________________
૧૪૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૧૯, ૨૦ વળી જે મહાત્મા પોતાની ભૂમિકાનું અવલોકન કરીને યથાશક્તિ છ પ્રકારનો બાહ્યતપ કરે છે તેમને પાંચ ઇન્દ્રિય અને મનનો સંવરભાવ વર્તે છે. તેથી સંવરભાવરૂપ સંયમનું રક્ષણ થાય છે. જેઓ શક્તિ અનુસાર છ પ્રકારના બાહ્યતપમાંથી ઉચિત તપ અંતરંગ અપ્રમાદભાવપૂર્વક કરતા નથી તેઓમાં અસંયમના પરિણામના પડેલા સંસ્કારો સંયમ ગ્રહણ કરવા છતાં પણ અસંયમના જ પરિણામને ઉલ્લસિત કરે છે. માટે સંયમના અર્થી જીવે ત્રણ ગુપ્તિના દઢ અવલંબનપૂર્વક સ્વભૂમિકાનુસાર ઉચિત બાહ્યતામાં યત્ન કરવો જોઈએ.
વળી અનાદિકાળથી જીવ અસંવરભાવને કારણે કર્મ બાંધે છે. જેમ જેમ સંવરનો પ્રકર્ષ થાય છે તેમ તેમ કર્મબંધના વિરુદ્ધભાવો ઉલ્લસિત થવાથી કર્મની નિર્જરા થાય છે. ઉપયોગપૂર્વક શક્તિના પ્રકર્ષથી જે મહાત્મા બાહ્યતપ કરે છે તેઓનું સદ્વર્ય સદા અતિશય-અતિશય સંવરના વ્યાપારવાળું બને છે, જેથી ઘણાં કર્મોની નિર્જરા થાય છે. માટે બાહ્યતા પણ નિર્જરાનું કારણ છે. II:/૧લા અવતરણિકા :
ક્રમ પ્રાપ્ત અત્યંતરતાપ બતાવે છે –
સૂત્ર :
प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायव्युत्सर्गध्यानान्युत्तरम् ।।९/२०।। સૂત્રાર્થ -
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ, ધ્યાન ઉત્તર છે=આવ્યંતરતા છે. II૯/૨૦II
ભાષ્ય :
सूत्रक्रमप्रामाण्यादुत्तरमित्यभ्यन्तरमाह । प्रायश्चित्तं १, विनयो २, वैयावृत्त्यं ३, स्वाध्यायो ४, व्युत्सर्गो ५, ध्यानं ६, इत्येतत् षड्विधं अभ्यन्तरं तपः ।।९/२०।। ભાષ્યાર્થ
સૂરામ .... તા: // સૂત્રક્રમના પ્રામાણયથી આગમના વચન સ્વરૂપ સૂત્રક્રમના પ્રામાણ્યથી, ઉત્તર=પ્રસ્તુત સૂત્રમાં બતાવેલ ઉત્તર શબ્દ, અત્યંતરને કહે છે=પ્રાયશ્ચિત્તાદિ અત્યંતરીપ છે એ પ્રમાણે કહે છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ, ધ્યાન એ પ્રમાણે આ છ પ્રકારનો અત્યંતરતા છે. ૯/૨૦ગા. ભાવાર્થપૂર્વસૂત્રમાં ૬ પ્રકારના બાહ્યતા બતાવ્યા. હવે ક પ્રકારનો અભ્યતરતા બતાવે છે –