________________
૨૦૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૪૯ કષાયકુશીલનિગ્રંથ, પરિહારવિશુદ્ધિચારિત્રધર સાધુ:
વળી કષાયકુશીલ સાધુ પ્રતિસેવના કરનારા નથી અને સ્વશક્તિ અનુસાર નિગ્રંથભાવ પ્રત્યે પ્રસ્થિત છે, તેથી તેઓને ઉત્તરની ત્રણ વેશ્યા હોય છે. વળી, પરિહારવિશુદ્ધિસંયમવાળા મહાત્માઓ પણ ઉત્તરની ત્રણ લેશ્યાવાળા જ હોય છે; કેમ કે તેમનું વિશુદ્ધ કોટિનું સંયમ હોય છે. તેથી અશુભલેશ્યાની પ્રાપ્તિની સંભાવના નથી. સૂક્ષ્મસંપરાગચારિત્રધર, નિગ્રંથનિગ્રંથ અને સ્નાતકનિગ્રંથ -
વળી સૂક્ષ્મસંપરાય નામના દશમા ગુણસ્થાનકવાળા મુનિ, નિગ્રંથનિગ્રંથ એવા અગિયારમા તથા બારમા ગુણસ્થાનકવાળા મુનિ અને તેરમે ગુણસ્થાનકે રહેલા સ્નાતક એવા સયોગીકેવલીને કેવલ શુક્લલેશ્યા જ હોય છે, અન્ય કોઈ વેશ્યા હોતી નથી.
વળી ચૌદમાં ગુણસ્થાનકમાં યોગનિરોધવાળા શૈલેશીઅવસ્થામાં રહેલા સ્નાતકનિગ્રંથ અલેશ્યાવાળા હોય છે. II
ભાષ્ય :
उपपातः । पुलाकस्योत्कृष्टस्थितिषु देवेषु सहस्रारे । बकुशप्रतिसेवनाकुशीलयोविंशतिसागरोपमस्थितिष्वारणाच्युतकल्पयोः । कषायकुशीलनिर्ग्रन्थयोस्त्रयस्त्रिंशत्सागरोपमस्थितिषु देवेषु सर्वार्थसिद्धे । सर्वेषामपि जघन्या पल्योपमपृथक्त्वस्थितिषु सौधर्मे । स्नातकस्य निर्वाणमिति । ભાષ્યાર્થ:
૩૫તિ નિર્વાિિત | ઉપપાત. પુલાકનો ઉપપાત ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સહસ્ત્રાર દેવલોકમાં હોય છે. બકુશનો અને પ્રતિસેવનાકુશીલનો બાવીશ સાગરોપમની સ્થિતિવાળા આરણકલ્પમાં અને અશ્રુતકલ્પમાં ઉપપાત હોય છે. કષાયકુશીલતો અને નિગ્રંથનો ૩૩ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ દેવલોકમાં ઉપપાત હોય છે. બધાનો પણ જઘન્ય ઉપપાત પલ્યોપમપૃથક્ત સ્થિતિવાળા સૌધર્મ દેવલોકમાં હોય છે. સ્નાતકને નિર્વાણ હોય છે.
તિ' શબ્દ ઉપપાતના નિરૂપણની સમાપ્તિ અર્થે છે. II
ભાવાર્થ :
પુલાકનિગ્રંથ આદિ પાંચનું ઉપપાતદ્વાર :પુલાકનિગ્રંથ :
પુલાકસાધુ પુલાકસંયમમાં હોય અને કાળ કરે તો જઘન્યથી સૌધર્મ દેવલોકમાં પલ્યોપમપૃથક્ત સ્થિતિવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી સહસ્ત્રાર દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય છે. તેથી એ નક્કી થાય કે પુલોકચારિત્રમાં અધ્યવસાયની વિશુદ્ધિ આઠમા દેવલોકથી ઉપર જવાની નથી.