________________
૨૦૭
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ / સૂત્ર-૪૯ અને ક્ષપકશ્રેણિની પ્રાપ્તિને અનુકૂળ શુદ્ધિ પણ નથી. અર્થાત્ પુલાકસંયમમાં વેશ્યાની શુદ્ધિ આઠમા દેવલોક જવાને અનુકૂળ ઉત્કૃષ્ટથી હોઈ શકે છે, તેનાથી અધિક શુદ્ધિની પ્રાપ્તિ નથી. બકુશનિગ્રંથ અને પ્રતિસેવનાકુશીલનિગ્રંથ :
બકુશ અને પ્રતિસેવનાકુશીલ સાધુ જઘન્યથી પ્રથમ દેવલોકમાં પલ્યોપમપૃથક્વ સ્થિતિવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી અગિયારમા–બારમા દેવલોકમાં બાવીશ સાગરોપમ સ્થિતિવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે બકુશ અને પ્રતિસેવનાકુશલસાધુને પણ વેશ્યાની શુદ્ધિ બારમા દેવલોક સુધી જવાને અનુકૂળ પ્રાપ્ત થાય છે પરંતુ ક્ષપકશ્રેણિને અનુકૂળ શુદ્ધિની પ્રાપ્તિ બકુશભાવના અને પ્રતિસેવનાભાવના ત્યાગથી થતી હશે. કષાયકુશીલનિગ્રંથ :
કષાયકુશીલ સાધુ જઘન્યથી સૌધર્મ દેવલોકમાં પલ્યોપમપૃથક્વ સ્થિતિવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધમાં જઈ શકે છે. જો તેઓ ક્ષપકશ્રેણિ માંડે તો મોક્ષમાં પણ જાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કષાયકુશીલ સાધુ ક્ષપકશ્રેણિ ઉપર જઈ શકે છે, તેની પૂર્વેના પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશલનિગ્રંથ મોક્ષે જઈ શકતા નથી; પરંતુ કષાયકુશીલ થઈને ક્ષપકશ્રેણી માંડી શકે છે. વળી કષાયકુશીલ સાધુ જ બારમા દેવલોકથી ઉપર રૈવેયક કે અનુત્તરમાં જઈ શકે છે, અન્ય સાધુ બારમા દેવલોકથી ઉપર જઈ શકતા નથી. નિગ્રંથનિગ્રંથ :
અગિયારમા ગુણસ્થાનકવાળા નિગ્રંથનિગ્રંથ જઘન્યથી સૌધર્મ દેવલોકમાં પલ્યોપમ પૃથક્ત સ્થિતિવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધ અનુત્તરદેવલોકમાં તેત્રીસ સાગરોપમવાળા દેવ તરીકે ઉત્પન્ન થઈ શકે છે, જ્યારે બારમા ગુણસ્થાનકવાળા નિગ્રંથનિગ્રંથ ક્ષાયિકભાવના વીતરાગ હોવાથી અવશ્ય મોક્ષમાં જાય છે. સ્નાતકનિગ્રંથ :
સ્નાતક કેવલી હોય છે. તેથી તેઓ અવશ્ય નિર્વાણને જ પ્રાપ્ત કરે છે. તેઓનો અન્ય ક્યાંય ઉપપાત નથી. II
ભાષ્ય :
स्थानम्, असङ्ख्येयानि संयमस्थानानि कषायनिमित्तानि भवन्ति । तत्र सर्वजघन्यानि लब्धिस्थानानि पुलाककषायकुशीलयोः, तौ युगपदसङ्ख्येयानि स्थानानि गच्छतः । ततः पुलाको व्युच्छिद्यते । कषायकुशीलस्तु असङ्ख्येयानि स्थानान्येकको गच्छति । ततः कषायकुशीलप्रतिसेवनाकुशीलबकुशा युगपदसङ्ख्येयानि संयमस्थानानि गच्छन्ति । ततो बकुशो व्युच्छिद्यते । ततोऽसङ्ख्ये