________________
૨૦.
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૫, ૬ અહીં ભાષ્યમાં અનંતર શબ્દથી ઉત્તરની ક્ષણનું ગ્રહણ નથી, પરંતુ તે જ ક્ષણનું ગ્રહણ છે, તે બતાવવાથે કહે છે –
કેવલી જ્યારે જે ક્ષણમાં સર્વ કર્મનો ક્ષય કરે છે અને પથમિક આદિ સર્વ ભાવોનો અભાવ કરે છે તે ક્ષણમાં મનુષ્યભવના દેહનો વિયોગ કેવલીને પ્રાપ્ત થાય છે, સિધ્યમાન એવી મોક્ષગતિની પ્રાપ્તિ પણ તે જ સમયે થાય છે અને લોકના અંત સ્થાનમાં સિદ્ધશિલા ઉપર પોતાના આત્માની પ્રાપ્તિ પણ તે જ સમયે થાય છે; પરંતુ ભિન્ન સમયમાં થતી નથી.
આ કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – જેમ કોઈ જીવ આયુષ્ય પૂર્ણ કરીને વિગ્રહગતિ વગર કોઈક ભવમાં જાય ત્યારે પ્રયોગપરિણામથી ઉત્પન્ન થયેલ અન્યગતિમાં જવાની ક્રિયાવાળો તે જીવ અહીંથી જે સમયે મૃત્યુ પામે છે તેના ઉત્તર સમયમાં અન્ય ભવમાં ઉત્પન્ન થાય છે, નવા શરીરના નિર્માણનું કાર્ય આરંભ થાય છે અને તે જ સમયમાં પૂર્વના ભવના પર્યાયનો વિનાશ થાય છે. જેમ જીવનું પ્રથમ સમયે કોઈ ભવમાંથી મૃત્યુ થયું હોય તો બીજા સમયે નવા ભવની ઉત્પત્તિ, નવા દેહને અનુકૂળ કાર્યનો આરંભ અને પૂર્વના દેહ સાથેના સંબંધનો વિનાશ યુગપતું એક સમયમાં થાય છે, તેમ કેવલીને કર્મનો ક્ષય થવાની સાથે દેહનો વિયોગ, સિધ્યમાન ગતિની પ્રાપ્તિ, લોકના અંતની પ્રાપ્તિ એક સમયમાં થાય છે.
અહીં સિધ્યમાન ગતિથી સર્વ કાર્યો સિદ્ધ થયાં છે તેવી મોક્ષગતિનું ગ્રહણ છે. વળી જેમ પ્રયોગપરિણામથી જીવ જન્મોત્તરની ગતિપરિણામવાળો થાય છે તેમ વિશ્રસાપરિણામથી ગતિપરિણામવાળા પરમાણુ આદિ પુદ્ગલો કોઈક અન્ય ક્ષેત્રમાં જઈને સ્કંધરૂપે બને છે. તે વખતે તે પરમાણુની અન્ય ક્ષેત્રમાં ઉત્પત્તિ અન્ય ક્ષેત્રમાં પ્રાપ્તિ, સ્કંધરૂપે થવાના કાર્યનો આરંભ અને પૂર્વના પરમાણુ આદિ પર્યાયનો વિનાશ એક સાથે એક સમયમાં થાય છે તેની જેમ કર્મના ક્ષયમાં દેહનો વિયોગ, સિધ્યમાન ગતિની પ્રાપ્તિ અને લોકાંતની પ્રાપ્તિ એક સમયમાં થાય છે. ll૧૦/પા ભાષ્ય :
अत्राह - प्रहीणकर्मणो निरास्रवस्य कथं गतिर्भवतीति ? अत्रोच्यते - ભાષ્યાર્થ
અહીંકર્મના ક્ષયમાં મુક્તાત્માઓની ઊર્ધ્વગતિ થાય છે એ કથનમાં, પ્રશ્ન કરે છે – પ્રવીણ કર્મવાળા મુક્તાત્મા નિરાશ્રવવાળા હોવાથી નિરાશ્રવ એવા મુક્તને કેવી રીતે ગતિ થાય છે? અર્થાત ઊર્ધ્વગતિ થવી જોઈએ નહીં.
તિ' શબ્દ શંકાની સમાપ્તિ અર્થે છે. અહીં આ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે –