________________
૨૦૫
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૪૯ कषायकुशीलस्य परिहारविशुद्धस्तिस्त्र उत्तराः । सूक्ष्मसम्परायस्य निर्ग्रन्थस्नातकयोश्च शुक्लेव केवला भवति । अयोगः शैलेशीप्रतिपन्नोऽलेश्यो भवति । ભાષ્યાર્થ:
તેથી ... મરિ વેશ્યા. પુલાકને ઉત્તરની ત્રણ લેગ્યા હોય છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલને સર્વ છએ પણ લેગ્યા હોય છે. કષાયકુશીલ અને પરિહારવિશુદ્ધિસંયમવાળાને ઉત્તરની ત્રણ લેશ્યા હોય છે. સૂક્ષ્મસંપરાયવાળા સાધુને, નિગ્રંથને અને સ્નાતકને કેવલ લેયા જ હોય છે. અયોગવાળા શૈલેશીપ્રતિપન્ન મહાત્મા અલેથાવાળા હોય છે. .
ઉત્તરાધ્યયન સૂત્રના વચનાનુસાર રિદાવિશુદ્ધ પછી “વર' હોવાની સંભાવના છે. ભાવાર્થ - પુલાકનિગ્રંથ આદિ પાંચનું વેશ્યાહાર:
કૃષ્ણલેશ્યા આદિ છ લેગ્યામાંથી ઉત્તરની ત્રણ લેગ્યા અર્થાત્ તેજોલેશ્યા, પદ્મવેશ્યા અને શુક્લલેશ્યા શુભ છે અને પૂર્વની ત્રણ લેશ્યા અર્થાત્ કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા અશુભ છે. જીવમાં કષાયોના ઉન્મેલનને અનુકૂળ યત્ન વર્તતો હોય ત્યારે હંમેશાં તેજલેશ્યા આદિ ત્રણ લેગ્યામાંથી કોઈક વેશ્યા હોય છે, જ્યારે પ્રમાદને વશ વર્તતા મુનિને કૃષ્ણલેશ્યા આદિ ત્રણ લેશ્યામાંથી પણ કોઈક વેશ્યા પ્રાપ્ત થાય છે. પુલાક નિગ્રંથ -
ભાષ્યકારશ્રીએ સૂત્ર-૪૯માં પુલાક સાધુનું તેઓ જિનોક્ત આગમથી સતત અપ્રતિપાતિ હોય છે એ પ્રકારે સ્વરૂપ બતાવ્યું. તેથી પુલાકસાધુ બલાભિયોગથી પ્રતિસેવના કરતા હોય ત્યારે પણ જિનોક્ત આગમથી સતત અપ્રતિપાતિ હોવાને કારણે પાછળની ત્રણ અર્થાત્ શુભલેશ્યા યુક્ત હોય છે. પ્રતિસેવનાદ્વારમાં પુલાક સાધુ પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજનમાંથી કોઈપણ મૂલગુણની પ્રતિસેવના કરતા હોય ત્યારે અશુભલેશ્યા આવવાનો સંભવ છે અને તેમાં પણ મૈથુનની પ્રતિસેવનાકાળમાં અશુભલેશ્યા આવવાનો સંભવ છે, છતાં પુલાકસાધુ જિનોક્ત આગમથી સતત અપ્રતિપાતિ હોવાને કારણે અને નવપૂર્વથી અધિક બોધ હોવાને કારણે અલ્પકાળ માટે આવતી અશુભલેશ્યાની વિવફા ભાષ્યકારશ્રીએ કરી નથી તેમ જણાય છે. બકુશનિગ્રંથ અને પ્રતિસેવનાકુશીલનિગ્રંથ :
બકુશ અને પ્રતિસેવનાકુશીલ સાધુઓ નિગ્રંથભાવ પ્રત્યે પ્રસ્થિત હોય ત્યારે ઉત્તરની ત્રણ વેશ્યા જ હોય છે, તોપણ જ્યારે પ્રમાદને વશ સંયમની વિપરીત આચરણામાં પ્રવર્તતા હોય ત્યારે અશુભલેશ્યા પણ પ્રાપ્ત થવાની સંભાવના રહે છે. પ્રમાદકાળમાં પણ પ્રમાદને દૂર કરવા માટે અંતરંગ યત્ન વર્તતો હોય તો શુભલેશ્યાની પણ સંભાવના હોવા છતાં પ્રમાદકાળમાં અશુભલેશ્યાની સંભાવનાને કારણે બકુશ અને પ્રતિસેવનાકુશીલને છએ વેશ્યા સ્વીકારી છે.