________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૪, ૫ ક્ષાયિક્ભાવના, ક્ષાયોપશમિકભાવના, ઔયિકભાવના, પારિણામિકભાવના અને ભવ્યત્વના અભાવથી મોક્ષ થાય છે.
૧૮
કર્મના ઉપશમજન્ય કોઈ ભાવ સિદ્ધને નથી. કેવલસમ્યક્ત્વાદિ ચાર ક્ષાયિકભાવોને છોડીને કોઈ ક્ષાયિકભાવ પણ સિદ્ધમાં નથી અર્થાત્ ક્ષાયિકવીર્ય નથી અને ક્ષાયિકચારિત્ર નથી; પરંતુ મોહના ક્ષયથી કેવલસમ્યક્ત્વરૂપ ક્ષાયિકભાવ છે અને જ્ઞાનાવરણ, દર્શનાવરણના ક્ષયથી કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ ક્ષાયિકભાવ છે. આત્માને ઉપદ્રવકારી પદાર્થથી મુક્ત થવું તે જીવનું મુખ્ય પ્રયોજન છે, જે પ્રયોજન આઠ કર્મના ક્ષયથી સિદ્ધ થાય છે. સિદ્ધ થયેલું તે પ્રયોજન સિદ્ધઅવસ્થામાં સદા રહે છે. તેથી સિદ્ધત્વરૂપ ક્ષાયિકભાવ પણ સિદ્ધઅવસ્થામાં સદા છે.
વળી ક્ષાયોપશમિકભાવો સંસારી અવસ્થામાં હતા અને સાધનાકાળમાં ક્ષાયોપશમિકભાવના ગુણો હતા, તે સર્વ ભાવો સિદ્ધઅવસ્થામાં નથી. વળી કર્મના ઉદયથી થનારા ઔદિયકભાવો પણ સંસારીઅવસ્થામાં હતા તે સર્વ ભાવોનો પણ અભાવ સિદ્ધઅવસ્થામાં થાય છે. વળી સંસારીઅવસ્થામાં જીવમાં જે કર્તૃત્વ, ભોક્તૃત્વ, અનાદિકર્મસંતાનબદ્ધત્વ વગેરે પારિણામિકભાવો હતા, તે સર્વનો નાશ થાય છે. વિશેષથી, સિદ્ધિગમનયોગ્યત્વરૂપ ભવ્યત્વ નામનો પારિણામિકભાવ નાશ પામે છે.
અહીં સિદ્ધઅવસ્થામાં કેવલસમ્યક્ત્વ છે તેમ કહ્યું અને કેવલચારિત્ર છે તેમ ન કહ્યું અથવા કેવલસમ્યક્ત્વ અને કેવલચારિત્ર છે એમ પણ ન કહ્યું. તેથી વિચારકને જિજ્ઞાસા થાય કે દર્શનમોહનીયના ક્ષયથી જેમ સમ્યક્ત્વ થાય છે તેમ ચારિત્રમોહનીયના ક્ષયથી કેવલચારિત્ર થાય છે તેમ કેમ ન કહ્યું ? તેમાં આશય એ છે કે જીવનું સમ્યક્ત્વ એ છે કે પોતાના સ્વરૂપને છોડીને પરરૂપમાં જવા યત્ન ન કરે; મોહનીયકર્મના ઉદયથી જીવ પોતાના વીતરાગસ્વરૂપને છોડીને અવીતરાગભાવમાં વર્તે છે. જ્યારે જીવને દર્શનમોહનીયકર્મ કાંઈક તૂટે છે ત્યારે આત્માનો વીતરાગભાવ જ આત્મા માટે શ્રેય છે અને આત્માનો અવીતરાગભાવ જ આત્મા માટે વિડંબનારૂપ છે, તેટલું સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું. તે સમ્યગ્દર્શન જ પ્રકર્ષને પામીને પોતાના સ્વરૂપમાં પોતાને સ્થિર કરવા પ્રયત્ન કરે છે અને પરસ્વરૂપમાં નહીં જવા યત્ન કરાવે છે. પોતાના સ્વરૂપમાં સ્થિર થયેલા સિદ્ધના જીવો પોતાના સ્વરૂપને છોડીને અન્યત્ર જતા નથી તે જ તેઓનું સમ્યક્ત્વ છે, જે કર્મની ઉપાધિથી જન્ય નથી કે મતિજ્ઞાનના ક્ષયોપશમરૂપ નથી માટે કેવલસમ્યક્ત્વ સ્વરૂપ છે. વળી જ્ઞાન જીવનો મુખ્ય સ્વભાવ છે અને તેના આવરણનો ક્ષય થયેલ હોવાથી સામાન્ય અને વિશેષ બોધ સ્વરૂપ કેવલજ્ઞાન અને કેવલદર્શન છે, એ સિવાય સિદ્ધમાં ચારિત્ર પણ નથી અને ક્ષયોપશમભાવની કે ક્ષાયિકભાવની દાન આદિ લબ્ધિઓ પણ નથી તથા વીર્યંતરાયના ક્ષયજન્ય ક્ષાયિકવીર્ય પણ નથી. આથી જ સિદ્ધઅવસ્થામાં કોઈ પ્રકારના આત્મસ્યંદનરૂપ વીર્યની પ્રવૃત્તિ નથી. ૧૦/૪
અવતરણિકા :
મોક્ષને કહેનાર દશમો અધ્યાય છે. તેથી મોક્ષ શેનાથી થાય છે ? તે બતાવવા અર્થે મોક્ષના આસન્ન કારણ એવું કેવલજ્ઞાન શેનાથી થાય છે ? તે સૂત્ર-૧માં બતાવ્યું અને કેવલજ્ઞાનના કારણ મોહક્ષય