________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૪૯ ગુણસ્થાનકને સ્પર્શે છે ત્યારે કષાયકુશીલપણું આદિ સ્વીકારવામાં બાધ જણાતો નથી. વળી ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથમાં અન્ય લિંગમાં કે ગૃહસ્થલિંગમાં પણ બકુશ-કુશીલ ચારિત્રની પ્રાપ્તિ સ્વીકારી છે. I
ભાષ્યઃ
૨૦૪
लिङ्गम् । लिङ्गम् द्विविधं - द्रव्यलिङ्गं भावलिङ्गं च । भावलिङ्गं प्रतीत्य सर्वे पञ्च निर्ग्रन्था भावलिङ्गे भवन्ति, द्रव्यलिङ्गं प्रतीत्य भाज्याः ।-
ભાષ્યાર્થ –
लिङ्गम् ..... માળ્યા: ।। લિંગ. લિંગ બે પ્રકારનું છે. (૧) દ્રવ્યલિંગ અને (૨) ભાવલિંગ. ભાવલિંગને આશ્રયીને સર્વ પણ નિગ્રંથો ભાવલિંગમાં હોય છે. દ્રવ્યલિંગને આશ્રયીને ભાજ્ય છે=ગુરુતત્ત્વવિનિશ્ચયના ચોથા ઉલ્લાસની ગાથા-૭૧ અનુસાર પુલાક આદિ પાંચે નિગ્રંથો દ્રવ્યલિંગને આશ્રયીને સ્વલિંગમાં, પરલિંગમાં અને ગૃહસ્થના લિંગમાં હોય છે, એ પ્રમાણે દ્રવ્યલિંગને આશ્રયીને ભાજ્ય જાણવા. ॥
ભાવાર્થ:
પુલાકનિગ્રંથ આદિ પાંચનું લિંગદ્વાર
:
પુલાકાદિ પાંચે નિગ્રંથોમાંથી પ્રથમના ત્રણ નિગ્રંથો નિગ્રંથભાવ પ્રત્યે પ્રસ્થિત હોવાને કારણે ભાવલિંગવાળા હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે એ ત્રણે નિગ્રંથો માત્ર સંજ્વલનકષાયના ઉદયથી જ અતિચારોને પામેલા હોય છે, અન્ય કષાયોના ઉદયથી નહીં. તેઓ સંસારના સર્વ ભાવો પ્રત્યે પ્રતિબંધ વગ૨ના હોવાથી ગૃહસ્થને જેમ ધનાદિ પ્રત્યે સ્થિર રાગ વર્તે છે તેવો સ્થિર રાગ તેઓને કોઈ સ્થાનમાં નથી; પરંતુ નિગ્રંથભાવ પ્રત્યે જ સ્થિર રાગ છે, છતાં નિમિત્તને પામીને ઈષદ્ જ્વલનાત્મક સંજ્વલનકષાયના ઉદયથી સંયમની વિપરીત આચરણા પણ ક્યારેક કરે છે તોપણ નિગ્રંથભાવ પ્રત્યેના પ્રતિબંધને કારણે તેઓમાં ભાવલિંગ વર્તે છે.
વળી, સ્નાતકનિગ્રંથ તથા નિગ્રંથનિગ્રંથ બંને મુનિઓ સંજ્વલનકષાય વગરના હોવાથી ભાવલિંગમાં પ્રતિષ્ઠિત છે.
વળી, દ્રવ્યલિંગને આશ્રયીને જેઓ સાધુવેશમાં છે તેઓમાં પાંચે પ્રકારના નિગ્રંથભાવની પ્રાપ્તિ છે. વળી કેટલાક ગૃહસ્થ વેશમાં રહેલા છે અને કેટલાક અન્યદર્શનના સન્યાસીના વેશમાં રહેલા છે, તેઓને પણ તત્ત્વના પક્ષપાતના બળથી પાંચે પ્રકારના નિથભાવની પ્રાપ્તિ છે. આથી જ પ્રત્યેકબુદ્ધ અન્યદર્શનના લિંગમાં પણ થાય છે અને ગૃહસ્થલિંગમાં પણ થાય છે અને દેવાદિ આવીને દ્રવ્યલિંગ આપે ત્યારે સાધુનો વેશ ગ્રહણ કરે છે. I
ભાષ્ય =
लेश्याः । पुलाकस्योत्तरास्तिस्रो लेश्या भवन्ति । बकुशप्रतिसेवनाकुशीलयोः सर्वाः षडपि ।