________________
૨૧૦
તત્વાર્થાપિગમસૂત્ર ભાગ-૪/ અધ્યાય-૯ | સૂત્ર-૪૯ પુલાક સાધુનાં અને કષાયકુશલ સાધુનાં જઘન્ય સંયમસ્થાનો કરતાં ઉપરનાં સંયમસ્થાનોથી બકુશસાધુ અને પ્રતિસેવનાકુશીલ સાધુનાં જઘન્ય સંયમસ્થાનો પ્રાપ્ત થાય છે. ત્યારપછી અસંખ્યાત સંયમસ્થાન સુધી કષાયકુશીલ, બકુશસાધુ અને પ્રતિસેવનાકુશીલ સાધુ સમાન રીતે સંયમસ્થાનોમાં વર્તે છે. તેથી સંયમના સ્થાનની અપેક્ષાએ તે ત્રણે સાધુ સમાન પ્રાપ્ત થાય તોપણ કષાયકુશીલત્વ, પ્રતિસેવનાકુશીલત્વ કે બકુશવરૂપે તે ત્રણેનું ચારિત્ર ભિન્ન પ્રકારનું પ્રાપ્ત થાય. ત્યારપછી અમુક સંયમસ્થાનો ગયા પછી બકુશસાધુનો વિચ્છેદ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે બકુશત્વધર્મયુક્ત નિગ્રંથભાવમાં યત્ન કરનારા સાધુ આનાથી આગળની વિશુદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. તેઓ અત્યંત અપ્રમાદવાળા હોય તો ઉપરના સંયમસ્થાનમાં રહે છે અને પ્રમાદવાળા હોય ત્યારે પોતાના જઘન્ય કે મધ્યમ સંયમસ્થાનમાં રહે છે.
બકુશસાધુના સંયમસ્થાનના વિચ્છેદ પછી અસંખ્યાત સંયમસ્થાનો ઉપર જઈને પ્રતિસેવનાકુશીલનો વિચ્છેદ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે બકુશસાધુની ઉત્કૃષ્ટ શુદ્ધિ કરતાં પ્રતિસેવનાકુશીલ સાધુ અને કષાયકુશીલ સાધુ અધિક શુદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. પ્રતિસેવનાકુશીલ સાધુ જ્યારે અત્યંત અપ્રમાદવાળા હોય ત્યારે બકુશ કરતાં ઉપરનાં સંયમસ્થાનોમાં વર્તતા હોય છે અને પ્રમાદી થાય ત્યારે જઘન્ય કે મધ્યમ સંયમસ્થાનોમાં પ્રાપ્ત થાય છે.
વળી કષાયકુશીલ સાધુ પણ પ્રતિસેવનાકુશીલનાં તે અસંખ્યાત સંયમસ્થાનોમાં પ્રાપ્ત થાય છે જ્યાં બકુશસાધુનાં સંયમસ્થાનોની અપ્રાપ્તિ છે; તે વખતે કષાયકુશીલ અને પ્રતિસેવનાકુશીલ સાધુ સમાન સંયમસ્થાનમાં પણ પ્રાપ્ત થઈ શકે તોપણ પ્રતિસેવનાકુશલત્વ અને કષાયકુશીલત્વરૂપે તેઓનો ભેદ પ્રાપ્ત થાય.
‘ત્યારપછી અસંખ્યાત સંયમસ્થાનો ગયા પછી પ્રતિસેવનાકુશીલનો વિચ્છેદ પ્રાપ્ત થાય છે' એમ કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય કે પ્રતિસેવનાકુશીલસાધુ બકુશસાધુ કરતાં અધિક શુદ્ધિ પ્રાપ્ત કરવા છતાં હવે પછીના સંયમસ્થાનમાં પ્રતિસેવનાકુશીલરૂપે જવા સમર્થ નથી. અપ્રમાદથી યત્ન કરતા હોય તો પોતાના સ્થાનના ઉપરનાં સંયમસ્થાનોમાં પ્રતિસેવનાકુશીલ સાધુ રહી શકે છે અને પ્રમાદવાળા થાય તો પ્રતિસેવનાકુશીલનાં જઘન્ય કે મધ્યમ સંયમસ્થાનોને પ્રાપ્ત કરે છે.
ત્યારપછી અસંખ્યાત સંયમસ્થાન જઈને કષાયકુશીલનો વિચ્છેદ થાય છે” એમ કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય કે પ્રતિસેવનાકુશીલના ઉત્કૃષ્ટ સંયમસ્થાનથી આગળનાં સંયમસ્થાનનો પ્રારંભ કષાયકુશીલ જ કરે છે, ત્યાંથી દશમાં ગુણસ્થાનક સુધીનાં સર્વ સંયમસ્થાનો કષાયકુશીલનાં જ છે.
“આનાથી આગળ અકષાયસ્થાનો નિગ્રંથને પ્રાપ્ત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે દશમા ગુણસ્થાનક પછી અગિયારમા અને બારમા ગુણસ્થાનકમાં નિગ્રંથનિગ્રંથ સાધુઓ હોય છે. તેઓ પણ તરતમતાથી સ્વ ભૂમિકામાં અસંખ્યાત સંયમસ્થાનોમાં હોય છે. જેમ અગિયારમા ગુણસ્થાનકમાં પણ તરતમતાના ઘણા ભાવો પ્રાપ્ત થાય છે. આથી જ પ્રતિસમય નિર્જરા કરીને અગિયારમા ગુણસ્થાનકવાળા મુનિ પણ ઉપર ઉપરના સંયમસ્થાનમાં જાય છે. બારમા ગુણસ્થાનકમાં રહેલા ક્ષાવિકભાવમાં રહેલા વીતરાગ પણ શુક્લધ્યાનના