________________
૨૧૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૩ ભાષ્યાર્થ -
ત્યારપછી આ=કેવલીને, શું પ્રાપ્ત થાય છે? તે બતાવે છે – ભાવાર્થ :
પૂર્વસૂત્રના ભાષ્યમાં કહ્યું કે બંધહેતુનાં અભાવ અને નિર્જરા દ્વારા મહાત્મા કેવી થાય છે ત્યારપછી આયુષ્યકર્મના સંસ્કારવશ વિહરે છે. જ્યારે આયુષ્યકર્મની સમાપ્તિ થાય છે ત્યારપછી આમને=કેવલીને, શું પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – સૂત્ર -
कृत्स्नकर्मक्षयो मोक्षः ।।१०/३।। સૂત્રાર્થ:
કૃનકર્મક્ષયરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. ||૧૦| II. ભાષ્ય :
कृत्स्नकर्मक्षयलक्षणो मोक्षो भवति । पूर्वं क्षीणानि चत्वारि कर्माणि पश्चाद् वेदनीयनामगोत्राऽऽयुष्कक्षयो भवति, तत्क्षयसमकालमेवौदारिकशरीरवियुक्तस्यास्य जन्मनः प्रहाणम् हेत्वभावाच्चोत्तरस्याप्रादुर्भावः । एषाऽवस्था कृत्स्नकर्मक्षयो मोक्ष इत्युच्यते ।।१०/३।। ભાષ્યાર્થ
નર્મલયક્ષ .... ફત્યુચ્યતે || કર્મક્ષય લક્ષણ =આઠે ઘાતિકના ક્ષયરૂપ મોક્ષ થાય છે. પૂર્વમાં ચાર કર્મો ક્ષીણ થયેલાં, પાછળથી વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્યનો ક્ષય થાય છે. તેના ક્ષયની સમકાલ જ દારિકશરીરથી રહિત એવા આ મહાત્માના જન્મનો ત્યાગ થાય છે. અને હેતુના અભાવથી ઉત્તરના જન્મનો અપ્રાદુર્ભાવ થાય છે, આ અવસ્થા કૃત્ન કર્મક્ષયરૂપ મોક્ષ એ પ્રમાણે કહેવાય છે. ૧૦/૩ ભાવાર્થ :
કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી મહાત્મા આયુષ્યકર્મના સંસ્કારને વશ વિહરે છે. જ્યારે આયુષ્યકર્મ સમાપ્ત થાય છે ત્યારે તે મહાત્માને સર્વ કર્મના ક્ષયરૂ૫ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
કેમ સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે ? તેથી કહે છે – કેવલજ્ઞાનના પ્રાપ્તિકાળમાં પૂર્વમાં ચાર કર્મો ક્ષય થયેલાં અને આયુષ્યકર્મનો નાશ થાય છે ત્યારે વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્યરૂપ ચારે કર્મો ક્ષય થાય છે. તે ચારે કર્મોના ક્ષયની સાથે જ કેવલી
દારિકશરીરથી મુક્ત થાય છે. તેથી તેમના વર્તમાન મનુષ્યભવનો નાશ થાય છે. વળી ઉત્તરના ભવના