________________
૨૧૯
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૫ આદિ શેનાથી થાય છે ? તે સૂત્ર-રમાં બતાવ્યું, જેથી મોક્ષના અર્થી જીવને સૂત્ર-૨માં બતાવ્યા અનુસાર પ્રવૃત્તિ કરીને મોહક્ષય આદિ કરવા દ્વારા કેવલજ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે થાય ? તેનો યથાર્થ બોધ થાય છે. ત્યારપછી કેવલજ્ઞાનથી જીવ જે મોક્ષ પ્રાપ્ત કરે છે, તે મોક્ષનું સ્વરૂપ સૂત્ર-૩માં બતાવ્યું. વળી તે મોક્ષમાં રહેલા સિદ્ધાત્મા કયા કયા ભાવોમાં છે? અને જીવમાં વર્તતા કયા કયા ભાવોનો મોક્ષમાં અભાવ થાય છે ? જેથી મોક્ષના પારમાર્થિક સ્વરૂપનો બોધ થાય, તે સૂત્ર-૪માં બતાવ્યું. હવે જીવ સર્વ કર્મ રહિત થાય છે ત્યારપછી શું થાય છે ? તે બતાવવા અર્થે કહે છે – સૂત્રઃ
तदनन्तरमूर्ध्वं गच्छत्यालोकान्तात् ।।१०/५।। સૂત્રાર્થ :
ત્યારપછી=સર્વ કર્મના ક્ષય પછી અને ઔપશમિક આદિ ભાવોના અભાવ પછી, લોકના અંત સુધી ઊર્ધ્વમાં જીવ જાય છે. ll૧૦/ull ભાષ્ય :
तदनन्तरमिति । कृत्स्नकर्मक्षयानन्तरं औपशमिकाद्यभावानन्तरं चेत्यर्थः, मुक्त ऊर्ध्वं गच्छत्यालोकान्तात्, कर्मक्षये देहवियोगसिध्यमानगतिलोकान्तप्राप्तयो ह्यस्य युगपदेकसमयेन भवन्ति । तद्यथा - प्रयोगपरिणामादिसमुत्थस्य गतिकर्मण उत्पत्तिकार्यारम्भविनाशा युगपदेकसमयेन भवन्ति તલ ૨૦/પા ભાષ્યાર્થ :
તદનન્તપતિ » તત્ | ‘ત નારીતિ' એ પ્રતીક છે. કુસ્તકર્મક્ષય અનંતર અને પથમિક આદિના અભાવના અનંતર મુક્ત જીવ લોકના અંત સુધી ઊર્ધ્વ જાય છે. કર્મક્ષય થયે છતે (૧) દેહનો વિયોગ, (૨) સિધ્યમાન ગતિની પ્રાપ્તિ અને (૩) લોકાંતની પ્રાપ્તિ, આને મુક્તાત્માને, યુગપતું એક સમયમાં થાય છે. તે આ પ્રમાણે – (જેમ) પ્રયોગપરિણામોદિ સમુત્ય એવા ગતિકર્મયુક્ત એવા જીવની કે પુદગલની ઉત્પત્તિ, કાર્યનો આરંભ અને વિનાશ=પૂર્વ અવસ્થાનો વિનાશ, યુગપતું એક સમયમાં થાય છે તેમ (કર્મક્ષય કાલે દેહનો વિયોગ, સિધ્યમાન ગતિની પ્રાપ્તિ અને લોકાનની પ્રાપ્તિ આ ત્રણે એક સમયમાં થાય છે.) ૧૭/પા. ભાવાર્થ :
ચૌદમા ગુણસ્થાનકના અંતમાં કેવલીનાં સર્વકર્મોનો ક્ષય થાય છે તે જ વખતે સૂત્ર-૪માં બતાવ્યા તે પથમિક આદિ ભાવોનો અભાવ થાય છે અને તે જ ક્ષણમાં મુક્ત થયેલ એવો સિદ્ધનો જીવ લોકના અંત સુધી ઊર્ધ્વમાં જાય છે.