________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૨ ક્ષયથી=મિથ્યાદર્શન આદિના પ્રતિપક્ષભૂત સમ્યગ્દર્શન આદિના આવરણીય કર્મના ક્ષયથી, તેઓનો પણ=મિથ્યાદર્શન આદિ પાંચેયનો પણ, અભાવ થાય છે અને સમ્યગ્દર્શન આદિની ઉત્પત્તિ થાય છે. “તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન છે” (અધ્યાય-૧, સૂત્ર-૨) “તે નિસર્ગથી અને અધિગમથી થાય છે” (અધ્યાય-૧, સૂત્ર-૩) એ પ્રમાણે કહેવાયું એ રીતે=સમ્યગ્દષ્ટિ જીવ સમ્યગ્દર્શનના બળથી ઉચિત પ્રવૃત્તિ કરે છે એ રીતે, સમ્યગ્ વ્યાયામવાળા, સંવરથી સંવૃત એવા મહાત્માને અભિનવ કર્મનો ઉપચય થતો નથી અને પૂર્વ ઉપચિતનો યથોક્ત નિર્જરાના હેતુ દ્વારા=નવમા અધ્યાયમાં બતાવેલા નિર્જરાના હેતુઓ દ્વારા, અત્યંતક્ષય થાય છે. ત્યારપછી સર્વ દ્રવ્યતા અને સર્વ પર્યાયના વિષયવાળું, પરમ ઐશ્વર્યવાળું, અનંત કેવલજ્ઞાન અને કેવલદર્શનને પ્રાપ્ત કરીને શુદ્ધ, બુદ્ધ, સર્વજ્ઞ, સર્વદર્શી, જિન કેવલી થાય છે. ત્યારપછી પ્રતનુશુભચતુષ્કર્મના=શુભ ચાર પ્રકારના અઘાતિકર્મના, અવશેષવાળા, આયુષ્યકર્મના સંસ્કારના વશથી વિહરે છે. ।।૧૦/૨
ભાવાર્થ:
પૂર્વસૂત્રમાં કહ્યું કે ચાર ઘાતિકર્મના ક્ષયથી કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી હવે ચાર ઘાતિકર્મના ક્ષયના હેતુ બતાવતાં કહે છે
૨૧૪
-
મિથ્યાત્વ આદિ બંધના હેતુઓનો અભાવ થવાથી બંધ અટકે છે અને પૂર્વોપચિત કર્મોની નિર્જરાના ઉપાયના સેવનથી નિર્જરા પ્રાપ્ત થાય છે, તેનાથી કેવલજ્ઞાન પ્રગટે છે. બંધના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ પૂર્વમાં બતાવેલ સ્વરૂપવાળા છે. તેઓનો અભાવ પ્રાપ્ત કરવાર્થે મિથ્યાત્વ આદિના અભાવથી પ્રાપ્ત થતા સમ્યગ્દર્શન આદિ ગુણોના આવરણીય કર્મોના ક્ષયથી મિથ્યાદર્શન આદિનો અભાવ થાય છે અને સમ્યગ્દર્શન આદિની ઉત્પત્તિ થાય છે. તેથી જે મહાત્માઓ જિનવચન અનુસાર સમ્યગ્ બોધ કરવા યત્ન કરે છે, તેઓને સમ્યગ્દર્શન આદિના આવા૨ક કર્મના ક્ષયથી મિથ્યાદર્શન આદિના અભાવની પ્રાપ્તિ થાય છે અને સમ્યગ્દર્શન આદિની ઉત્પત્તિ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દર્શન શું છે ? જેથી તેમાં યત્ન કરીને તેના આવરણીય કર્મનો ક્ષય થઈ શકે. તેથી ભાષ્યકારશ્રી કહે છે
-
“તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન છે” એ પ્રમાણે અધ્યાય-૧ સૂત્ર-૨માં કહેવાયું છે.
અહીં જિજ્ઞાસા થાય કે તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન કઈ રીતે પ્રાપ્ત થાય ? તેથી ભાષ્યકારશ્રી કહે
છે
“નિસર્ગથી અથવા અઘિગમથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે” એ પ્રમાણે અધ્યાય-૧, સૂત્ર-૩માં કહેવાયું
છે.
વિચારકે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે સમ્યગ્ વ્યાયામ કરવો જોઈએ અર્થાત્ જિનવચનના પરમ રહસ્યને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ, જેથી અધિગમથી સમ્યગ્દર્શન થાય. જે મહાત્મા સમ્યગ્દર્શનના ઉપાયભૂત