા યુગલો છે, અને ઊર્ધ્વગૌરવ ધર્મવાળા જીવો છે=ઊર્ધ્વ જવાના મુખ્ય ધર્મવાળા જીવો છે. આ સ્વભાવ છે=જીવ અને પુગલનો સ્વભાવ છે. આનાથી=પુદ્ગલની અને જીવની મૂળ સ્વભાવથી થતી ગતિથી, અન્ય સંગ આદિ જનિત ગતિ છે. જે પ્રમાણે ગતિકારણ એવા પ્રયોગ આદિ નિમિત્ત હોતે છતે પણ જાતિના નિયમનથી અધો, તિર્યમ્ અને ઊર્ધ્વ સ્વાભાવિકી લોણ, વાયુ, અગ્નિની ગતિ જોવાય છે, તે પ્રમાણે